Home Blog Page 1042

૦૪ જુલાઈ / સિંહ, કર્ક સહિત આ રાશિના જાતકોનો મંગળવાર શુભ રહેશે, આર્થિક અને પારિવારિક લાભ પાક્કો, જુઓ આજનું રાશિ ભવિષ્ય

0
મનોબળ વધતુ જણાય. આર્થિક ક્ષેત્રે પ્રગતિ થતી જણાય. સંતાન ની ચિંતા હળવી થતી જણાય. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. બપોર પછી આવકનું પ્રમાણ ઘટે. માતાની તબિયત નું ધ્યાન રાખવું પોતાનું આરોગ્ય સાચવવું.
વૃષભઃ
સ્થાવર જંગમ મિલકતથી લાભ મેળવી શકાય. નવા વાહનની ખરીદી શક્ય બને. ટ્રાવેલીંગ, ઠંડા પીણા ના ધંધામાં લાભ. સંતાનની પ્રગતિથી આનંદ થાય. સ્વાસ્થ્ય સારૂં રહે. ધંધાકીય ક્ષેત્રે સફળતા.
પરિવાર માં પ્રેમ જળવાય. કુટુંબના સભ્યોના પ્રશ્નો નો ઉકેલ મળતો જણાય. આવકનું પ્રમાણ જળવાય. બપોરબાદ સ્થાવર જંગમ મિલકત થી લાભ. અગત્યના ધંધાકીય નિર્ણયો બપોર પછી લેવા હિતાવહ.
કર્કઃ
સ્વભાવમાં ઉગ્રતા જણાય. સિધ્ધાંતવાદી વલણ પેદા થાય. આર્થિક ઇષ્ટ એ તથા પારિવારિક રીતે દિવસ દરમ્યાન
આનંદ. દામ્પત્ય જીવનમાં મધુરતાનો અનુભવ થાય. આકસ્મિક ધનલાભ શક્ય બને.
સ્વભાવમાં નમ્રતા વર્તાય. વિજાતિય વ્યક્તિ તરફ આકર્ષણ વધે. કુદરતનું સાનિધ્ય માણવાનો યોગ બને છે. શેર બજાર કેમીસ્ટ, એડવોકેટ, તેમજ સેનેટરીને લગતા ધંધામાં વિશેષ લાભ. દામ્પત્ય ક્ષેત્રે આનંદ.
કન્યાઃ
સ્વતંત્ર મિજાજ રહે. અનિયમિતતા તથા ભોજન માં બેદરકારી વર્તાય. બપોર સુધી આવક સામાન્ય ત્યાર બાદ આવક વધે. એંજીનીયરીંગ, ખાણ, પથ્થર, મીઠાઇ ના ધંધા માં લાભ મળતો જણાય. આંખની કાળજી રાખવી જરૂરી.
બપોર સુધી આવક જળવાય. બપોરબાદ આવકનું પ્રમાણ ઘટે. આરોગ્ય સાચવવું. આગત્યના નિર્ણયો બપોર સુધીમાં લઈ લેવા. પિતા ની તબિયત સાચવવી. યશ, પ્રતિષ્ઠા વધે. ભાગ્યનો સાથ મળે.
વૃષિકઃ
નોકરી ધંધામાં પ્રગતિ થતા આવકમાં વધારો થાય. મિત્રો નો સાથ સહકાર મળતો જણાય. નવા મિત્રો બનતા જણાય. પરિવાર ના સભ્યો વચ્ચે મતભેદ ટાળવા. ચામડીના રોગો તથા સ્નાયુ ના દુઃખાવા થી સાચવવું.
પરોપકાર ની ભાવના પેદા થાય. જાહેર જીવનમાં સક્રીય થઇ શકાય. ભાગ્યનો સાથે મળતાં ધંધાકીય ક્ષેત્રે સફળતા મળતી જણાય. યાત્રા-પ્રવાસ નો આનંદ લઇ શકાય. નકારાત્મક વિચારો ટાળવા.
મકરઃ
દિવસ દરમ્યાન ઉદાસીનતા જણાય. જીવનસાથી સાથે વાદ-વિવાદ ટાળવા. જીવનસાથીની તબિયત નું ધ્યાન રાખવું ધંધાકીય ક્ષેત્રે સાવધાની જરૂરી. માન-સન્માન ને હાનિ પહોંચે એવા પ્રસંગનું નિર્માણ થાય. આરોગ્ય જળવાય.
વૈવાહિક જીવનમાં આનંદ વર્તાય. નાણાંનો બગાડ અટકાવવો. કરેલા રોકાણો સફળ થતા જણાય. દામ્પત્ય જીવનમાં આનંદ વર્તાય. શરદી ખાંસી, તાવથી પરેશાની રેહ. નાણાં ઉછીના આપવા કે લેવા નહીં.
મીનઃ
મનોબળ મજબૂત બને. બપોરબાદ આવક જળવાય. પરિવારમાં સુખ શાંતિનો અનુભવ થાય. કાર્યક્ષેત્રે સફળતા મળે. દામ્પત્ય સુખમાં વૃદ્ધિ થતી જણાય.
આ પણ વાંચો :-

