- ત્રણ દિવસના વિરામ બાદ ગઈ કાલે સુરતમાં સવારના સમયે બે ઈંચ કરતાં વધુ વરસાદ પડયો હતો. આ વરસાદની સાથે સાથે ભારે કડાકા ભડાકા સાથે વીજળી પણ પડી હતી.
કતારગામ વિસ્તારમાં આવેલા સિંગણપોરમાં આસમાની આફસ સમી વીજળી એક એપાર્ટમેન્ટ પર પડી હતી. જેથી અફડાતફડી મચી ગઈ હતી.
સિંગણપોર વિસ્તારમાં આવેલી બ્લુ કેન્ડલ નામની હાઈરાઈઝ એપાર્ટમેન્ટ પર વીજળી પડી હતી. બ્લુ કેન્ડલની બિલ્ડિંગ બી વિંગમાં વીજળી પડતાં આગ લાગી ગઈ હતી. વાયરો બળીને ખાક થયા હોવાથી ધુમાડો ઉંચે ઉઠયો હતો. જેથી બિલ્ડીંગના રહિશોની સાથેસાથે આસપાસના વિસ્તારમાં પણ ભયનો માહોલ પેદા થયો હતો.
વરસાદી કાળા ડિંબાગ વાદળો વચ્ચે પડેલી વીજળીના કારણે એપાર્ટમેન્ટના ઈન્ટરનેટ સહિતના વાયરો સળગી ગયાં હતાં. જેથી ધુમાડો ઉંચે સુધી ઉઠયો હતો. સ્થાનિકોએ કહ્યું કે ભારે કડાકાના અવાજ સાથે વીજળી પડતાં અમે ધ્રુજી ઉઠયાં હતાં.
આ પણ વાંચો :-