પહેલાં વરસાદે પાણી.. પાણી.. / સુરતના સણીયા હેમાદમાં ખાડી ઓવરફ્લો થતાં લોકોનાં ઘરમાં પાણી ઘુસ્યાં

Share this story
  • સુરતમાં બે દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે તંત્રની બેદરકારીના કારણે સવર્ત્ર પાણી પાણી દેખાઈ રહ્યા છે.

ખાડીઓના પુરાણ થઈ જવાના કારણે ઓવરફ્લો થઈ રહી છે. સણીયા હેમાદ (Sania Hamad) અને કુંભારીયામાં ઘરમાં પાણી ઘુસી જતાં લોકો પારાવાર પરેશાન થઈ રહ્યાં છે. સાથે જ તંત્રને દોષ દઈ રહ્યાં છે. ઘણા પરિવારોએ પોતાના ઘરના ઘર હોવા છતાં પાણી ઘુસી જતાં બહાર રાતવાસો કરવાની ફરજ પડી છે. તો ઘરવખરી પણ પાણીમાં પલળી ગયા છે.

ખાડી પૂરથી પરેશાની :

સુરતમાં ભારે વરસાદ પડે ત્યારે સામાન્ય રીતે ખાડી પૂર આવતાં હોય છે. જો કે પહેલાં વરસાદમાં જ સાંકડી થઈ ગયેલી ખાડીઓના કારણે ખાડી પૂરની સ્થિતિ સર્જાઈ છે. સણીયા વિસ્તારમાં પાણીના કારણે વાહન વ્યવહાર બંધ થઈ ગયો છે. જ્યારે કુંભારીયામાં ઘરમાં પાણી ઘુસી જતાં લોકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે.

કોઈ પૂછવા આવ્યું નથી :

સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે અમારા ઘરમાં પાણી ઘુસી ગયાં છે. અમે રાતવાસો બહાર કરવા મજબૂર બન્યા છીએ. આ સ્થિતિ ક્યાં સુધી રહેશે એ ખબર નથી. તેમ છતાં અમારી વૈક્લ્પિક વ્યવસ્થા કરવામાં આવી નથી. અમારી સાર સંભાળ લેવા પણ કોઈ આવ્યું નથી. અમારે ક્યાં સુધી આ સ્થિતી રહેશે તે પણ અમને ખબર નથી. અમે નોધારા બની ગયા છીએ.

ઘરમાં પાણી ઘુસ્યા :

કુંભારીયા ગામના પાદર ફળિયામાં આવેલા ૫૦ જેટલા ઘરમાંથી ૨૫ થી ૩૦ ઘરમાં ગળાડૂબ પાણી ભરાઈ ગયા છે. જેને લઈ અહી રહેતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. ઘરો પાણીમાં ગરકાવ થઇ જતા લોકોએ નજીકની સ્કૂલો અને વાડીમાં રાત વીતાવવાનો વારો આવ્યો હતો.

કુંભારિયા ગામના પાદર ફળિયા અને હળપતિ વાસમાં ખાડીના પાણી ઘૂસી ગયા છે. અહીં વસવાટ કરતા ૫૦ જેટલા ઘરના રહીશો ખાડી પૂરની સ્થિતિનો સામનો કરી રહ્યા છે. ૫૦ ઘરમાંથી ૨૫થી ૩૦ ઘરમાં પાણી ઘૂસી ગયા છે.

આ પણ વાંચો :-