પાંચ રૂપિયાના બિસ્કિટ માટે વિદ્યા બાલને ફાઈવ સ્ટાર હોટલ બહાર માંગી હતી ભીખ, ખુદ કર્યો ખુલાસો

  • વિદ્યા બાલન હાલમાં તેની આગામી ક્રાઈમ થ્રિલર ફિલ્મ ‘નિયત’ના પ્રમોશન દરમિયાન ખુલાસો કર્યો હતો કે એકવાર તેણે મુંબઈની એક ફાઈવ સ્ટાર હોટલની સામે ભિખારીની એક્ટિંગ કરી હતી.

વિદ્યા બાલન ઘણા દિવસોથી ફિલ્મી દુનિયાથી અંતર બનાવી રાખ્યું છે પણ હાલ અભિનેત્રી વિદ્યા બાલન હાલમાં તેની આગામી ક્રાઈમ થ્રિલર ફિલ્મ ‘નિયત‘ના પ્રમોશનમાં વ્યસ્ત છે. તાજેતરમાં ફિલ્મ નિયતનું જોરદાર પ્રમોશન કરી રહી છે. ફિલ્મના પ્રમોશન દરમિયાન અભિનેત્રી પોતાની પ્રોફેશનલ અને પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં રહી છે.

પ્રમોશન દરમિયાન વિદ્યા બાલને ખુલાસો કર્યો હતો કે એકવાર તેણે મુંબઈની એક ફાઈવ સ્ટાર હોટલની સામે ભિખારીની એક્ટિંગ કરી હતી અને તે પણ જીમ જામ બિસ્કીટના પેકેટ માટે. વિદ્યા બાલને ઈન્ટરવ્યુમાં કહ્યું કે અમે IMG એટલે કે ઈન્ડિયન મ્યુઝિક ગ્રુપ હતા.

તેઓ દર વર્ષે શાસ્ત્રીય સંગીત સમારોહ, ભારતીય ક્લાસિક મ્યુઝિક કોન્સર્ટનું આયોજન કરતા હતા. આ કોન્સર્ટ ત્રણ દિવસ સુધી આખી રાત ચાલ્યો. અમે કોન્સર્ટના આયોજનમાં મદદ કરતા અને રાત્રે જ્યારે શો પૂરો થતો ત્યારે અમે નરીમન પોઈન્ટ પર ફરવા જતા હતા.

વિદ્યાએ આગળ કહ્યું, “એકવાર મને એક ચેલેન્જ આપવામાં આવી. તેણે મને ઓબેરોય-ધ પામ્સ ની કોફી શોપનો દરવાજો ખટખટાવીને ખાવાનું પૂછવા કહ્યું. તેઓ જાણતા ન હતા કે હું એક્ટ્રેસ છું. મેં ચેલેન્જ સ્વીકારી અને હું ગઈ ત્યાં..મેં દરવાજો ખખડાવ્યો અને તો બધાને ચીડ આવવા લાગી. એ બાદ હું કહેતી રહી કે- પ્લીઝ, મને ભૂખ લાગી છે. ગઈકાલથી મેં કંઈ ખાધું નથી. ‘ પણ કોઈ એ કઈં જવાબ ન આપ્યો અને થોડી વાર પછી એ લોકો બીજી દિશામાં જોવા લાગ્યા. આ પછી મારો મિત્ર શરમાઈ ગયો અને મને આવવા કહ્યું. જોકે હું શરત જીતી ગઈ હતી.’

