Home Blog Page 1045

બાળકોની એક સેલ્ફીએ પોલીસકર્મી ‘પિતા’ માટે એટલી મોટી મુશ્કેલી ઊભી કરી કે ….

0
  • મોટાભાગે જોવા મળતું હોય છે કે કામકાજમાં બેદરકારી લોકો સાથે અભદ્ર વ્યવહાર કે પછી લાંચના આરોપોમાં પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ પર ગાજ પડતી હોય છે. પરંતુ શું તમે ક્યારેય એવું વિચાર્યું છે કે પોતાના પરિવારના કારણે એક પોલીસ સ્ટેશન ઈન્ચાર્જને હટાવીને લાઈન અટેચ કરવામાં આવ્યા હોય.

મોટાભાગે જોવા મળતું હોય છે કે કામકાજમાં બેદરકારી, લોકો સાથે અભદ્ર વ્યવહાર કે પછી લાંચના આરોપોમાં પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ પર ગાજ પડતી હોય છે પરંતુ શું તમે ક્યારેય એવું વિચાર્યું છે કે પોતાના પરિવારના કારણે એક પોલીસ સ્ટેશન ઈન્ચાર્જને હટાવીને લાઈન અટેચ કરવામાં આવ્યા હોય.

આવો જ કઈક મામલો ઉત્તર પ્રદેશના ઉન્નાવથી સામે આવ્યો છે. અહીં બેહટા મુજાવર પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ રમેશચંદ્ર સાહનીના પરિવારે ૫૦૦-૫૦૦ની નોટોના બંડલ સાથે સોશિયલ મીડિયા પર ફોટો અપલોડ કર્યો. બસ પછી શું. ફોટો વાયરલ થયો અને એસપીએ તેને ગંભીરતાથી લઈ લીધો. ત્યારબાદ તત્કાળ રમેશચંદ્ર સાહનીને લાઈન અટેચ કરીને સ્પષ્ટીકરણ માંગવામાં આવ્યું.

વાત જાણે એમ છે કે રમેશચંદ્ર સાહનીના પરિવારનો એક ફોટો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થયો. ફોટામાં જોઈ શકાય છે કે તેમના બે બાળકો બેડ પર ૫૦૦-૫૦૦ની નોટોના બંડલો સાથે જોવા મળી રહ્યા છે. બાળકોની સાથે ફોટામાં તેમની પત્ની પણ જોવા મળે છે. આ લોકોએ નોટોના બંડલોને બેડ પર પાથરી દીધા અને તેની સાથે ફોટો પડાવ્યો અને આ ફોટો સોશિયલ મીડિયા પર અપલોડ કરી દીધો. ફોટો વાયરલ થતા જ પોલીસ બડામાં હડકંપ મચી ગયો. એસપી સિદ્ધાર્થ શંકર મીણાએ તત્કાળ પ્રભાવથી રમેશચંદ્ર સાહનીને લાઈન  હાજર કરીને સીઓ બાંગરુમઉ પંકજ સિંહને તપાસના આદેશ આપ્યા.

સુરતના સવજી ધોળકિયાની કંપનીમાં ત્રીજા માળે આગ લાગતા અફડાતફડી મચી, સરસામાન બળીને ખાક

0
  • સુરતના ઈચ્છાપોર વિસ્તારમાં આવેલી જીએમ ડાયમંડ પાર્કમાં સવજી ધોળકિયાની હરેકૃષ્ણ એક્સપોર્ટ કંપનીના ત્રીજા માળે આગ લાગી હતી.

સવારના સમયે આગ લાગતા રત્ન કલાકારોમાં ડરનો માહોલ સર્જાયો હતો. સમગ્ર આગ અંગે ફાયર બ્રિગેડને જાણ થતા બે ફાયર સ્ટેશનની પાંચ ગાડીઓએ હાઈડ્રોલિક સાથે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. જેમાં સોફા, કોમ્પ્યુટર, વાયરીંગ સહિતનો સામાન બળીને ખાક થયો હતો. કોઈ ઇજા જાન હાનીનો બનાવ સામે આવ્યો નથી.

