Home Blog Page 1043

આર્મી જવાને જીવના જોખમે નદીના ધસમસતા પ્રવાહમાંથી બે લોકોને બચાવ્યા

0
  • રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘરાજા મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. જેના પગલે ઠેરઠેર પાણી ભરાઈ ચૂક્યા છે. અનેક સ્થળોએ ખાના-ખરાબી સર્જાઈ છે.

અનેક સ્થળો પર ગામડાઓના કોઝ વે પરથી ધસમસતો પ્રવાહ પસાર થઈ રહ્યો છે. જેના કારણે ગામડાઓ કપાઈ ચુક્યા છે. જો કે કેટલાક લોકો આવા વહેતા પાણીમાં પણ વાહનો લઈ જઈને ઘરે પહોંચવા માટેની ઉતાવળ કરતા હોય છે. આવો જ એક કિસ્સો ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના કસાણ ગામે બન્યો હતો.

કસાણ ગામના કોઝ વે પર નદીનો ધસમસતો પ્રવાહ પસાર થઈ રહ્યો હતો. ત્યારે અચાનક એક ઈકો ગાડીના ચાલકે પોતાની ગાડી કોઝ વે પર ચલાવી હતી. જો કે મધ રસ્તે અચાનક આ ગાડી બંધ પડી ગઈ હતી. ગાડી ધીરે ધીરે તણાવા લાગી હતી. જેમાં બેઠેલા પાંચ લોકો સમયસર બહાર તો નિકળી ગયા હતા. જો કે તેઓ કિનારે આવે તે પહેલા તણાવા લાગ્યા હતા. ત્રણ લોકો હેમખેમ બહાર નિકળી ગયા હતા. જો કે બે લોકો ધસમસતા પાણીમાં તણાઈ ગયા હતા.

જો કે મહિલા અને યુવાનને મોટી જાગધાર ગામના આર્મી જવાન વિશાલ ડોડિયાએ બંન્નેને બચાવ્યા હતા. આર્મી જવાન હાલ રજા પર હોવાથી તે ભગુડા ધામના દર્શન કરવા માટે ગયો હતો. ત્યારે જ આ ઘટના બનતા તેણે જીવની પરવા કર્યા વગર જ નદીમાં કુદીને બે લોકોના જીવ બચાવ્યા હતા. આર્મી જવાનના દિલધડક રેસ્ક્યુના કારણે બે લોકોના જીવ બચી ગયા છે. જીવતા બચેલા બંન્ને લોકોએ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. મહિલાએ કહ્યું કે, તે ભાઈ અમારા માટે દેવદુત બનીને આવ્યા હતા. અમારો બંન્નેનો જીવ બચાવ્યો હતો.

સ્થળ પર જ હાજર મામલતદાર નિરવ પારિતોષે આર્મી જવાન વિશાલ ડોડિયાને બિરદાવ્યો હતો. તેમણે કહ્યું કે, આર્મી જવાન જ્યાં પણ હોય ક્યારે ઓફ ડયુટી નથી હોતો આ કહેવત છે પરંતુ વિશાલ ડોડિયાએ આ વાતને સાચી કરી બતાવી છે. આજે તેણે બે વ્યક્તિના જીવ બચાવીને જિલ્લા સહિત રાજ્ય અને સમગ્ર દેશનું ગૌરવ વધાર્યું છે. ઈન્ડિયન આર્મી ગમે તેવી સ્થિતિમાં સામાન્ય નાગરિકની સાથે છે તે બાબતનો પરચો આપ્યો છે.

આ પણ વાંચો :-

મહારાષ્ટ્ર બાદ હવે આ રાજ્યમાં પણ ફફડાટ, બહુ જલદી થશે મોટો ‘ખેલ’, આ દિગ્ગજ નેતા ટેન્શનમાં !

0
  • મહારાષ્ટ્રની સાથે સાથે અલગ અલગ રાજ્યોમાં બળવાનો ગણગણાટ જોર પકડી રહ્યો છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે જે મહારાષ્ટ્રમાં થયું તે બહુ જલદી બીજા એક રાજ્યમાં પણ થઈ શકે છે.

મહારાષ્ટ્રની સાથે સાથે અલગ અલગ રાજ્યોમાં બળવાનો ગણગણાટ જોર પકડી રહ્યો છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે જે મહારાષ્ટ્રમાં થયું તે બહુ જલદી બીજા એક રાજ્યમાં પણ થઈ શકે છે. મહારાષ્ટ્રમાં એનસીપી (NCP) ના  બે ફાડિયા પડયા બાદ હવે દેશના અન્ય એક રાજ્યમાં પણ બળવાની અટકળો જોર પકડી રહી છે. એવો દાવો થઈ રહ્યો છે કે આ રાજ્યમાં જલદી મહારાષ્ટ્ર જેવું જોવા મળી શકે છે.

