કેજરીવાલ દિલ્લી હાઈકોર્ટના ચુકાદા સામે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો

Share this story

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને કથિત લિકર પૉલિસી કેસમાં ઈડીની ધરપકડને પડકારતી અરજીને લઈને દિલ્લી હાઈકોર્ટમાંથી મોટો ઝટકો લાગ્યો છે. આપ કન્વીનરની અરજીને દિલ્હી હાઈકોર્ટે ફગાવી દીધી હતી, જે બાદ કેજરીવાલે હવે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો છે.

આ મામલે અરવિંદ કેજરીવાલે દિલ્હી હાઈકોર્ટના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો છે. જ્યાં દિલ્હી હાઈકોર્ટના નિર્ણયને પડકારવામાં આવ્યો છે. કેજરીવાલના વકીલો આજે સવારે કોર્ટમાં હાજર રહેશે અને કેસની સુનાવણીની માંગ કરશે. હાઈકોર્ટમાંથી કોઈ રાહત મેળવવામાં નિષ્ફળ રહ્યા પછી, આમ આદમી પાર્ટી (AAP) એ મંગળવારે કહ્યું હતું કે મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા તેમની ધરપકડ સામે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કરશે.

AAPએ એવો પણ દાવો કર્યો હતો કે, “કહેવાતા એક્સાઇઝ પોલિસી કૌભાંડ એ કેજરીવાલ અને તેમની પાર્ટીને ખતમ કરવાનું સૌથી મોટું રાજકીય કાવતરું છે.” ED એ કથિત એક્સાઇઝ પોલિસી કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં કેજરીવાલની ધરપકડ કરી છે. હાઈકોર્ટના નિર્ણયના થોડા સમય પછી, AAPના વરિષ્ઠ નેતા અને દિલ્હી સરકારના મંત્રી સૌરભ ભારદ્વાજે અહીં એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે તેમને આશા છે કે સુપ્રીમ કોર્ટ આ કેસમાં અરવિંદ કેજરીવાલને એવી જ રાહત આપશે જેવી પાર્ટીના રાજ્યસભાના સભ્યને આપી હતી. સંજય સિંહને જામીન મળ્યા હતા.