સવારના સમયે આગ લાગી :

ઈચ્છાપુર વિસ્તારમાં આવેલા જીએમ ડાયમંડ પાર્કમાં સવજી ધોળકિયાની હરેકૃષ્ણ એક્સપોર્ટ નામને હીરાની કંપની આવેલી છે. જેમાં રાધે નામના બિલ્ડીંગમાં ગ્રાઉન્ડ પ્લસ છ માળ આવેલા છે. રાધે નામના બિલ્ડીંગના ત્રીજા માળે શોર્ટ સર્કિટના કારણે આગ ભભૂકી ઊઠી હતી. સવારના ૮.૩૭ ફાયર બ્રિગેડને આગ લાગ્યાની જાણ થઈ હતી. જેથી ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. અને આગ પર કાબુ મેળવવા પાણીનો મારો ચલાવ્યો હતો.

હાઈડ્રોલિકનો ઉપયોગ કરાયો :

ત્રીજા માળે લાગેલી આગની જ્વાળાઓ બારીમાંથી બહાર દેખાતી હતી. જેથી ફાયર બ્રિગેડના અડાજણ અને પાલનપુર સ્ટેશનની પાંચ ગાડીઓ હાઈડ્રોલિક સાથે પહોંચી ગઈ હતી. ફાયર ઓફિસર સંપથ સુથારે જણાવ્યું હતું કે, પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. આગ એટલી પ્રચંડ હતી કે ત્રીજા માળના ફર્નિચર, સોફાસેટ, કોમ્પ્યુટર સહિતનો સામાન બળીને ખાક થઈ ગયો હતો. સમગ્ર દુર્ઘટનામાં કોઈ ઈજા જાનહાનિ થઈ નથી.

આ પણ વાંચો :-

 

જુલાઈના પ્રથમ સપ્તાહમાં લોન્ચ થશે આ ૨ કાર ; એક MPV, બીજી SUV

  • જુલાઈ મહિનામાં ઘણી કાર લોન્ચ થવા જઈ રહી છે. જેમાંથી બે કાર (એક MPV અને એક SUV) જુલાઈના પહેલા સપ્તાહમાં જ લોન્ચ કરવામાં આવશે.

જુલાઈ મહિનામાં ઘણી કાર લોન્ચ થવા જઈ રહી છે. જેમાંથી બે કાર (એક MPV અને એક SUV) જુલાઈના પહેલા સપ્તાહમાં જ રજૂ કરવામાં આવશે. સૌ પ્રથમ ૪ જુલાઈના રોજ કિયા તેના સેલ્ટોસનું ફેસલિફ્ટ વર્ઝન લોન્ચ કરશે અને પછી તેના બીજા જ દિવસે ૫ જુલાઈના રોજ મારુતિ સુઝુકી તેની Invicto MPV લોન્ચ કરશે જે Toyota Innova Highcross પર આધારિત હશે.

Kia નેક્સ્ટ જનરેશન સેલ્ટોસ :

Kia નેક્સ્ટ જનરેશન સેલ્ટોસ ૪ જુલાઈના રોજ લોન્ચ કરશે. રસ ધરાવતા ખરીદદારો રૂ.૨૫૦૦૦ની પ્રી-બુકિંગ રકમ સાથે તેને બુક કરી શકે છે. વર્તમાન મોડલની તુલનામાં ૨૦૨૩ કિયા સેલ્ટોસ ફેસલિફ્ટના ડિઝાઈન તત્વો બદલાયેલા દેખાશે. જો કે મૂળ ડિઝાઈન જાળવી રાખવામાં આવશે. અંદરથી કારમાં નવી 10.25-ઈંચની ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ મળવાની અપેક્ષા છે. ત્રણ એન્જિન ઓપ્શન આપવામાં આવી શકે છે.

Maruti Invicto :

મારુતિ સુઝુકી ૫ જુલાઈના રોજ ટોયોટા ઈનોવા હાઈક્રોસ પર આધારિત પ્રીમિયમ ૭-સીટર MPV ઈન્વિક્ટો લોન્ચ કરશે. કાર નિર્માતાએ પહેલેથી જ ₹૨૫૦૦૦ની કિંમતે કાર માટે બુકિંગ શરૂ કરી દીધું છે. તેને પોર્ટફોલિયોમાં XL6ની ઉપર મૂકવામાં આવશે. Invicto એક જ વેરિઅન્ટમાં લોન્ચ કરવામાં આવશે – Alpha +, જે મજબૂત હાઇબ્રિડ સેટઅપમાં હશે. તે ૨.૦-લિટર, ચાર-સિલિન્ડર પેટ્રોલ હાઈબ્રિડ પાવરટ્રેન દ્વારા સંચાલિત કરવામાં આવશે. મારુતિની આ સૌથી મોંઘી કાર હશે.

