ભાજપે લોકસભા ચૂંટણી માટે તેના ઉમેદવારોની ૧૦મી યાદી જાહેર કરી

Share this story

ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ તથા મુખ્યાલય પ્રભારી અરુણ સિંહે બીજેપી ઉમેદવારોની ૧૦મી લિસ્ટ જાહેર કરી છે. ચંદીગઢથી વર્તમાન સાંસદ કિરણ ખેરની ટિકિટ આ વખતે કપાઇ ગઇ છે. તેના સ્થાને ભાજપે સંજય ટંડનને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. આ ઉપરાંત અલ્હાબાદ લોકસભા સીટ માટે પણ બીજેપીએ આ વખતે ઉમેદવારો બદલી નાંખ્યા છે. રીટા બહુગુણા જોશી અહીંથી બીજેપીની વર્તમાન સાંસદ છે પરંતુ ભાજપે આ વખતે નીરજ ત્રિપાઠીને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. જણાવી દઇએ કે, અલ્હાબાદ લોકસભા સીટની ગણતરી હંમેશા વીવીઆઇપી સંસદીય ક્ષેત્રોમાં થાય છે. આ લોકસભા સીટે દેશને ઘણા પ્રધાનમંત્રી આપ્યા છે.

આ સિવાય આસનસોલથી શત્રુઘ્ન સિંહા સામે એસએસ અહલુવાલિયાને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. ભાજપના નેતાએ યુપીની બલિયા સીટ પરથી પૂર્વ વડાપ્રધાન ચંદ્રશેખરના પુત્ર નીરજ શેખરને ટિકિટ આપી છે. આ સિવાય પારસનાથ રાયને યુપીના ગાઝીપુરથી મુખ્તાર અંસારીના ભાઈ અને સપાના ઉમેદવાર અફઝલ અન્સારી સામે મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. જ્યારે યુપીની ફુલપુર બેઠક પરથી પ્રવીણ પટેલ અને અલ્હાબાદ બેઠક પરથી વર્તમાન સાંસદ રીટા બહુગુણા જોશીની ટિકિટ રદ કરીને નીરજ ત્રિપાઠીને આપવામાં આવી છે. બી.પી. સરોજને યુપીના મછલીશહરથી ટિકિટ આપવામાં આવી છે. વિનોદ સોનકરને કૌશામ્બીથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. ભાજપે મૈનપુરી સીટ પર સમાજવાદી પાર્ટીના ડિમ્પલ યાદવ સામે જયવીર ઠાકુરને ટિકિટ આપી છે. હાલમાં તેઓ યુપીની યોગી સરકારમાં કેબિનેટ મંત્રી છે.

પશ્ચિમ બંગાળના દક્ષિણ દિનાજપુરમાં એક ચૂંટણી રેલીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- ૨૦૨૨માં ભૂપતિનગરમાં બોમ્બ બ્લાસ્ટ થયો હતો, જેમાં ૩ લોકોનાં મોત થયા હતા. મને એક વાત કહો કે બોમ્બ વિસ્ફોટો કરનારાઓને જેલના સળિયા પાછળ ધકેલી દેવા જોઈએ કે નહીં? હાઈકોર્ટે તેમની તપાસ NIAને સોંપી અને મમતા દીદી NIA વિરુદ્ધ કેસ નોંધીને આરોપીઓને બચાવવા માગે છે. આખો દેશ વિકાસના માર્ગે આગળ વધ્યો છે, પરંતુ આપણું બંગાળ પાછળ રહી ગયું છે.