કોંગ્રેસે એવું તે શું કર્યું કે PhonePe એ આપી ચેતવણી, કહ્યું- નામ અને લોગોવાળા પોસ્ટર હટાવો, નહીં તો..

Share this story
  • મધ્ય પ્રદેશમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચેના પોસ્ટર યુદ્ધ વચ્ચે, PhonePeએ તેના લોગો અને બ્રાન્ડના દુરુપયોગ સામે વાંધો ઉઠાવ્યો છે. કોંગ્રેસે આખા ભોપાલમાં સીએમ શિવરાજના પોસ્ટર લગાવી દીધા છે.

કોંગ્રેસે કર્ણાટકમાં બોમાઈ સરકાર (Bomai Govt) સામે ભ્રષ્ટાચારના આરોપો લગાવવા માટે QR કોડનો ઉપયોગ કર્યો. હવે મધ્યપ્રદેશમાં પણ કોંગ્રેસે સીએમ શિવરાજ સિંહ ચૌહાણ (Shivraj Singh Chauhan) વિરુદ્ધ આ જ રણનીતિ અપનાવી છે. દરમિયાન ડિજિટલ પેમેન્ટ કંપની PhonePeએ તેના લોગોના ઉપયોગ સામે વાંધો ઉઠાવ્યો છે.

મધ્યપ્રદેશની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે પોસ્ટર વોર ચાલી રહી છે. મધ્યપ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ કમલનાથના QR કોડવાળા પોસ્ટર જોયા બાદ કોંગ્રેસે સમગ્ર ભોપાલમાં સીએમ શિવરાજ સિંહ ચૌહાણના પોસ્ટર લગાવ્યા હતા. કોંગ્રેસે સીએમ શિવરાજ પર કામના બદલામાં પૈસા લેવાનો આરોપ લગાવ્યો છે.

પોસ્ટરમાં શું છે ?

પોસ્ટરો પર સીએમ શિવરાજ સિંહના ચહેરા સાથેનો QR કોડ છપાયેલો છે. પોસ્ટરમાં લખ્યું છે કે ૫૦ ટકા લાવો, ફોન પે પર કામ પૂર્ણ કરો. PhonePeએ સોમવારે (૨૬ જૂન) ટવિટર પર આનો વિરોધ કર્યો હતો.

ફોનપે શું કહ્યું ?

PhonePe એ કહ્યું કે તેનો લોગો પોસ્ટરમાંથી હટાવવો જોઈએ અને કોઈપણ રાજકીય અથવા બિન-રાજકીય થર્ડ પાર્ટી દ્વારા તેના ગેરકાયદેસર ઉપયોગ સામે વાંધો ઉઠાવવો જોઈએ. કંપનીએ કહ્યું કે લોગોનો કોઈપણ રીતે ગેરકાયદે ઉપયોગ કાયદેસરની કાર્યવાહીને આમંત્રણ આપશે. આ સાથે PhonePeએ કોંગ્રેસ પાસે ફોનપેના લોગો અને બ્રાન્ડવાળા પોસ્ટરો હટાવવાની માંગ કરી છે.

ફોન પેએ એક ટવિટમાં કહ્યું કે અમે કોઈ રાજકીય પક્ષ કે રાજકીય અભિયાન સાથે જોડાયેલા નથી. PhonePe લોગો એ અમારી કંપનીનો નોંધાયેલ ટ્રેડમાર્ક છે. બૌદ્ધિક સંપદાનો કોઈપણ અનધિકૃત ઉપયોગ PhonePe તરફથી કાનૂની કાર્યવાહીને આમંત્રણ આપશે.

અમે નમ્રતાપૂર્વક કોંગ્રેસને પોસ્ટર હટાવવા વિનંતી કરીએ છીએ. કર્ણાટકમાં પણ કોંગ્રેસે સીએમ બોમાઈના આવા જ પોસ્ટર લગાવ્યા હતા. કર્ણાટક ચૂંટણીમાં કોંગ્રેસે જંગી બહુમતી સાથે જીત મેળવી હતી.

આ પણ વાંચો :-