આ રસ્તા પરથી નીકળતા પહેલા રહો સાવધાન, ભારે વરસાદના કારણે રાજ્યમાં આટલા હાઈવે છે બંધ

Share this story
  • રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. ચોમાસાની શરૂઆતમાં જ વરસાદનું રોદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે. ત્યારે વરસાદને પગલે અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે. વરસાદને લઈને રાજ્યમાં ૨૧૮ રસ્તા બંધ થયા છે. આ સાથે જ રાજ્યમાં ૯ સ્ટેટ હાઈવે પણ બંધ છે.

રાજ્યમાં વરસાદની સ્થિતિને લઈ તંત્ર એક્શનમોડ પર આવ્યું છે. આ દરમિયાન રાજ્યમા ભારે વરસાદના પગલે ૨૧૮ રસ્તા બંધ થયા છે. જ્યારે ૯ સ્ટેટ હાઈવે વરસાદના કારણે બંધ થયા છે. આ સાથે પંચાયત હસ્તકના 198 રોડ બંધ થયા છે. જ્યારે ૧૧ અન્ય માર્ગો બંધ થયા છે. સૌથી વધુ રસ્તા નવસારીમાં ૬૭ માર્ગો બંધ થયા છે. વલસાડમાં ૫૪ રસ્તા બંધ થયા. તાપી જીલ્લામાં ૨૨ રસ્તા બંધ થયા. સુરત જીલ્લામાં ૨૫ રસ્તા બંધ થયા છે. જ્યારે ડાંગ જિલ્લામાં ૧૪ માર્ગો બંધ થયા છે. જુનાગઢ જીલ્લામાં ૧૩ રસ્તા બંધ થયા છે.

રાજ્યમાં ભારે વરસાદને લઈ વાહન વ્યવહાર પર ભારે અસર પડી છે.  આ દરમિયાન રાજ્યમાં વરસાદના કારણે એસટી બસના રુટને પણ અસર થઈ છે. રાજ્યમા કુલ ૩૨ રૂટ રદ કરવામાં આવ્યા છે. એસટી બસના ૩૨ રૂટની ૧૦૪ ટ્રીપ વરસાદના કારણે બંધ થયા છે.

જેમાં સૌથી વધુ જામનગરમા ૨૭ રૂટ પર ૬૪ ટ્રીપ રદ કરવામાં આવી છે. જુનાગઢમાં ૩૧ ટ્રીપ રદ કરવામાં આવી છે. દેવભૂમિ દ્વારકામાં ૩ રૂટ પર પાંચ ટ્રીપ રદ કરવામાં આવી છે. આ ઉપરાંત સુરેંદ્રનગર ૨ રુટ પર ૪ ટ્રીપ રદ કરવામાં આવી છે.

આ પણ વાંચો :-