- દક્ષિણ ગુજરાતમાં છેલ્લા ૩ દિવસથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના પગલે નદીઓ બે કાંઠે વહેતી થઈ ગઈ છે.
પહેલાં જ વરસાદમાં કુદરતનું અપ્રતિમ સૌંદર્ય ડ્રોન કેમેરામાં કેદ થયું હતું. નવસારીના ખેરગામ તાલુકામાંથી પસાર થતી ઓરંગા નદીનો આકાશી નજારો ડ્રોન કેમેરામાં કુદરતનું સૌંદર્ય દર્શાવે છે.
અનોખો નજારો :
ખેરગામ તાલુકામાંથી પસાર થતી લોકમાતા ઓરંગા નદી ખેડૂતો માટે આશિર્વાદરૂપ છે. જળસિંચાઈ અને પિવાના પાણીનો મુખ્ય સ્ત્રોત સમી આ નદી હાલ ભારે વરસાદના કારણે બે કાંઠે વહી રહી છે. પહેલાં વરસાદમાં જ બે કાંઠે નદી વહેતી થતાં અનોખો નજારો જોવા મળ્યો હતો. તેમાં પણ ડ્રોન કેમેરામાં આ નદી કંઈક અલગ જ દેખાઈ રહી છે.
પુલ પાણીમાં ગરક :
ઓરંગા નદીના જળપ્લાવિત વિસ્તારમાં આવતો ગરગડીયા પુલ પાણીમાં ગરક થઈ ગયો હતો. જેના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જોકે નદી કાંઠે આવેલા મંદિર અને વૃક્ષોની હરિયાળી નદીની રમણિયતામાં ચાર ચાંદ લગાવી રહ્યાં છે.
આ પણ વાંચો :-