વિદ્યાએ ઈન્ટરવ્યુમાં બિસ્કિટ પ્રત્યેનો પોતાનો પ્રેમ વ્યક્ત કરતાં કહ્યું, ‘ચેલેન્જ જિમ જામ બિસ્કિટ માટે હતી. કોન્સર્ટ માટે અમારું સ્પોન્સર બ્રિટાનિયા હતું અને અમારી પાસે ઘણા બધા બિસ્કિટ હતા, પરંતુ મેં કહ્યું કે જો હું જીતીશ, તો મને જિમ જામનું વધારાનું પેકેટ મળશે અને મેં કર્યું.’

આ પણ વાંચો :-

ત્રણ દિવસ બાદ રાજ્યમાં શરૂ થશે વરસાદનો બીજો રાઉન્ડ, આ તારીખે અતિભારે વરસાદની આગાહી

0
  • Gujarat Weather: સમગ્ર રાજ્યમાં ચોમાસું પહોંચી ગયું છે. રાજ્યમાં સામાન્યથી ભારે વરસાદ પડયા બાદ છેલ્લા બે દિવસથી થોડો વરસાદ ઓછો થયો છે.

રાજ્યમાં છેલ્લા બે દિવસથી વરસાદ શાંત પડી ગયો છે. પરંતુ હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વરસાદના બીજા રાઉન્ડની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં અત્યાર સુધી કુલ ૩૨ ટકા જેટલો વરસાદ પડ્યો છે. રાજ્યના હવામાન વિભાગે વરસાદના બીજા રાઉન્ડની તારીખો આપી દીધી છે. ત્રણ દિવસ બાદ રાજ્યમાં ફરી વરસાદ શરૂ થશે. જાણો હવામાન વિભાગની આગાહી પ્રમાણે કઈ તારીખથી કયા કયા વરસાદ પડશે.

હવામાન વિાગના ડાયરેક્ટરે આપી માહિતી :

ગુજરાત હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ રાજ્યમાં વરસાદના બીજા રાઉન્ડની આગાહી કરી છે. હવામાન વિભાગે છ અને સાત જુલાઈએ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે. આગામી ત્રણ દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છમાં મધ્યમ વરસાદ પડી શકે છે. જ્યારે સુરત અને ભરૂચમાં છૂટોછવાયો વરસાદ જોવા મળી શકે છે. ૬-૭ જુલાઈ પછી સૌરાષ્ટ્રમાં વરસાદની એન્ટ્રી થશે. તો હવામાન વિભાગ પ્રમાણે ત્રણ દિવસ બાદ રાજ્યમાં ફરી વરસાદ પડવાની સંભાવના છે.

ભારેથી અતિભારે વરસાદની આગાહી :

હવામાન વિભાગે ૭ જુલાઈએ સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ૭ જુલાઈએ ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે કહ્યું કે પશ્ચિમ બંગાળમાં સર્ક્યુલેશન બનતા વરસાદ રહેશે. તો તાપમાનમાં હવે કોઈ વધારો થવાનો નથી. એટલે કે લોકોએ હવે ભારે ગરમી સહન કરવી પડશે નહીં. ત્રણ દિવસ બાદ રાજ્યમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ જશે.

રાજ્યના હવામાન વિભાગ પ્રમાણે ૬ તારીખની વાત કરીએ તો દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. રાજ્યમાં ૭ જુલાઈએ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. વિશેષ કરીને દરિયાકાંઠાના વિસ્તારમાં ભારે વરસાદ પડી શકે છે. રાજ્યમાં ૪ થી ૬ જુલાઈ માછીમારો માટે પણ ચેતવણી આપવામાં આવી છે. આ દરમિયાન દરિયામાં ભારે પવન ફૂંકાઈ શકે છે.