ભાજપના નેતા અને રાજ્યસભા સાંસદ સુશીલ મોદીએ આ અંગે એક મોટો દાવો કર્યો છે. સુશીલ મોદીએ કહ્યું કે નીતિશકુમાર મહારાષ્ટ્રના રાજકીય ભૂકંપથી ડરી ગયા છે અને પોતાના વિધાયકો સાથે વન ટુ વન બેઠક કરી રહ્યા છે. કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ યુપી-બિહારના રાજકારણ અંગે મોટો  દાવો કર્યો છે.

બિહારમાં બનશે મહારાષ્ટ્ર જેવી સ્થિતિ?

ભાજપના સાંસદ સુશીલ મોદીએ કહ્યું કે બિહારમાં પણ મહારાષ્ટ્ર જેવી સ્થિતિ બની શકે છે. જેની શક્યતા જોતા નીતિશકુમારે વિધાયકો સાથે અલગ અલગ વાત કરવાની શરૂ કરી દીધી છે. સુશીલ મોદીએ એમ પણ કહ્યું કે શરદ પવારની પાર્ટી એનસીપીમાં વિદ્રોહ વિપક્ષની એક્તાની પટણા બેઠકનું પરિણામ છે. જેમાં રાહુલ ગાંધીને પ્રોજેક્ટ કરવા માટે જમીન તૈયાર થઈ રહી હતી.

રાજકારણમાં ઉલટફેરની ભવિષ્યવાણી :

મહારાષ્ટ્રમાં થયેલી ઉથલપાથલ બાદ કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ અન્ય રાજ્યોમાં પણ આ પ્રકારની ફૂટ પડવાનો દાવો કર્યો છે. તેમનો દાવો છે કે બિહારથી નીતિશકુમાર અને યુપીથી જયંત ચૌધરી જલદી NDA નો ભાગ બની શકે છે.

આ પણ વાંચો :-

Aadhaar Card સાથે લિન્ક ન કરવા પર Pan Card થઈ ગયું છે બ્લોક, તો એક્ટિવેટ કરવા ફોલો કરો આ સ્ટેપ્સ

0
  • ૨૮ માર્ચ ૨૦૨૩ ના રોજ સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ દ્વારા એક સૂચના જારી કરવામાં આવી હતી. આ નોટિફિકેશનમાં જણાવવામાં આવ્યું હતું કે વ્યક્તિ કેવી રીતે પોતાનું પાન કાર્ડ એક્ટિવેટ કરાવી શકે છે.

પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની છેલ્લી તારીખ 30 જૂન 2023 હતી. સરકારે આ વખતે લિંક કરવાની તારીખ લંબાવી નથી. આવી સ્થિતિમાં એવા લોકોની સામે મોટી સમસ્યા ઉભી થઈ છે જેમણે હજુ સુધી આધાર કાર્ડને પાન કાર્ડ સાથે લિંક નથી કરાવ્યું. આવા લોકોના પાન કાર્ડ 1લી જુલાઈથી બેકાર થઈ ગયા છે. ચાલો જાણીએ કે પાન કાર્ડ ફરીથી કેવી રીતે એક્ટીવ કરી શકાય.

૨૮ માર્ચ ૨૦૨૩ ના રોજ સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ દ્વારા એક સૂચના જારી કરવામાં આવી હતી. આ નોટિફિકેશનમાં જણાવવામાં આવ્યું હતું કે વ્યક્તિ કેવી રીતે પોતાનું પાન કાર્ડ એક્ટિવેટ કરાવી શકે છે. નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું હતું કે ૧૦૦૦ રૂપિયાની પેનલ્ટી ભર્યા પછી ઓથોરીટીઝને આધાર કાર્ડની સુચના આપીને ૩૦ દિવસની અંદર પાન કાર્ડને ફરીથી એક્ટીવ કરી શકાય છે.

જો કોઈ વ્યક્તિ ૯મી જુલાઈના રોજ દંડ ભર્યા પછી પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની રીક્વેસ્ટ સબમિટ કરે છે. તો તેનું પાન કાર્ડ ૯મી ઓગસ્ટના રોજ અથવા તે પહેલાં એક્ટીવ થઈ જશે. ધ્યાનમાં રાખો કે આ રીક્વેસ્ટના સમયગાળા દરમિયાન પણ પાન કાર્ડ નિષ્ક્રિય રહેશે.

આજના સમયમાં FD થી લઈને ડીમેટ ખાતું ખોલાવવા સુધી દરેક જગ્યાએ પાન કાર્ડ જરૂરી છે. આ સિવાય જો PAN કાર્ડ નિષ્ક્રિય હશે તો તમારી પાસેથી વધુ TDS અથવા TCS કાપવામાં આવશે. તે જ સમયે PAN પર કોઈ રિફંડ ઉપલબ્ધ રહેશે નહીં.

