આ શહેરોમાં કોઈ સગા હોય તો ટમેટાનું પાર્સલ મંગાવી લો, અહીં આજે પણ ટમેટાનો ભાવ છે માત્ર ૨૫ રૂપિયા

Share this story
  • ટમેટાના વધેલા ભાવથી દેશભરમાં હાહાકાર મચી ગયો છે. ગૃહિણીઓનું તો બજેટ જ ખોરવાઈ ગયું છે. ગુજરાત સહિત અનેક રાજ્યોમાં ટમેટા ૧૨૦ રૂપિયા પ્રતિ કિલો સુધીના ભાવે વેંચાઈ રહ્યા છે. પરંતુ શું તમે જાણો છો કે ભારતભરમાં જે ટમેટાનો ભાવ ભડકે બળે છે તે ટમેટા કેટલાક શહેરોમાં આજે પણ ૨૫ થી ૫૦ રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેંચાય છે ?

૧૦ દિવસ પહેલા જે ટમેટા બજારમાં ૩૦ થી ૪૦ રૂપિયા કિલોના ભાવે મળતા હતા તે ટમેટાએ હવે દેશના મોટાભાગના શહેરોમાં સદી ફટકારી છે અને ૧૦૦ થી ૧૨૦ રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેંચાય છે. ટમેટાના વધેલા ભાવથી દેશભરમાં હાહાકાર મચી ગયો છે. ગૃહિણીઓનું તો બજેટ જ ખોરવાઈ ગયું છે.

ગુજરાત સહિત અનેક રાજ્યોમાં ટમેટા ૧૨૦ રૂપિયા પ્રતિ કિલો સુધીના ભાવે વેંચાઈ રહ્યા છે. પરંતુ શું તમે જાણો છો કે ભારતભરમાં જે ટમેટાનો ભાવ ભડકે બળે છે તે ટમેટા કેટલાક શહેરોમાં આજે પણ ૨૫ થી ૫૦ રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેંચાય છે ?

યુપીના ઘણા શહેરોમાં ટમેટા ૧૦૦ થી ૧૨૦ રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેંચાઈ રહ્યા છે. જ્યારે દેહરાદૂનમાં ૮૦, કોલકાતામાં ૯૦ અને બેંગલુરુમાં લગભગ ૭૦ રૂપિયા પ્રતિ કિલોના ભાવે ટમેટા મળે છે. હૈદરાબાદમાં તો ટમેટાના ભાવ આ શહેરોની સરખામણીમાં સાવ ઓછા છે. મીડિયા અહેવાલ અનુસાર હૈદરાબાદમાં ટમેટા ૨૫ રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યા છે. જ્યારે પૂણેમાં ટમેટાના ભાવ ૪૦ રૂપિયા જેટલા છે.

ટમેટાના વધેલા ભાવથી લોકો તોબા પોકારી ગયા છે તેવામાં કેન્દ્ર સરકારે જણાવ્યું છે કે આગામી ૧૫ દિવસમાં ટમેટાના ભાવ સ્થિર થવાની સંભાવના છે. સરકારી અધિકારીઓનું કહેવું છે કે ઉપરથી ટમેટાનો નવો પાક આવવા લાગશે એટલે ભાવમાં ઘટાડો થઈ જશે.

આ પણ વાંચો :-