આ પણ વાંચો :-

પશુપાલક માલિકોની દાદાગીરી સામે આવી રસ્તે રખડતી ગાયને પકડવા ગયેલી ટીમ પર હુમલો

0
  • સુરતમાં રસ્તા પર રખડતાં પશુઓ દ્વારા વાહનચાલકો પર હુમલા કરવાથી લઈને ટ્રાફિકની અવારનવાર ફરિયાદ ઉઠતી હોય છે. જેથી પાલિકાની ઢોર પાર્ટી દ્વારા રસ્તા પર રખડતાં પશુઓને પકડવા માટેની કાર્યવાહી નિયમિત પણે કરવામાં આવતી હોય છે.

ડિંડોલીમાં ગાયો પકડાતા જ દોડી આવેલા પશુ માલિક પિતા-પુત્રએ ઢોર પાર્ટીના કર્મચારીઓ પર હુમલો કરી ઢોર છોડાવી ગયાં હતાં. જેથી ફરજમાં રૂકાવટનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

ડિંડોલી વિસ્તારમાં આવેલા ઉમિયા ચોક પાસે પાલિકાની ઢોર પાર્ટી રખડતી ગાયોને પકડવા માટે ગઈ હતી. પાલિકાની ટીમે દોરડા બાંધીને રસ્તે રખડતી ગાયોને પકડીને વાહનમાં લઈ જઈ રહ્યાં હતાં. આ દરમિયાન જ રખડતા ઢોરના માલિક આવી ગયાં હતાં. તેમણે શરૂઆતમાં જીભાજોડી કર્મચારીઓ પર કરી હતી. બાદમાં ફેટ મારીને ગાયો છોડાવી ગયાં હતાં.

પાલિકાની ઢોર પાર્ટીમાં ફરજ બજાવતા કેતનભાઈ આહિર પોતાના સ્ટાફ સાથે ઢોર પકડવા માટે ગયાં હતાં. આ દરમિયાન ઢોર પકડીને તેઓ ત્યાંથી નીકળે તે અગાઉ જ ડિંડોલીમાં રહેતા રઘુ ભરવાડ અને તેમનો પુત્ર વિપુલ ત્યાં આવ્યાં હતાં. બાદમાં પાલિકાના કર્મચારીઓ સાથે માથાકૂટ કરીને ગાયોને ટેમ્પામાંથી ઉતારી નાસી ગયાં હતાં. અંગે ડિંડોલી પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો :-

એવું તે શું થયું કે અચાનક બ્રિજ પરથી નહેરમાં કૂદી પડ્યા પાકિસ્તાનના રક્ષામંત્રી

  • પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફ સાથે કઈક એવું થયું કે તેઓ અચાનક જ નહેરમાં છલાંગ લગાવીને કૂદી પડ્યા. આખરે ૭૩ વર્ષની ઉંમરે પાકિસ્તાનના રક્ષામંત્રીએ આ રીતે નહેરમાં કેમ કૂદવું પડ્યું તે જાણવા જેવું છે.

પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફ સાથે કઈક એવું થયું કે તેઓ અચાનક જ નહેરમાં છલાંગ લગાવીને કૂદી પડ્યા. આખરે ૭૩ વર્ષની ઉંમરે પાકિસ્તાનના રક્ષામંત્રીએ આ રીતે નહેરમાં કેમ કૂદવું પડ્યું તે જાણવા જેવું છે. ખ્વાજા આસિફનો એક વીડિયો નહેરમાં છલાંગ લગાવતો હાલ વાયરલ થઈ રહ્યો છે. જેની લોકો ખુબ મજા પણ લઈ રહ્યા છે. સોશિયલ મીડિયા પર લોકો ખ્વાજાના આ રીતે નહેરમાં કૂદી પડવાના વીડિયો પર અજીબોગરીબ કમેન્ટ પણ કરી રહ્યા છે.

વાત જાણે એમ છે કે રક્ષામંત્રી ખ્વાજા આસિફ ઓક્ટોબરમાં સંભવિત ચૂંટણીને ધ્યાનમાં રાખીને પોતાના ગામ સિયાલકોટ ગયા હતા. આ દરમિયાન તેમની સાથે મોટી સંખ્યામાં સમર્થકોની ભીડ હતી. આ બધા વચ્ચે આસિફ સમર્થકો વચ્ચે જ કપડાં ઉતારીને નહેરમાં કૂદી પડ્યા. તેઓ ઘણીવાર સુધી બાળકોની જેમ પાણીમાં ન્હાતા રહ્યા. લોકોના કહેવા મુજબ ગરમીથી રાહત મેળવવા માટે ખ્વાજા આસિફે નહેરમાં ડૂબકી લગાવી. આ ઘટના રવિવારની હોવાનું કહેવાય છે.