આ પણ વાંચો :-

સવારના વાતાવરણમાં માત્ર ૩૦ મિનિટ કરેલી વોકથી શરીરને થશે આ ૩ ગજબના ફાયદા

0
  • કેટલાક લોકોની જીવનશૈલી વ્યસ્તતાભરેલી હોય છે જેના કારણે તેઓ વોક કરવા માટે સમય કાઢી શકતા નથી. જો કે આજે તમને જે વાત જણાવવા જઈ રહ્યા છે તેને જાણ્યા બાદ તમે વ્યસ્ત જીવનશૈલીમાંથી પણ સમય કાઢી સવારે ૩૦ મિનિટ વોક કરવાનું શરુ કરી દેશો.

 ચાલવું એક ઉત્તમ કસરત છે. સ્વાસ્થ્ય સારું રાખવા માટે રોજ ૫૦૦૦ ડગલાં ચાલવાની સલાહ આપવામાં આવે છે. ખાસ કરીને જે લોકો સ્વાસ્થ્ય પ્રત્યે સભાન હોય છે તેઓ મોટાભાગે સવારે વહેલા ચાલવાનું પસંદ કરે છે. પરંતુ કેટલાક લોકોની જીવનશૈલી વ્યસ્તતાભરેલી હોય છે જેના કારણે તેઓ વોક કરવા માટે સમય કાઢી શકતા નથી. જો કે આજે તમને જે વાત જણાવવા જઈ રહ્યા છે તેને જાણ્યા બાદ તમે વ્યસ્ત જીવનશૈલીમાંથી પણ સમય કાઢી સવારે 30 મિનિટ વોક કરવાનું શરુ કરી દેશો.

સવારે વોક કરવાના ફાયદા :

સ્ટેમિના વધે છે

જો તમે રોજ સવારે ૩૦ મિનિટ ચાલો છો તો તેનાથી ફેફસાંની ક્ષમતા વધે છે અને પછી તમે શરીરમાં વધુ ઓક્સિજન લઈ શકો છો. તેનાથી શ્વાસોશ્વાસની પ્રક્રિયા સુધરે છે અને તમારો સ્ટેમિના પણ વધી જાય છે. નિયમિત વોક શરુ કર્યા પછી સીડી ચડવામાં કે દોડતી વખતે તમને શ્વાસ નહીં ચઢે.

વજન ઘટાડવામાં મદદ મળે છે :

સ્થૂળતા એ ઝડપથી ફેલાતી સમસ્યા છે. ઘણા લોકોની શારીરિક પ્રવૃત્તિ એટલી ઓછી હોય છે કે તેમનું વજન ઝડપથી વધી જાય છે. ખાસ કરીને પેટ અને કમરની ચરબી વધી જાય તો તેને ઘટાડવું મુશ્કેલ થઈ જાય છે. તેનાથી બચવા માટે રોજ સવારે ચાલવા માટે સમય કાઢવો જ જોઈએ.

હૃદયનું સ્વાસ્થ્ય સુધરશે :

જે લોકો નિયમિત મોર્નિંગ વોક કરે છે તેઓ કોરોનરી આર્ટરી ડિસીઝ, ટ્રિપલ વેસલ ડિસીઝ, હાર્ટ એટેક અને હાર્ટ ફેલ્યોરનું જોખમ ઘણે અંશે ઘટાડે છે. કારણ કે નિયમિત ૩૦ મિનિટ લોહી કરવાથી ધમનીમાં જામેલી ચરબી ઘટે છે. જેનાથી હૃદય સુધી રક્ત બરાબર પહોંચે છે અને હૃદય સ્વસ્થ રહે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ગુજરાત ગાર્ડિયન તેની પુષ્ટિ કરતું નથી.)

આ પણ વાંચો :-

૦૩ જુલાઈ / આવકમાં વૃદ્ધિ, યાત્રાથી સાવધાન : કઈ રાશિના જાતકોને આજે ઘી-કેળાં, તો કોને થશે નુકસાન, જાણો શું કહે છે આજનું રાશિ ભવિષ્ય

મેષઃ મનોબળ મજબૂત બનતું જણાય. આનંદ-ઉત્સાહમાં વધારો થતો જણાય. નિર્ણય શક્તિ મજબૂત બનતાં અગત્યના નિર્ણયો યોગ્ય રીતે લેવાય. આવકમાં વધારો થતો જણાય. ભાગ્ય પણ મજબૂત થતાં પ્રસન્‍નતા અનુભવાય.