આ પણ વાંચો :-

 

આ દરગાહમાં ભૂત-પ્રેતને સજા તરીકે અપાય છે ફાંસી ! જિન્ન ભગાડવાનો પણ કરાય છે દાવો

0
  • ઉત્તરાખંડમાં અનેક પ્રસિદ્ધ મંદિર અને ધર્મસ્થળ છે. આથી ઉત્તરાખંડને દેવભૂમિ પણ કહેવામાં આવે છે. પરંતુ શું તમને ખબર છે કે ઉત્તરાખંડમાં એક એવી દરગાહ પણ છે જેને લઈને દાવો કરાય છે કે ત્યાં ભૂત પ્રેતને ફાંસી આપવામાં આવે છે. એવું પણ કહેવાય છે કે જિન્ન વગેરેમાંથી છૂટકારો અપાવવામાં આવે છે. જો કે આ દાવામાં કેટલી સચ્ચાઈ છે તેના વિશે કોઈ જાણતું નથી.

ઉત્તરાખંડમાં અનેક પ્રસિદ્ધ મંદિર અને ધર્મસ્થળ છે. આથી ઉત્તરાખંડને દેવભૂમિ પણ કહેવામાં આવે છે. પરંતુ શું તમને ખબર છે કે ઉત્તરાખંડમાં એક એવી દરગાહ પણ છે જેને લઈને દાવો કરાય છે કે ત્યાં ભૂત પ્રેતને ફાંસી આપવામાં આવે છે. એવું પણ કહેવાય છે કે જિન્ન વગેરેમાંથી છૂટકારો અપાવવામાં આવે છે. જો કે આ દાવામાં કેટલી સચ્ચાઈ છે તેના વિશે કોઈ જાણતું નથી. મોટી સંખ્યામાં લોકો આ અંધવિશ્વાસમાં માને છે પણ આમ છતાં શ્રદ્ધાળુઓ આ દરગાહમાં મોટી સંખ્યામાં આવે છે. ઉત્તરાખંડની આ દરગાહ અને તેના દાવાઓ વિશે જાણીએ.

શું છે આ અનોખી દરગાહનું નામ? 

અત્રે જણાવવાનું કે ભૂત પ્રેતને ફાંસી આપવાનો દાવો કરનારી આ દરગાહનું નામ પિરાન કલિયર દરગાહ છે. તે રુડકીથી લગભગ ૨૦ કિમી દુર છે. આ દરગાહ ગંગા નદી નજીક છે. પિરાન કલિયર દરગાહને લોકો કલિયર શરીફ પણ કહે છે. પિરાન કલિયર દરગાહ સૂફ અલાઉદ્દીન અલી અહેમદ સાબિરની કબર છે.

ઈશારો પર નાચે છે ભૂત પ્રેત :

પિરાન કલિયર દરગાહ પર મુસ્લિમની સાથે સાથે મોટી સંખ્યામાં હિન્દુ શ્રદ્ધાળુઓ પણ આવે છે અને દરગાહ પર ચાદર ચડાવે છે. દાવો કરાય છે કે પિરાન કલિયર  દરગાહમાં આવવાથી પરેશાનીઓ દૂર થાય છે. એવો પણ દાવો કરાય છે કે પિરાન કલિયર દરગાહમાં સૂફી અલાઉદ્દીન અલી અહેમદ સાબિરના ઈશારા પર ભૂત પ્રેત અને જિન્ન નાચે છે. તેમને અહીં ફાંસીની સજા આપવામાં  આવે છે.

ભૂતોને ફાંસી અંધવિશ્વાસ કે સત્ય !

