પેશાબ કાંડના પીડિતની મધ્ય પ્રદેશના મુખ્યમંત્રીએ માંગી માફી, શિવરાજે પગ ધોઈને આપ્યું સન્માન

Share this story
  • મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ભોપાલમાં સીએમ હાઉસમાં દશમત રાવત સાથે મુલાકાત કરી હતી અને તેમના પગ ધોયા હતા.

એક વાયરલ વીડિયોમાં આરોપી પ્રવેશ શુકલા રાવત પર પેશાબ કરતો જોવા મળ્યો હતો. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યુ, “મને તે વીડિયો જોઈને દુ:ખ થયુ, હું તમારી માફી માંગું છું, લોકો મારા માટે ભગવાન જેવા છે.” શિવરાજ સિંહ ચૌહાણે પીડિતના પગ ધોઈને શાલ ઓઢાડીને સન્માન કર્યુ હતુ.

મુખ્યમંત્રી પીડિતને મળ્યા :

શિવરાજ સિંહ ચૌહાણે પીડિત સાથે વાત કરી હતી. મુખ્યમંત્રીએ પૂછ્યુ કે બાળકો ભણી રહ્યાં છે, શિષ્યવૃતિ મળે છે, કોઇ મુશ્કેલી હોય તો મને જણાવજો, દીકરી લાડલી લક્ષ્મી છે. પત્નીને લાડલી બહેનાનો લાભ મળી રહ્યો છે. આવાસ યોજનાનો લાભ મળી રહ્યો છે.

સીએમે કહ્યુ કે દીકરીને ભણાવવી છે. દીકરીને આગળ વધારવી છે. દશમતે મુખ્યમંત્રીને જણાવ્યું કે તે છૂટક મજૂરી કરે છે. મુખ્યમંત્રીએ પીડિતને કહ્યું કે, મને ઘણુ દુ:ખ થયુ, હું તમારી માફી માંગુ છું, મારી માટે જનતા ભગવાન સમાન છે. શિવરાજ સિંહે દશમતને સુદામા કહેતા કહ્યુ કે તમે હવે મારા મિત્ર છો.

મહત્વપૂર્ણ છે કે મધ્ય પ્રદેશના સીધીમાં ભાજપ નેતા પ્રવેશ શુકલાનો દશમત રાવત ઉપર પેશાબ કરતો વીડિયો વાયરલ થયો હતો. તે બાદ રાજકારણ ગરમાયું હતું. ભાજપ અને કોંગ્રેસ બન્નેએ આ ઘટનાની તપાસ માટે કમિટી બનાવી છે. આ ઘટનાનો વીડિયો સામે આવ્યા બાદ આરોપીની પોલીસે ધરપકડ કરી હતી અને તેના ઉપર એનએસએની કાર્યવાહી કરવામાં આવી હતી. આરોપીના ઘરને બુલડોઝરથી તોડી પાડવામાં આવ્યું છે.
આ પણ વાંચો :-