ગુજરાતમાં હળવા ચક્રવાત સાથે આ જિલ્લાઓમાં વરસાદની હવામાન વિભાગની આગાહી

Share this story

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ૧૨ એપ્રિલથી ૧૭ એપ્રિલ દરમ્યાન રાજ્યમાં આંધી, વંટોળ અને ગાજવીજ સાથે પ્રિ-મોન્સુન એક્ટિવીટી થવાની આગાહી કરી છે. આગાહી મુજબ ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર તથા મધ્ય ગુજરાતમાં આંધી અને વંટોળ સાથે પ્રિ-મોન્સુન એક્ટિવિટી થઈ શકે છે. પ્રિ-મોન્સુન ઓક્ટિવીટીના કારણે હાલ ગરમીનું પ્રમાણ ઘટી શકે છે. ૨૦ એપ્રિલ બાદ મધ્ય ગુજરાતમાં ગરમીનો પારો ૪૩ ડિગ્રી સુધી પહોંચવાની આગાહી અંબાલાલે કરી છે. મેના અંતમાં અરબ સાગરમાં હળવા ચક્રવાતની અસરના કારણે ચોમાસુ પ્રભાવિત થઈ શકે છે. ત્યાર બાદ જૂનમાં ભારે પવન અને આંધી સાથે વરસાદની આગાહી કરી છે

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર મોટી આગાહી કરી છે. વાત જાણે એમ છે કે, રાજ્યમાં આગામી ૧૨થી ૧૭ એપ્રિલ દરમિયાન પ્રિ-મોન્સુન એક્ટિવિટી થવાની હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર તેમજ મધ્ય ગુજરાતમાં પ્રિમોન્સુન એક્ટિવિટી થશે.

રાજ્યના અલગ શહેરોમાં તાપમાનની વાત કરીએ તો હવામાન વિભાગના જણાવ્યા મુજબ અમદાવાદમાં ૪૦ ડિગ્રી, ગાંધીનગરમાં ૪૦.૧ ડિગ્રી, સુરેન્દ્રનગરમાં ૪૧.૧ ડિગ્રી, જામનગરમાં ૪૧.૨ ડિગ્રી, આણંદમાં ૩૯.૫ ડિગ્રી, બનાસકાંઠામાં ૪૧.૧ ડિગ્રી, મહેસાણામાં ૩૯.૩ ડિગ્રી, વડોદરામાં ૩૮.૬ ડિગ્રી, વલસાડમાં ૩૭.૦૧ ડિગ્રી અને કચ્છમાં ૪૧.૭ ડિગ્રી મહત્તમ તાપમાન નોંધવામાં આવ્યુ હતુ.