સૂફી અલાઉદ્દીન અલી અહેમદ સાબિરમાં આસ્થા ધરાવતા લોકો કહે છે કે દરગાહ પર આવનારા શ્રદ્ધાળુઓ ક્યારેય ખાલી હાથે પાછા ફરતા નથી. પણ અહીં જે ભૂત પ્રેતોને ફાંસી આપવાની વાત કહેવામાં આવે છે તે મોટાભાગના લોકોને અંધવિશ્વાસથી વધુ કઈ લાગતું નથી.

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ પર આધારિત છે ગુજરાત ગાર્ડિયાન તેની પુષ્ટિ કરતું નથી કે આવા અંધવિશ્વાસને પ્રોત્સાહન આપતું નથી.)

આ પણ વાંચો :-

જુનાગઢમાં મેઘતાંડવ : ૧૦ ઈંચ વરસાદથી આખુ જુનાગઢ પાણીમાં ગરકાવ, તસ્વીરો

0
  •  ગુરુવારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું ભારે જોર જોવા મળ્યું. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૨૨૪ તાલુકામાં વરસાદ રહ્યો છે. જેમાં સૌથી વધુ જૂનાગઢમાં ૧૦.૫ ઈંચ વરસાદ રહ્યો છે. ૧૦ ઈંચ વરસાદથી આખું જુનાગઢ પાણી પાણી થયું છે.

હવામાનની આગાહીને પગલે જુનાગઢ જિલ્લામાં હજુ ત્રણ દિવસ ભારે વરસાદ પડવાની વકી છે. સમગ્ર ભેસાણ તાલુકામાં અવિરત વરસાદ વરસી રહ્યો છે. ભેસાણની ઉબેણ નદીમાં ઘોડાપૂર આવ્યું છે. ભેંસાણની જીવાદોરી સમાન ઉબેર નદીમાં પૂર આવતા ખેડૂતો ખુશખુશાલ થયા છે. ખેડૂતો માની રહ્યા છે વાવણી પછીના પાકોમાં આ વરસાદથી ખૂબ જ ફાયદો થશે.

આ પણ વાંચો :-

Petrol Price Today : ખુશખબરી છે ખુશખબરી ! પેટ્રોલ-ડીઝલ ઘટવાના આ સમાચારથી લોકો મોજમાં આવી ગયાં

0
  • Petrol Diesel Price Today : ખુશખબરી હવે જલ્દી જ આવશે. સસ્તું થશે પેટ્રોલ-ડીઝલ. જાણો ઓઈલ કંપનીઓ ક્યારે કરશે જાહેરાત?

હાલ દરેક વ્યક્તિને મોંઘવારીની ચિંતા સતાવી રહી છે. જીવન જરૂરિયાતી વસ્તુઓના સતત વધતા ભાવથી લોકોને ડર લાગી રહ્યો છે. ભાવ ઉંચેને ઉંચે જઈ રહ્યા છે પણ નીચે ઉતરતા નથી. આવામાં હવે પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડાની ફરીથી ચર્ચા ઉઠી છે. ૧ જુલાઈથી પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડાની ડીલર વર્તુળોમાં જોરદાર ચર્ચા ચાલી રહ્યાં છે. આ ચર્ચાથી નાગરિકો ગેલમાં આવી ગયા છે.

વાત એમ છે કે ક્રુડના ભાવ સતત નીચે ઉતરી રહ્યાં છે. આ કારણે પેટ્રોલ-ડીઝલના ભાવ પણ ઘટે તે માટે સતત દબાણ વધી રહ્યું છે. ત્યારે ચર્ચા ઉઠી છે કે ૧ જુલાઈથી સરકાર પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો જાહેર કરે તેવી પૂરતી શક્યતા છે. જો આવુ થયુ તો લોકોના ખિસ્સાનો ભાર હળવો થશે. જો કે સરકાર કેટલો ભાવ ઘટાડો જાહેર કરે તેની કોઈ માહિતી હજી નથી.

ક્રુડના ભાવ ૬૬ ડોલર ઘટી ગયા છે. આ વાતને ૧૪ માસ જેટલો સમય વીતી ગયો છે. છતાં પેટ્રોલ કે ડીઝલમાં કોઈ રાહત મળી નથી. ઉપરથી જીવન જીરૂરિયાતી તમામ વસ્તુઓના ભાવ સતત ઉંચા જઈ રહ્યાં છે. ટામેટા, ઘઉં, કઠોળ, વગેરેના ભાવ સાતમા આસમાને પહોંચ્યા છે. તેમજ ક્રુડના ભાવ ઘટ્યા છતાં ૨૦૨૨ ના મે મહિના બાદ પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈ ઘટાડો કરવામાં આવ્યો નથી. આ કારણે લોકો આ અંગે રાહતના સમાચાર ક્યારે આવે તેની રાહમાં છે.

એક ચર્ચા એવી પણ છે કે રશિયાએ ભારતને સસ્તુ ક્રુડ ઓઈલનું વેચાણ ક્રયું છતાં તેનો લાભ નાગરિકોને મળતોનથી. ત્યારે આ જાહેરાત ક્યારે થશે. પેટ્રોલ-ડીઝલના તોતિંગ ભાવને કારણે લોકોની કમર તૂટી રહી છે. મોંઘવારી ફાટીને ધુમાડે ગઈ છે. આવામાં લોકોને હવે ક્યાંક રાહત મળે તેવી આશા જાગી છે.

હાલની વાત કરીએ તો ગુજરાતમાં લગભગ ૫૫૦૦ કરતા વધુ પેટ્રોલ અને ડીઝલના પેટ્રોલ પંપ આવેલા છે. અમદાવાદની વાત કરીએ તો હાલ પેટ્રોલનો ભાવ ૯૬.૪૨ રૂપિયા અને ડીઝલનો ભાવ ૯૨.૧૭ રૂપિયા ચાલી રહ્યો છે. આવામા સરકાર કેટલો ભાવ ઘટાડો જાહેર કરી તે હજી ખબર નથી.

વડાપ્રધાન મોદીએ મંગળવારે ભોપાલની મુલાકાત દરમિયાન પેટ્રોલના ભાવ પર ખુલીને વાત કરી હતી. જે બાદ પેટ્રોલની કિંમતમાં ઘટાડો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. તેમણે પેટ્રોલના દર પર રાજનીતિ કરવા બદલ વિરોધ પક્ષોની ટીકા કરી હતી.

આ પણ વાંચો :-

૩૦ જૂન / આ રાશિના જાતકોનો શુક્રવાર મુશ્કેલી ભર્યો જશે, જ્યારે આ રાશિવાળાઓને નો-ટેન્શન, જુઓ આજનું રાશિ ભવિષ્ય

મેષઃ
નાણાંકીય આવક વધતી જણાય. પરિવારના તમામત સભ્યો સાથે પ્રેમભર્યું વાતાવરણ રહે. નાવ રોકાણોનું ફાયદા કારક આયોજન કરી શકાય. ધંધાકીય ક્ષેત્રે અનુકુળતા વધે. માતૃપક્ષ તરફથી લાભ, ખોટા ખર્ચ ટાળવા

વૃષભઃ
વાયુ કફની પ્રકૃતિ રહે, મોસાળ પક્ષ તરફથી લાભ, આવક જળવાય. મનમાં આનંદનો અનુભવ થાય. બેકરી, લોજીંગ જેવા તથા સરકારી કામ કરનારને લાભ, દામ્પત્ય જીવનમાં મનમેળ રહે. પ્રિયપાત્રાનું મિલન શક્ય બને.

મિથુનઃ
મનોબળ ધટતું જણાય. આર્થિક બાબતોમાં સાવધાની રાખવી જરૂરી, જીવનસાથી સાથે મતભેદ ટાળવા, પત્નિની તબિયતની કાળજી રાખવી, નોકરી-ધંધામાં સફળતા, વ્યસનથી દૂર રહેવું. પ્રેમ સંબંધમાં ફસાઈ ન જવાય. એનું ધ્યાન રાખવું.

કર્કઃ
દિવસ દરમ્યાન આનંદ વર્તાય, આવકમાં વધારો થતો જણાય. કુટુંબમાં સ્નેહનું વાતારવરણ વધે. માતૃપક્ષ તરફથી લાભ, ગળા તથા જ્ઞાનતંતુઓના રોગોથી સાવધાની જરૂરી. જીવનસાથી સાથે સ્નેહ વધે. નોકરીમાં ઉપરી અધિકારી સાથે વાદવિવાદ ટાળવો.

સિંહઃ
વિચારો ઉપર કાબુ રાખવો ખુબ જરૂરી, આવક વધતી જણાય. પરિવારમાં સુખ, સાંતિ જળવાય. સ્થાવર-જંગમ મિલકથી લાભ, નોકરી, ધંધામા ઉત્સાહ જળવાય. શરદી ખાંસીનો ઉપદ્વ રહે. મિત્રોનો સહકાર મળતો જણાય.

કન્યાઃ
વાણી દ્વારા વ્યવહારમાં સફળતા મળે. આર્થિક ઉપાર્જન શક્ય બને. ભાગ્યનો સાથ મળતાં કાર્યક્ષેત્રે સફળતાનો અનુભવ થાય મિત્રોથી લાભ, જાણીતી વ્યક્તિ દ્વારા દગા-ફટકાનો ભાગ બનવાથી સાવધ રહેવું.

તુલાઃ
પરિવારમાં મતભેદ ન થાય એનું ધ્યાન રાખવું. કાર્યક્ષેત્રે સફળતા અવરોધી જણાય.  અસંતોષનું પ્રમાણ વધે. અગત્યના કાર્યો ટાળવા. આરોગ્ય જળવાય. ભાગ્યનો સાથ મળતો જણાય. શાંતિથી દિવસ પસાર કરવો.

વૃશ્ચિકઃ
વાણી વિલાસ સાચવીને કરવો. કડવું બોલવાથી સંબંધો બગડતાં જણાય. અભિમાન છોડવું. પેટ્રોલ, રંગ, ટાયર, ટ્યુબના ધંધાર્થીઓને લાભ, દામ્પત્ય સુખમાં આનંદ, પ્રેમ પ્રસંગોનું નિર્માણ થાય. ચર્મરોગોથી સાચવવું.

ધનઃ
મનમાં ચિંતાનું વાતાવરણ રહે. નકારાત્મક વિચારો વધે. આવક અંગે સામાન્ય દિવસ. આરોગ્ય સાચવવું. મગજનાં રોગોથી સવાચેતી જરૂરી. પત્નિ સાથે મતભેદ થવાની શક્યતા, માન સન્માન વધે.

મકરઃ
માનસિક સ્વસ્થતા જળવાય. આત્મવિશ્વાસ વધે. નાણાંની આવક વધે. સાથે સાથે ખોટા ખર્ચ ટાળવાા સલાહ છે. સંતાનોની પ્રગતિથી હર્ષ થાય. પતિ, પત્નિના સંબંધોમાં મધુરતા વધે. પડવ, વાગવાથી સાચવવું.

કુંભઃ
આવક જળવાશે. પરિવારમાં આનંદ ઉત્સાહમાં વધારો થાય. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. માતૃપક્ષ તરફથી લાભ, નવા રોકાણો સારી રીતે કરી શકાય. નોકરી-ધંધામાં પ્રગતિ થતી જણાય.

મીનઃ
જુસ્સામાં શક્તિમાં વધારો થાય. આત્મવિશ્વાસ બુલંદ બને. આર્થિક પાસુ મજબુત થાય. પરિવારમાં આનંદ-ઉત્સાહ વધે. કાર્યક્ષેત્રે સફળતા, નવા કાર્યની શરૂઆત શક્ય બને. સાંધાના દુઃખાવા, વાયુની તકલીફોથી સાચવવું.

આ પણ વાંચો :-

કોંગ્રેસે એવું તે શું કર્યું કે PhonePe એ આપી ચેતવણી, કહ્યું- નામ અને લોગોવાળા પોસ્ટર હટાવો, નહીં તો..

0
  • મધ્ય પ્રદેશમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચેના પોસ્ટર યુદ્ધ વચ્ચે, PhonePeએ તેના લોગો અને બ્રાન્ડના દુરુપયોગ સામે વાંધો ઉઠાવ્યો છે. કોંગ્રેસે આખા ભોપાલમાં સીએમ શિવરાજના પોસ્ટર લગાવી દીધા છે.

કોંગ્રેસે કર્ણાટકમાં બોમાઈ સરકાર (Bomai Govt) સામે ભ્રષ્ટાચારના આરોપો લગાવવા માટે QR કોડનો ઉપયોગ કર્યો. હવે મધ્યપ્રદેશમાં પણ કોંગ્રેસે સીએમ શિવરાજ સિંહ ચૌહાણ (Shivraj Singh Chauhan) વિરુદ્ધ આ જ રણનીતિ અપનાવી છે. દરમિયાન ડિજિટલ પેમેન્ટ કંપની PhonePeએ તેના લોગોના ઉપયોગ સામે વાંધો ઉઠાવ્યો છે.

મધ્યપ્રદેશની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે પોસ્ટર વોર ચાલી રહી છે. મધ્યપ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ કમલનાથના QR કોડવાળા પોસ્ટર જોયા બાદ કોંગ્રેસે સમગ્ર ભોપાલમાં સીએમ શિવરાજ સિંહ ચૌહાણના પોસ્ટર લગાવ્યા હતા. કોંગ્રેસે સીએમ શિવરાજ પર કામના બદલામાં પૈસા લેવાનો આરોપ લગાવ્યો છે.

પોસ્ટરમાં શું છે ?

પોસ્ટરો પર સીએમ શિવરાજ સિંહના ચહેરા સાથેનો QR કોડ છપાયેલો છે. પોસ્ટરમાં લખ્યું છે કે ૫૦ ટકા લાવો, ફોન પે પર કામ પૂર્ણ કરો. PhonePeએ સોમવારે (૨૬ જૂન) ટવિટર પર આનો વિરોધ કર્યો હતો.

ફોનપે શું કહ્યું ?

PhonePe એ કહ્યું કે તેનો લોગો પોસ્ટરમાંથી હટાવવો જોઈએ અને કોઈપણ રાજકીય અથવા બિન-રાજકીય થર્ડ પાર્ટી દ્વારા તેના ગેરકાયદેસર ઉપયોગ સામે વાંધો ઉઠાવવો જોઈએ. કંપનીએ કહ્યું કે લોગોનો કોઈપણ રીતે ગેરકાયદે ઉપયોગ કાયદેસરની કાર્યવાહીને આમંત્રણ આપશે. આ સાથે PhonePeએ કોંગ્રેસ પાસે ફોનપેના લોગો અને બ્રાન્ડવાળા પોસ્ટરો હટાવવાની માંગ કરી છે.

ફોન પેએ એક ટવિટમાં કહ્યું કે અમે કોઈ રાજકીય પક્ષ કે રાજકીય અભિયાન સાથે જોડાયેલા નથી. PhonePe લોગો એ અમારી કંપનીનો નોંધાયેલ ટ્રેડમાર્ક છે. બૌદ્ધિક સંપદાનો કોઈપણ અનધિકૃત ઉપયોગ PhonePe તરફથી કાનૂની કાર્યવાહીને આમંત્રણ આપશે.

અમે નમ્રતાપૂર્વક કોંગ્રેસને પોસ્ટર હટાવવા વિનંતી કરીએ છીએ. કર્ણાટકમાં પણ કોંગ્રેસે સીએમ બોમાઈના આવા જ પોસ્ટર લગાવ્યા હતા. કર્ણાટક ચૂંટણીમાં કોંગ્રેસે જંગી બહુમતી સાથે જીત મેળવી હતી.

આ પણ વાંચો :-

 

બકરી ઈદ પર કુરબાની માટે લાવવામાં આવી ભેંસ, ભીડ જોઈને થઇ બેકાબૂ

0
  • બકરી ઈદમાં કુરબાની માટે લાવવામાં આવેલી એક ભેંસે ભારે હોબાળો મચાવ્યો હતો. ભેંસને ટ્રકમાં લાવવામાં આવી હતી.

ટ્રક ખોલતાની સાથે જ તે કૂદી નીચે આવી અને દોડવા લાગી હતી. અને ત્યાં હાજર લોકોને કચડી નાખ્યા હતા.આ ઘટનાથી ભરચક બજારમાં નાસભાગ મચી ગઈ હતી. ભેંસને કાબૂમાં લેવા માટે અનેક પ્રયાસો કરવામાં આવ્યા હતા, જેમાં ઘણા લોકો ખરાબ રીતે ઘાયલ થયા હતા. જેનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

ઉત્તર પ્રદેશના મુરાદાબાદ વિસ્તારમાં બકરી ઈદ પર કુરબાની માટે એક ટ્રકમાં ભેંસ લાવવામાં આવી હતી. લોકોએ ટ્રકનો દરવાજો ખોલતાની સાથે જ ભેંસ કૂદી પડી હતી. આ જોઈને સ્થળ પર નાસભાગ મચી ગઈ હતી. ભેંસ ટ્રકની પાછળ ઉભેલા ટોળા તરફ દોડી હતી.