વૃષભઃ મનમાં પ્રસન્‍નતા અનુભવાય. આવકનું પાસુ મજબૂત બનતું જણાય. નાના ભાઈ બહેનોની પ્રગતિથી આનંદ થાય. જમણી આંખની કાળજી રાખવી. નવા રોકાણો મુલતવી રાકવા. નોકરી-ધંધા બાબતે મિશ્ર ફળ મળતું જણાય.

‌મિથુનઃ નાણાંકીય ક્ષેત્રે ફાયદો થતો જણાય. પૈસાની છૂટ વર્તાય. કાર્યમાં સફળતા. ભાગીદારીના ધંધામાં પ્રગતિ થાય. જમીન-મિલકત અંગેના વ્યવહારો આજે ટાળવા. દામ્પત્ય સુખમાં વૃદ્ધિ થતી જણાય.

કર્કઃ દિવસ દરમિયાન માનસિક ચિંતા રહે. આવકમાં વધારો થતો જણાય. સ્વાસ્થ્યની કાળજી રાખવી. શરદી, કફથી સાચવવું. વૈવાહિક જીવનમાં પ્રેમ જળવાશે. મિત્રો તરફથી લાભ.

‌સિંહઃ નાણાંની વખતસર હેરફેર થતી જણાય. મિત્રોનો સાથ સહકાર મળતો જણાય. ધંધાકીય બાબતો અંગે લીધેલા નિર્ણયો સફળ બનતા જણાય. સંતાન સંબંધી ચિંતા રહે. ખોટા વિચારો કરવાથી દૂર રહેવું.

કન્યાઃ નસીબ બળવાન બનતું હોવાને કારણે આવકમાં વૃદ્ધિ શક્ય બને. પરિવારમાં મતભેદ થવાના યોગ બને છે. માતૃસુખ ઉત્તમ, નવા વાહનની ખરીદી શક્ય બને. નોકરી-ધંધાકીય ક્ષેત્રે સફળતા મળશે.

તુલાઃ નસીબનો સાથ ઓછો મળતાં આવક માટે વધુ મહેનત કરવી જરૂરી બનશે. પરિવારના તમામ સભ્યોની પ્રગતિથી મન આનંદમાં રહેશે. કાર્યમાં સફળતા મળશે. તંદુરસ્તી જળવાશે. મિત્રોનો સાથ મળતો જણાતો નથી.

વૃ‌‌‌શ્ચિકઃ આવકમાં વધારો થતો જણાય. પરિવારમાં સુખ શાંતિ બરકરાર રહેશે. સ્થાવર જંગમ મિલકત અંગે ફાયદો થતો જણાશે. સંતાન તરફથી સારા સમાચાર મળે. દામ્પત્ય સુખમાં આનંદની અનુભૂતિ જણાય.

ઘનઃ માનસિક શાંતિ વધતી જણાય. ગઈકાલના પ્રમાણમાં વિચારોમાં હકારાત્મકતા જણાય. આરોગ્ય સુધરતું જણાય. કાર્યક્ષેત્રે પણ સફળતા મળતી જણાય. સાંસારિક જીવનમાં આનંદની લાગણી પેદા થાય. ભાગ્ય વૃદ્ધિ થતી જણાય.

મકરઃ આવક જાવકનું પાસુ સરભર થતું જણાય. મનની ઉચ્ચકોટીની ભાવના પેદા થાય. નાણાંનો બગાડ અટકાવવો. જીવનસાથી સાથે વાદવિવાદ ટાળવો. નોકરીમાં થોડો અસંતોષ રહે. ધંધાકીય બાબતમાં સફળતા મળતી જણાય.

કુંભઃમનોબળ મજબૂત બનતું જમાય. પોતાનું જ ધાર્યું કરવાની ઈચ્છા પ્રબળ બને. આવક વધતી જણાય. માતૃપક્ષ તરફથી સારા સમાચાર મળે. સંતાનની ચિંતા રહે. આરોગ્ય જળવાશે. મિત્ર વર્તુળમાં વધારો થાય તથા તેમની સહાય મળતી જણાય.

મીનઃ નોકરીમાં ટાર્ગેટ પૂરા થતા જણાય. નવો ધંધો શરૂ કરી શકાય અને હાલના ધંધામાંથી ફાયદો મેળવી શકાય. માતાનો સહકાર મળતો જણાય. યશ, પ્રતિષ્ઠામાં વધારો થાય. હાડકાનો દુઃખાવો પરેશાન કરે. ખોટા ખર્ચ વધી ન જાય એનું ધ્યાન રાખવું.

આ પણ વાંચો :-

 ચાલુ સરકારી બસમાં યુવતી સાથે રંગરેલિયા મનાવી રહ્યો હતો કંડક્ટર, વાયરલ થયો વીડિયો

0
  • ઉત્તરપ્રદેશના હાથરસ ડેપ્ટની રોડ બસમાં કંડક્ટરનો યુવતી સાથે ખરાબ કામ કરતો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો લગભગ ૧૦ દિવસ જૂનો છે. વીડિયો વાયરલ થયા બાદ વિભાગે બસ ડ્રાઈવર અને કંટક્ટરને નોકરીમાંથી કાઢી મુક્યા છે.

ઉત્તર પ્રદેશના હાથરસ જિલ્લામાં ચાલતી રોડવેઝ બસમાં કંડક્ટર દ્વારા એક યુવતી સાથે રંગરેલિયા મનાવવાનો વીડિયો વાયરલ થયા બાદ લોકોએ તેની આકરી પ્રતિક્રિયા આપી હતી. આ વીડિયો બસમાં બેઠેલા એક મુસાફરે બનાવ્યો છે. આ વાયરલ થયા બાદ વિભાગે કાર્યવાહી કરી અને ડ્રાઈવર અને ઓપરેટરની સેવાઓ સમાપ્ત કરી દીધી છે.

હાથરસ ડેપોની રોડવેઝ બસ અલીગઢથી લખનૌ જઈ રહી હતી. કંડક્ટર બસમાં યુવતી સાથે રંગરેલિયા મનાવી રહ્યો હતો. કંડક્ટર ચાલતી બસમાં ખોટું કામ કરતો હતો. એક મુસાફરે તેનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. વીડિયો બનાવતી વખતે ઓપરેટરનો મુસાફર સાથે ઝઘડો થયો હતો. તેનો વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. ઘટના ૧૦ દિવસ જૂની હોવાનું કહેવાય છે. વીડિયો વાયરલ થયા બાદ ARMએ બસના ડ્રાઈવર અને કંડક્ટરની સેવાઓ સમાપ્ત કરી દીદી છે.

વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે હાથરસથી લખનૌ જઈ રહેલી બસમાં કંડક્ટર ડ્રાઈવરની પાછળની સીટ પર એક યુવતી સાથે વાંધાજનક સ્થિતિમાં બેઠો છે. બંનેએ ધાબળો ઓઢી રાખ્યો છે. આ દરમિયાન ૨-૩ મુસાફરો તેમની પાસે પહોંચી ગયા અને વીડિયો બનાવવા લાગ્યા. આ જોઈને ઓપરેટર પોતાનો ગુસ્સે થયો હતો. તે  મોબાઈલ છીનવવાનો પ્રયાસ કરે છે.

એક મુસાફરનું કહેવું છે કે તે છેલ્લા ૨ કલાકથી ચાલી રહી છે. આલમબાગ પહોંચ્યા બાદ ફરિયાદ કરીને કાર્યવાહી કરવામાં આવશે. ૧ મિનિટ ૨૬ સેકન્ડના વીડિયોમાં કંડક્ટર અને યાત્રીઓ વચ્ચે ઝઘડો જોવા મળી રહ્યો છે.

ડ્રાઈવર બસ ચલાવતો રહ્યો અને એક મુસાફર કહી રહ્યો છે કે અડધો કલાકમાં આલમબાગ બસ સ્ટેન્ડ આવવાનું છે. તેના પરથી અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ ઘટના લખનૌની આસપાસ બની હતી. હાથરસ ડેપોના એઆરએમ શશી રાનીનું કહેવું છે કે વીડિયો લગભગ 10 દિવસ જૂનો છે. મુસાફરની ફરિયાદને ધ્યાને લઈને ડ્રાઈવર અને કંડક્ટરનો કોન્ટ્રાક્ટ ખતમ કરી દેવામાં આવ્યો છે. સમગ્ર પ્રકરણની તપાસ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો :-

૦૨ જુલાઈ / કોઈપણ જાતનો ખોટો વિચાર નુકસાન કરાવશે, આ રાશિના જાતકો રવિવાર સાચવી લે, જુઓ આજનું રાશિ ભવિષ્ય

મેષઃ
સ્વભાવમાં ગુસ્સાનો અનુભવ થાય. દિવસ દરમિયાન આળસ રહે. આર્થિક પાસુ મજબૂત થાય. પરિવારમાં વાદવિવાદથી દૂર રહેવું. શરદી-કફનો ઉપદ્રવ રહેતો જણાય. માતાની તબિયતની ચિંતા રહે. વાહન સાચવીને ચલાવવું.

વૃષભઃ
દિવસ દરમિયાન આનંદનો અનુભવ થાય. સારા સમાચાર સાંભળવા મળે. નાણાંકીય બાબતોમાં લાભ મળતો જણાય. બપોર બાદ આવક ઘટતી જણાય. પ્રિયપાત્રનું મિલન શક્ય બને. દામ્પત્ય સુખમાં આનંદ.

મિથુનઃ
સ્વભાવમાં જીદનું પ્રમાણ વધે. ખોટા વિચારો મગજ ઉપર હાવી થાય. કાર્યક્ષેત્રે સફળતા હાંસલ થાય. નોકરીયાત વર્ગને આનંદ, ધંધાવાળાએ સાચવવું. બ્લડપ્રેશરના દર્દીએ વિશેષ કાળજી રાખવી જરૂરી.

કર્કઃ
દિવસની શરૂઆત આનંદથી થતી જણાય. બપોર બાદ મન અશાંત રહેતું જણાય. વિદ્યા અભ્યાસમાં મન એકાગ્ર રહેતું જણાય. સંતાનની પ્રગતિથી આનંદ અનુભવાય. બપોર બાદ આરોગ્ય ક્ષેત્રે સાવધાની જરૂરી.

સિંહઃ
દિવસ દરમિયાન આનંદ ઉત્સાહ, તાજગીનો અનુભવ થાય. નવા વાહનની ખરીદ શક્ય બને. નાણાંકીય વ્યવહારોમાં સાવધાની રાખવી જરૂરી. માતૃપક્ષ તરફથી સુખાકારી જળવાય. સારા સમાચાર મળે.

કન્યાઃ
પરોપકાર, દાન કરવાની ભાવના પ્રબળ બને. વાણીના પ્રભાવ થકી સફળતતા મળતી જણાય. પરિવારમાં સ્નેહ વધે. નવા વાહનની ખરીદી શક્ય બને. માતાની તબિયતનું ધ્યાન રાખવું. આરોગ્ય જળવાશે.

તુલાઃ
દિલમાં અજંપો વર્તાય. આવક વધતી જણાય. પરિવારના સભ્યોની તબિયતની કાળજી રાખવી જરૂરી. સ્થાવર-જંગમ મિલકત અંગેના વ્યવહારોમાં સાવધાની રાખવી જરૂરી. ભાગ્યનો સાથ મળતો જણાય.

વૃશ્ચિકઃ
મન ચંચળ રહે. ખોટા વિચારો મનનો કાબુ લેતા જણાય. નાણાંકીય બાબતો અંગે અસંતોષ રહે. જીવનસાથી સાથે પ્રેમની અનુભૂતિ થાય. પ્રિયપાત્ર સાથે વાત કરવાના સંયોગ ઉભા થતા જણાય.

ધનઃ
દિવસ દરમિયાન મુંઝવણનો અનુભવ થાય વિચારવાયુ વધારે રહે. ખોટા વિચાર આવે. આર્થિક ફાયદો થતો જણાય. શરીરમાં ઢીલાશ અનુભવાય. હાલની પરિસ્થિતિને અનુલક્ષીને બહાર નીકળવાનું ટાળવું.

મકરઃ
આનંદ ઉત્સાહનું વાતાવરણ પેદા થાય. નવું કામ કરવાની ઈચ્છા પ્રબળ બને. પરિવારમાં શાંતિ જળવાય. આવક પણ વધતી જણાય. મિત્રો તરફથી સારા સમાચાર અને સહકાર મળતો જણાય. સ્વાસ્થ્ય સારું રહે.

કુંભઃ
માનસિક ચિંતા રહે. ખર્ચનું પ્રમાણ વધતું જણાય. ધંધા સંબંધી ચિંતા રહે. નોકરીયાતને ઉપરી અધિકારીથી ઠપકો સાંભળવો પડે. માતા વૃદ્ધ હોય તો તબિયત સાચવવી. દિવસ શાંતિથી પસાર કરી દેવો.

મીનઃ
આવકનું પ્રમાણ વધવાથી દિવસ દરમિયાન આનંદ વધે. નાના ભાઈ બહેન સાથે વાદવિવાદ ટાળવો. ભાગ્યનો સાથ મળે. મિત્રો તરફથી સાથ સહકાર મળતો જણાય. આંખ અને કમરનાં દુઃખાવાથી સાચવવું.

આ પણ વાંચો :-

માલદીવમાં પતિ સાથે હનીમૂન મનાવી રહી છે બોલિવૂડની ખૂબસૂરત અભિનેત્રી, શેર કરી રોમેન્ટિક તસવીરો

  • સોનાલી સહગલ હનીમૂન સોનાલી સહગલે લગ્ન કર્યા પછી સેટલ થઈ ગઈ છે. તેણે ૦૭મી જૂને લાંબા સમયથી બોયફ્રેન્ડ બિઝનેસમેન આશિષ સજનાની સાથે લગ્ન કર્યા હતા. લગ્નના લગભગ ૨૦ દિવસ બાદ અભિનેત્રી માલદીવમાં પતિ સાથે હનીમૂન માણતી જોવા મળી હતી.

