- ટમેટાના ભાવ આસમાને પહોંચતા ગરીબ અને મધ્યમ પરિવારનું બજેટ ખોરવાઈ ગયું છે. ત્યારે ટામેટાને લઈ ધોરાજીમાં જન્મદિવસની અનોખી ઉજવણી સામે આવી છે.
જેમાં કેકની જગ્યાએ ટામેટા કાપીને જન્મદિવસ ઉજવાયો હતો. પરિવારજનોએ મીઠાઈની જગ્યાએ ટામેટા આપ્યા.
કેકની જગ્યાએ ટામેટા કાપ્યા :
હાલમાં ટામેટાના ભાવ માર્કેટમાં આસમાને પહોંચી ગયા છે. એક સમયે ૧૦-૨૦ રૂપિયા કિલો મળતા ટામેટા અત્યારે ૧૫૦ રૂપિયાથી વધુ કિંમતે વેચાઈ રહ્યા છે. એવામાં ધોરાજીમાં એક યુવતીના બર્થ ડેમાં કેક નહીં પરંતુ ટામેટા કાપીને જન્મદિવસની ઉજવણી કરવામાં આવી. ખાસ વાત તો એ છે કે જન્મદિવસમાં આવનારા સગા-વહાલા તથા પાડોશીઓએ પણ ભેટમાં કિંમતી ટામેટા આપ્યા હતા.
ધોરાજીમાં ટમેટાનો ભાવ ૧૫૦ થી ૨૦૦ રૂપિયા એક કિલાનો ભાવ છે. ત્યારે શાકભાજી વેપારીઓ એવું જણાવે છે કે વધુ પડતા વરસાદને કારણે ટામેટાના પાકમાં નુકસાન ગયું છે અને તેને લીધે આવક ઓછી છે. તેથી ભાવમાં વધારો આવ્યો છે.
જન્મદિવસની શુભેચ્છા આપતા પરિજનોએ જણાવ્યું હતું કે શિયાળામાં જે ટામેટા ૧૦ રૂપિયાના પાંચ કિલો લેખે વેચાતા હતા. એ જ ટમેટા આજે બજારમાં ૧૫૦ થી ૨૦૦ રૂપિયા કિલો વેચાય ધૂમ મચાવી રહ્યા છે. મોંઘવારીની માજા તો ગૃહિણીઓના બુમરાણ મચાવી દીધા છે.
રાજકોટ જીલ્લાના ધોરાજીમાં ટમેટાના ભાવમાં તોતિંગ વધારાને લઈને સામાન્ય પરીવાર, મધ્યમ પરીવાર જનો વધૂ એક મોંઘવારીનો માર સહન કરવાનો વારો આવ્યો. એવામાં ધોરાજીના પરિવાર દ્વારા ટામેટાની કેક કાપીને અનોખી રીતે રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો :-