- તાજેતરમાં બેંગ્લોર સ્થિત ઈલેક્ટ્રિક ટુ વ્હીલર કંપની Oben એ એક એવી બાઈક લોન્ચ કરી છે જે ખૂબ જ ઓછા સમયમાં સંપૂર્ણ ચાર્જ થઈ જાય છે અને બેસ્ટ રેન્જ ઓફર કરે છે.
બજારમાં ઈલેક્ટ્રિક સ્કૂટર માટે ઘણા બધા વિકલ્પો છે ત્યારે હવે બજારમાં ટક્કર આપવા ઈલેક્ટ્રિક બાઈક્સ પણ આવી ચુકી છે. તાજેતરમાં ઓબેન બેંગલુરુ સ્થિત ઈલેક્ટ્રિક ટુ વ્હીલર કંપનીએ એક એવી બાઈક લોન્ચ કરી છે જે ખૂબ જ ઓછા સમયમાં સંપૂર્ણ ચાર્જ થઈ જાય છે અને બેસ્ટ રેન્જ ઓફર કરે છે.
આ બાઈકની ડિલિવરી જુલાઈ ૨૦૨૩થી શરૂ થવા જઈ રહી છે. આ બાઈક Oben Rorr છે. આ બાઈકની એક્સ-શોરૂમ કિંમત ૧.૪૯ લાખ રૂપિયા છે. તમે તેને ૩૦૦૦૦ રૂપિયાનું ડાઉનપેમેન્ટ ચૂકવીને પણ ખરીદી શકો છો. ત્યારબાદ તમારે લગભગ ૫૫૦૦ રૂપિયાની EMI ચૂકવવી પડશે.
બેટરી અને રેન્જ :
Oben Rorr ઈલેક્ટ્રિક બાઇક કંપની દ્વારા બનાવવામાં આવી છે જે એકવાર ફુલ ચાર્જ થવા પર ૧૮૭ કિલોમીટર સુધીની મુસાફરી કરી શકે છે. તેની બેટરીને ૮૦% સુધી ચાર્જ થવામાં માત્ર ૨ કલાકનો સમય લાગે છે અને આ બાઈક એક મિનિટના ચાર્જમાં ૧ કિલોમીટર સુધી ચાલી શકે છે. તેમાં લિથિયમ ફોસ્ફેટ બેટરીનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે ip67 વોટર અને ડસ્ટ પ્રોટેક્શન સાથે આવે છે. આ બાઈકમાં ૧૨.૩bhpનો પાવર જનરેટ કરતી પાવરફુલ ઈલેક્ટ્રિક મોટર લગાવવામાં આવી છે. આ બાઈકની ટોપ સ્પીડ ૧૦૦kmph છે અને તે માત્ર ૩ સેકન્ડમાં ૦ થી ૪૦ kmphની ઝડપ પકડી શકે છે.
ફીચર્સ :
આ ઈલેક્ટ્રિક બાઈકમાં અનેક સેફ્ટી ફીચર્સ ઉપલબ્ધ છે. તમે તમારા સ્માર્ટફોન સાથે બાઈકને કનેક્ટ કરી શકો છો અને જીઓ ફેસિંગ અને ડ્રાઈવર એલર્ટ સિસ્ટમ જેવી સિસ્ટમ્સ પણ ઉપલબ્ધ છે. ઉપરાંત જો કોઈ ચોર તમારી બાઈક ચોરી કરવાનો પ્રયાસ કરે છે તો બાઈકની સિસ્ટમ તમને ઈમરજન્સી એલર્ટ આપશે. વધુમાં તમે કોઈપણ સમયે તમારી બાઈકની એક્સેસને બંધ કરી શકો છો તેને સંપૂર્ણપણે લોક કરી શકો છો. આ બાઈકમાં બંને વ્હીલ પર ડિસ્ક બ્રેક આપવામાં આવી છે જે સેફ્ટી માટે ખૂબ જ ઉપયોગી છે.
આ પણ વાંચો :-