બોલિવૂડ અભિનેત્રી સોનાલી સહગલે તાજેતરમાં તેના લાંબા સમયથી બોયફ્રેન્ડ બિઝનેસમેન આશિષ સજનાની સાથે લગ્ન કર્યા છે. લગ્નના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. લગ્નના લગભગ 20 દિવસ બાદ અભિનેત્રી માલદીવમાં પતિ સાથે હનીમૂન માણી રહી છે.

સોનાલી માલદીવમાં મનાવી રહી છે હનીમૂન  :

સોનાલી સહગલે તેના ઈન્સ્ટાગ્રામ પર ઘણી તસવીરો શેર કરી છે. તસવીરોમાં લવબર્ડ્સ ક્રુઝ પર આરામ કરતા જોવા મળે છે. આ દરમિયાન સોનાલી પિંક અને વ્હાઈટ કલરના સ્લિટ ગાઉનમાં જોવા મળી રહી છે. આ દેખાવને વધુ સુંદર બનાવવા માટે તેણે હેર બન બનાવ્યો છે. તો ત્યાં તેનો પતિ આશિષ જાંબલી અને સફેદ કલરના શર્ટમાં જોવા મળી રહ્યો છે.

અભિનેત્રીએ ફ્લોન્ટ કર્યું કે મંગળસૂત્ર :

અભિનેત્રી આ લુક સાથે તેના મંગળસૂત્ર અને વીંટી પણ ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. સોશિયલ મીડિયા પર ચાહકો આ તસવીરોને પસંદ કરી રહ્યા છે અને તેમની ખૂબ પ્રશંસા પણ કરી રહ્યા છે.

પ્યાર કા પંચનામા' ફેમ Sonnalli Seygall લગ્નના બંધનમાં બંઘાઈ, બિઝનેસમેન સાથે  લીધા સાત ફેરા/ sonnalli seygall got married with boyfriend ashesh sajnani  photos goes viral

૫ વર્ષ સુધી ડેટિંગ કર્યા પછી લગ્ન કર્યા :

તમને જણાવી દઈએ કે સોનાલી અને આશિષ છેલ્લા પાંચ વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. જો કે સોનાલીએ આ સંબંધને ગુપ્ત રાખ્યો હતો. કારણ કે સોનાલી તેની અંગત જીવન વિશે કોઈને કહેવા માંગતી ન હતી.

અભિનેત્રી આ ફિલ્મોમાં જોવા મળી છે :

સોનાલી સહગલ ‘પ્યાર કા પંચનામા ૨’ થી ચર્ચામાં આવી હતી. સોનાલી લગભગ ૧૨ વર્ષથી હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં છે. જો કે હજુ સુધી તેને કોઈ સફળતા મળી નથી. વર્ષ ૨૦૧૧માં તેણે પ્યાર કા પંચનામાથી ડેબ્યૂ કર્યું હતું.

આ પછી તે વેડિંગ પુલાવ, પ્યાર કા પંચનામા ૨, જય મમ્મી દી જેવી ફિલ્મોમાં જોવા મળી છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો સોનાલી ટૂંક સમયમાં નૂરાની ચેહરામાં જોવા મળશે. તેમાં નવાઝુદ્દીન સિદ્દીકી અને નુપુર સેનન મુખ્ય ભૂમિકામાં છે.

આ પણ વાંચો :-

 

આ રસ્તા પરથી નીકળતા પહેલા રહો સાવધાન, ભારે વરસાદના કારણે રાજ્યમાં આટલા હાઈવે છે બંધ

0
  • રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. ચોમાસાની શરૂઆતમાં જ વરસાદનું રોદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે. ત્યારે વરસાદને પગલે અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે. વરસાદને લઈને રાજ્યમાં ૨૧૮ રસ્તા બંધ થયા છે. આ સાથે જ રાજ્યમાં ૯ સ્ટેટ હાઈવે પણ બંધ છે.

રાજ્યમાં વરસાદની સ્થિતિને લઈ તંત્ર એક્શનમોડ પર આવ્યું છે. આ દરમિયાન રાજ્યમા ભારે વરસાદના પગલે ૨૧૮ રસ્તા બંધ થયા છે. જ્યારે ૯ સ્ટેટ હાઈવે વરસાદના કારણે બંધ થયા છે. આ સાથે પંચાયત હસ્તકના 198 રોડ બંધ થયા છે. જ્યારે ૧૧ અન્ય માર્ગો બંધ થયા છે. સૌથી વધુ રસ્તા નવસારીમાં ૬૭ માર્ગો બંધ થયા છે. વલસાડમાં ૫૪ રસ્તા બંધ થયા. તાપી જીલ્લામાં ૨૨ રસ્તા બંધ થયા. સુરત જીલ્લામાં ૨૫ રસ્તા બંધ થયા છે. જ્યારે ડાંગ જિલ્લામાં ૧૪ માર્ગો બંધ થયા છે. જુનાગઢ જીલ્લામાં ૧૩ રસ્તા બંધ થયા છે.