આ દરમિયાન ભેંસ એક દુકાનમાં ઘૂસી ગઈ હતી. ત્યાં પણ તોડફોડ કરી હતી. લોકોએ તેને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો. પરંતુ ભેંસ બધાને કચડીને જતી રહી. આ દરમિયાન અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. કહેવાય છે કે લાંબા સમય પછી જ્યારે ભેંસ થાકી ગઈ તો તેને બાંધી દેવામાં આવી.

આ પણ વાંચો :-

પહેલાં વરસાદે પાણી.. પાણી.. / સુરતના સણીયા હેમાદમાં ખાડી ઓવરફ્લો થતાં લોકોનાં ઘરમાં પાણી ઘુસ્યાં

0
  • સુરતમાં બે દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે તંત્રની બેદરકારીના કારણે સવર્ત્ર પાણી પાણી દેખાઈ રહ્યા છે.

ખાડીઓના પુરાણ થઈ જવાના કારણે ઓવરફ્લો થઈ રહી છે. સણીયા હેમાદ (Sania Hamad) અને કુંભારીયામાં ઘરમાં પાણી ઘુસી જતાં લોકો પારાવાર પરેશાન થઈ રહ્યાં છે. સાથે જ તંત્રને દોષ દઈ રહ્યાં છે. ઘણા પરિવારોએ પોતાના ઘરના ઘર હોવા છતાં પાણી ઘુસી જતાં બહાર રાતવાસો કરવાની ફરજ પડી છે. તો ઘરવખરી પણ પાણીમાં પલળી ગયા છે.

ખાડી પૂરથી પરેશાની :

સુરતમાં ભારે વરસાદ પડે ત્યારે સામાન્ય રીતે ખાડી પૂર આવતાં હોય છે. જો કે પહેલાં વરસાદમાં જ સાંકડી થઈ ગયેલી ખાડીઓના કારણે ખાડી પૂરની સ્થિતિ સર્જાઈ છે. સણીયા વિસ્તારમાં પાણીના કારણે વાહન વ્યવહાર બંધ થઈ ગયો છે. જ્યારે કુંભારીયામાં ઘરમાં પાણી ઘુસી જતાં લોકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે.

કોઈ પૂછવા આવ્યું નથી :

સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે અમારા ઘરમાં પાણી ઘુસી ગયાં છે. અમે રાતવાસો બહાર કરવા મજબૂર બન્યા છીએ. આ સ્થિતિ ક્યાં સુધી રહેશે એ ખબર નથી. તેમ છતાં અમારી વૈક્લ્પિક વ્યવસ્થા કરવામાં આવી નથી. અમારી સાર સંભાળ લેવા પણ કોઈ આવ્યું નથી. અમારે ક્યાં સુધી આ સ્થિતી રહેશે તે પણ અમને ખબર નથી. અમે નોધારા બની ગયા છીએ.

ઘરમાં પાણી ઘુસ્યા :

કુંભારીયા ગામના પાદર ફળિયામાં આવેલા ૫૦ જેટલા ઘરમાંથી ૨૫ થી ૩૦ ઘરમાં ગળાડૂબ પાણી ભરાઈ ગયા છે. જેને લઈ અહી રહેતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. ઘરો પાણીમાં ગરકાવ થઇ જતા લોકોએ નજીકની સ્કૂલો અને વાડીમાં રાત વીતાવવાનો વારો આવ્યો હતો.

કુંભારિયા ગામના પાદર ફળિયા અને હળપતિ વાસમાં ખાડીના પાણી ઘૂસી ગયા છે. અહીં વસવાટ કરતા ૫૦ જેટલા ઘરના રહીશો ખાડી પૂરની સ્થિતિનો સામનો કરી રહ્યા છે. ૫૦ ઘરમાંથી ૨૫થી ૩૦ ઘરમાં પાણી ઘૂસી ગયા છે.

આ પણ વાંચો :-