રહેણાંક વિસ્તારમાં 3 ફૂટથી લાંબી અને 4 કિલોની ચંદન ઘો દેખાતા ભયનો માહોલ

Share this story
  • સુરતમાં વરસાદી માહોલ વચ્ચે કુતૂહલ સાથે ડરનો માહોલ પેદા કરતું સરીસૃપ ચંદન ઘો રહેણાંક વિસ્તારમાં દેખાઈ હતી. અડાજણ વિસ્તારમાં આવેલા એપાર્ટમેન્ટમાં ચંદન ઘો (મોનીટર લિઝારડ) જોવા મળ્યું હતું.

બનાવની જાણ પ્રયાસ જીવદયાને કરવામાં આવતા પ્રયાસ જીવદયાની ટીમ ઘટન સ્થળે દોડી આવી હતી. ૦૩ ફૂટથી વધુ લાંબી અને ૦૪ કિલોની ચંદન ઘોનું રેસ્ક્યુ કરીને સહી સલામત જગ્યાએ છોડી દીધું હતું.

ચોમાસાની ઋતુમાં જાનવરો બહાર નીકળી આવતા હોવાની ઘટનાઓ સામે આવતી હોય છે. બે દિવસ પહેલા એક મોપેડમાં સાપ ઘુસી ગયો હોવાનો બનાવ પણ સામે આવ્યો હતો. ત્યારે પ્રયાસ જીવદયાની ટીમને બપોરે એક કોલ મળ્યો હતો કે અડાજણમાં શ્રીરામ પેટ્રોલપંપ પાસે આવેલા એપાર્ટમેન્ટમાં કંઈક અલગ દેખાતું જાનવર ઘરમાં ઘુસી ગયુ છે. બીજી તરફ બનાવની જાણ થતા પ્રયાસ જીવદયાની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. પ્રયાસ જીવદયાની ટીમે ઘટના સ્થળે આવીને તપાસ કરતા ચંદન ઘોને પકડી લઈને લોકોને ભયમુક્ત કર્યાં હતાં.

પ્રયાસ જીવદયાના તીર્થ શેઠે કહ્યું હતું કે કોલ મળતા જ અમારી ટીમ ઘટના સ્થળે દોડી ગયી હતી. ચંદન ઘો (મોનીટર લિઝારડ) રહેણાંક વિસ્તારમાં ભાગ્યે જ જોવા મળે છે. ચંદન ઘોનું રેસ્ક્યુ કરાયું હતું. ચંદન ઘો હેલ્ધી અને મોટી હતી. તે ત્રણ ફૂટ જેટલી લાંબી હતી. તેનું વજન અંદાજીત ૦૪ કિલો જેટલું હતું. ચંદન ઘોનું રેસ્ક્યુ થાય છે. પરંતુ આટલી મોટી સાઈઝમાં તે રહેણાંક વિસ્તારમાં ભાગ્યે જ જોવા મળે છે. ટીમે તેનું રેસ્ક્યુ કરીને સહી સલામત સ્થળે છોડી દીધું હતું.

આ પણ વાંચો :-