રાજ્યમાં ભારે વરસાદને લઈ વાહન વ્યવહાર પર ભારે અસર પડી છે.  આ દરમિયાન રાજ્યમાં વરસાદના કારણે એસટી બસના રુટને પણ અસર થઈ છે. રાજ્યમા કુલ ૩૨ રૂટ રદ કરવામાં આવ્યા છે. એસટી બસના ૩૨ રૂટની ૧૦૪ ટ્રીપ વરસાદના કારણે બંધ થયા છે.

જેમાં સૌથી વધુ જામનગરમા ૨૭ રૂટ પર ૬૪ ટ્રીપ રદ કરવામાં આવી છે. જુનાગઢમાં ૩૧ ટ્રીપ રદ કરવામાં આવી છે. દેવભૂમિ દ્વારકામાં ૩ રૂટ પર પાંચ ટ્રીપ રદ કરવામાં આવી છે. આ ઉપરાંત સુરેંદ્રનગર ૨ રુટ પર ૪ ટ્રીપ રદ કરવામાં આવી છે.

આ પણ વાંચો :-

 

આ શહેરોમાં કોઈ સગા હોય તો ટમેટાનું પાર્સલ મંગાવી લો, અહીં આજે પણ ટમેટાનો ભાવ છે માત્ર ૨૫ રૂપિયા

0
  • ટમેટાના વધેલા ભાવથી દેશભરમાં હાહાકાર મચી ગયો છે. ગૃહિણીઓનું તો બજેટ જ ખોરવાઈ ગયું છે. ગુજરાત સહિત અનેક રાજ્યોમાં ટમેટા ૧૨૦ રૂપિયા પ્રતિ કિલો સુધીના ભાવે વેંચાઈ રહ્યા છે. પરંતુ શું તમે જાણો છો કે ભારતભરમાં જે ટમેટાનો ભાવ ભડકે બળે છે તે ટમેટા કેટલાક શહેરોમાં આજે પણ ૨૫ થી ૫૦ રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેંચાય છે ?

૧૦ દિવસ પહેલા જે ટમેટા બજારમાં ૩૦ થી ૪૦ રૂપિયા કિલોના ભાવે મળતા હતા તે ટમેટાએ હવે દેશના મોટાભાગના શહેરોમાં સદી ફટકારી છે અને ૧૦૦ થી ૧૨૦ રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેંચાય છે. ટમેટાના વધેલા ભાવથી દેશભરમાં હાહાકાર મચી ગયો છે. ગૃહિણીઓનું તો બજેટ જ ખોરવાઈ ગયું છે.

ગુજરાત સહિત અનેક રાજ્યોમાં ટમેટા ૧૨૦ રૂપિયા પ્રતિ કિલો સુધીના ભાવે વેંચાઈ રહ્યા છે. પરંતુ શું તમે જાણો છો કે ભારતભરમાં જે ટમેટાનો ભાવ ભડકે બળે છે તે ટમેટા કેટલાક શહેરોમાં આજે પણ ૨૫ થી ૫૦ રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેંચાય છે ?

યુપીના ઘણા શહેરોમાં ટમેટા ૧૦૦ થી ૧૨૦ રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેંચાઈ રહ્યા છે. જ્યારે દેહરાદૂનમાં ૮૦, કોલકાતામાં ૯૦ અને બેંગલુરુમાં લગભગ ૭૦ રૂપિયા પ્રતિ કિલોના ભાવે ટમેટા મળે છે. હૈદરાબાદમાં તો ટમેટાના ભાવ આ શહેરોની સરખામણીમાં સાવ ઓછા છે. મીડિયા અહેવાલ અનુસાર હૈદરાબાદમાં ટમેટા ૨૫ રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યા છે. જ્યારે પૂણેમાં ટમેટાના ભાવ ૪૦ રૂપિયા જેટલા છે.

ટમેટાના વધેલા ભાવથી લોકો તોબા પોકારી ગયા છે તેવામાં કેન્દ્ર સરકારે જણાવ્યું છે કે આગામી ૧૫ દિવસમાં ટમેટાના ભાવ સ્થિર થવાની સંભાવના છે. સરકારી અધિકારીઓનું કહેવું છે કે ઉપરથી ટમેટાનો નવો પાક આવવા લાગશે એટલે ભાવમાં ઘટાડો થઈ જશે.

આ પણ વાંચો :-