તંત્રની બેદરકારી સામાન્ય માણસોને ભારે પડી રહી છે / ઊંડા ખાડામાં ચાલક સાથે આખેઆખી રિક્ષા પડી, લોકોમાં કુતુહલ

Share this story
  • બુધવારે રાતે આ 10 ફૂટ જેટલા ઊંડા ખાડામાં રિક્ષા ચાલક રિક્ષા સાથે અંદર પટકાયો હતો. આજે સવારથી આ ખાડામાં પડેલી રિક્ષા જોવા માટે લોકોના ટોળેટોળા ઉમટી રહ્યા છે.

શહેરમાં છેલ્લા થોડા દિવસથી વાદળછાયું વાતાવરણ હતું. શહેરમાં ગઈકાલે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જે બાદ અનેક નિચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા. ત્યારે કોર્પોરેશન દ્વારા લાઈનમાં લીકેજને પગલે મોટો ખાડો ખોદીને તેને પૂરવામાં આવ્યો ન હતો. બુધવારે રાતે આ 10 ફૂટ જેટલા ઊંડા ખાડામાં રિક્ષા ચાલક રિક્ષા સાથે અંદર પટકાયો હતો. આજે સવારથી આ ખાડામાં પડેલી રિક્ષા જોવા માટે લોકોના ટોળેટોળા ઉમટી રહ્યા છે.

 વડોદરાના નીચાળવાળા વિસ્તારમાં પાણી ભરાતા વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. રાવપુરા વિસ્તારમાં પણ પાણી ભરાતા ખાબોચિયા ભરાઇ ગયા હતા.

આ અંગે મળતી માહિતી પ્રમાણે શહેરમાં કોર્પોરેશન દ્વારા એક દસેક ફૂટ જેટલો ખાડો ખોદવામાં આવ્યો હતો. પાઈપ લાઈનમાં ભંગાણ સર્જાતા તંત્રએ આ ખાડો ખોદ્યો હતો. જેમાં બુધવારે રાતે એક રિક્ષાચાલકને આ ખાડો ન દેખાતા રિક્ષા લઈને તે ખાડામાં અંદર પડ્યો હતો. રિક્ષા ચાલકને ઈજા પહોંચવાની પણ પૂરેપૂરી સંભાવના દેખાઈ રહી છે.

 ખાડાને કારણે લોકોને ટ્રાફિકની સમસ્યા પડી રહી છે.

નોંધનીય છે કે શહેરમાં બુધવારે વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ સર્જાયુ હતું. બપોરના સમયમાં શહેરમાં ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો હતો. વડોદરાના નીચાળવાળા વિસ્તારમાં પાણી ભરાતા વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

 તો બીજી તરફ વડોદરાની સયાજી હોસ્પિટલની ઓપીડીમાં પણ પાણી ભરાઇ ગયા હતા. જેને પગલે દર્દીઓને ખુબ જ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

રાવપુરા વિસ્તારમાં પણ પાણી ભરાતા ખાબોચિયા ભરાઈ ગયા હતા. ખાડાને કારણે લોકોને ટ્રાફિકની સમસ્યા પડી રહી છે. તો બીજી તરફ વડોદરાની સયાજી હોસ્પિટલની ઓપીડીમાં પણ પાણી ભરાઇ ગયા હતા. જેને પગલે દર્દીઓને ખુબ જ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

આ પણ વાંચો :-