બાળકોની એક સેલ્ફીએ પોલીસકર્મી ‘પિતા’ માટે એટલી મોટી મુશ્કેલી ઊભી કરી કે ….

Share this story
  • મોટાભાગે જોવા મળતું હોય છે કે કામકાજમાં બેદરકારી લોકો સાથે અભદ્ર વ્યવહાર કે પછી લાંચના આરોપોમાં પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ પર ગાજ પડતી હોય છે. પરંતુ શું તમે ક્યારેય એવું વિચાર્યું છે કે પોતાના પરિવારના કારણે એક પોલીસ સ્ટેશન ઈન્ચાર્જને હટાવીને લાઈન અટેચ કરવામાં આવ્યા હોય.

મોટાભાગે જોવા મળતું હોય છે કે કામકાજમાં બેદરકારી, લોકો સાથે અભદ્ર વ્યવહાર કે પછી લાંચના આરોપોમાં પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ પર ગાજ પડતી હોય છે પરંતુ શું તમે ક્યારેય એવું વિચાર્યું છે કે પોતાના પરિવારના કારણે એક પોલીસ સ્ટેશન ઈન્ચાર્જને હટાવીને લાઈન અટેચ કરવામાં આવ્યા હોય.

આવો જ કઈક મામલો ઉત્તર પ્રદેશના ઉન્નાવથી સામે આવ્યો છે. અહીં બેહટા મુજાવર પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ રમેશચંદ્ર સાહનીના પરિવારે ૫૦૦-૫૦૦ની નોટોના બંડલ સાથે સોશિયલ મીડિયા પર ફોટો અપલોડ કર્યો. બસ પછી શું. ફોટો વાયરલ થયો અને એસપીએ તેને ગંભીરતાથી લઈ લીધો. ત્યારબાદ તત્કાળ રમેશચંદ્ર સાહનીને લાઈન અટેચ કરીને સ્પષ્ટીકરણ માંગવામાં આવ્યું.

વાત જાણે એમ છે કે રમેશચંદ્ર સાહનીના પરિવારનો એક ફોટો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થયો. ફોટામાં જોઈ શકાય છે કે તેમના બે બાળકો બેડ પર ૫૦૦-૫૦૦ની નોટોના બંડલો સાથે જોવા મળી રહ્યા છે. બાળકોની સાથે ફોટામાં તેમની પત્ની પણ જોવા મળે છે. આ લોકોએ નોટોના બંડલોને બેડ પર પાથરી દીધા અને તેની સાથે ફોટો પડાવ્યો અને આ ફોટો સોશિયલ મીડિયા પર અપલોડ કરી દીધો. ફોટો વાયરલ થતા જ પોલીસ બડામાં હડકંપ મચી ગયો. એસપી સિદ્ધાર્થ શંકર મીણાએ તત્કાળ પ્રભાવથી રમેશચંદ્ર સાહનીને લાઈન  હાજર કરીને સીઓ બાંગરુમઉ પંકજ સિંહને તપાસના આદેશ આપ્યા.