- વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ રમાનારી પાંચ મેચની ટી20 સિરીઝ માટે ભારતીય ટીમ જાહેર કરી દેવામાં આવી છે. આ સિરીઝમાં રોહિત શર્મા, વિરાટ કોહલી સહિત અનેક સીનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે.
સીનિયર પુરૂષ પસંદગી સમિતિએ બુધવારે વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ રમાનારી પાંચ મેચોની ટી20 સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરી દીધી છે. આ સિરીઝ માટે યશસ્વી જાયસવાલ અને તિલક વર્માને જગ્યા આપવામાં આવી છે.
ભારતીય ટી20 ટીમ : ઈશાન કિશન (વિકેટકીપર), શુભમન ગિલ, યશસ્વી જાયસવાલ, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ (વાઇસ કેપ્ટન), સંજૂ સેમસન, હાર્દિક પંડયા (કેપ્ટન), અક્ષર પટેલ, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, ઉમરાન મલિક, આવેશ ખાન, મુકેશ કુમાર.
અજીત અગરકરની આગેવાનીવાળી પસંદગી સમિતિએ પસંદ કરી ટીમ :
તો આ પસંદગી સમિતિના ચેરમેન અજીત અગરકરની આગેવાનીમાં પસંદ કરવામાં આવેલી પ્રથમ ટીમ છે. હકીકતમાં બુધવારે અજીત અગરકરને બીસીસીઆઈ પસંદગી સમિતિના ચીફ સિલેક્ટર બનાવવામાં આવ્યા હતા. હવે આ પસંદગી સમિતિએ પોતાની પ્રથમ ટીમ પસંદ કરી છે.
ઉલ્લેખનીય છે કે ભારતીય ટીમે વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ પર બે ટેસ્ટ મેચ સિવાય ત્રણ વનડે અને પાંચ મેચની ટી20 સિરીઝ રમશે. ટેસ્ટ અને વનડે માટે ટીમની જાહેરાત પહેલા જ કરી દેવામાં આવી છે.
આ પણ વાંચો :-