ડ્રાઈવર પાસે પુલ પર ગાડી રોકાવી :

એવું કહેવાય છે કે આસિફ ગરમીથી એટલા પરેશાન હતા કે તેમણે પુલ પર પહોંચતા જ ડ્રાઈવર પાસે ગાડી રોકાવી અને ત્યારબાદ કપડાં ઉતારીને સમર્થકો વચ્ચે પુલ પર ચડીને નહેરમાં છલાંગ લગાવી દીધી. હાલ પાકિસ્તાનમાં ખુબ ગરમી પડી રહી છે. લોકો પરેશાન છે.

જ્યારે તેમના નહેરમાં પડવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો તો લોકોની અલગ અલગ કમેન્ટ આવવાની શરૂ થઈ ગઈ. અનેક લોકોએ એવું પણ કહ્યું કે રક્ષામંત્રીની આ વિચિત્ર હરકત છે. બેજવાબદાર હોવાની સાથે સાથે ખતરનાક પણ છે. કેટલાક લોકોએ ૭૩ વર્ષની ઉંમરમાં છલાંગ લગાવવા બદલ તેમની પ્રશંસા પણ કરી.

આ પણ વાંચો :-

વડતાલ ધામના સંત નૌતમ સ્વામી સભાને સંબોધતા અચાનક ઢળી પડ્યા, હરિભક્તોમાં વ્યાપી ચિંતા

0
  • વડતાલ ધામના સંત અને અખિલ ભારતીય સંત સમિતિના અધ્યક્ષ નૌતમ સ્વામી સભાને સંબોધતા અચાનક ઢળી પડ્યા છે.

ચાલુ સભામાં પ્રવચન કરતાં કરતાં ઢળી પડતા હરિભક્તોમાં ભારે ચિંતા વ્યાપી છે. તેઓ સભા સંબોધતા બેભાન થઇ જતા ઢળી પડ્યા હતા.

હિન્દુ ધર્મની સેનાના દિક્ષાંત સમારોહમાં જ્યારે નૌતમ સ્વામી સભાને સંબોધીને “જય શ્રી રામ” ના નારા કરી રહ્યા હતા. આ દરમિયાન જ તેઓ ઢળી પડ્યા છે. આ અંગે આખો વીડિયો કેમેરામાં કેદ થઈ ગયો છે.

મળતી માહિતી પ્રમાણે હાલમાં નૌતમ સ્વામીની તબિયત સ્થિર હોવાના સમાચાર છે. હાલ તે એકદમ તંદુરસ્ત છે. જો કે અચાનક ઢળી પડવાને કારણે તેમને કમરના ભાગે થોડી ઈજા થઈ છે. જેના કારણે તેઓ હાલ આરામમાં છે.

આ પણ વાંચો :-

 

 

જીવના જોખમે રિલ્સ બનાવતા યુવાનો, સોશિયલ મીડિયામાં છવાઈ જવા અપનાવે છે કિમીયા

0
  • સોશિયલ મીડિયામાં રાતો રાત છવાઈ જવા માટે આજકાલ યુવાનો પોતાના જીવને જોખમમાં મૂકતા પણ પાછી પાની ન કરતાં હોવાનું સામે આવી રહ્યું છે.

સુરતના વેસુ વિસ્તારમાં બે યુવકો શોપિંગ કોમ્પલેક્સની ઉંચાઈ પર ચડી જઈને સેલ્ફી લેતા અને રિલ્સ બનાવતાં હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

જોખમી સ્ટન્ટ :

રિલ્સ અને શોર્ટ વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં રાતોરાત પોપ્યુલર થઈ જવા અને લાઈક્સ મેળવવાના ચક્કરમાં યુવાનો ઘણી વખત જીવનું જોખમ પણ લઈ લેતા હોય છે. ભૂતકાળમાં રિલ્સના ચક્કરમાં યુવાનોએ જીવ ગુમાવ્યો હોવાના બનાવો પણ સામે આવી ચુક્યા છે. ત્યારે સુરતના સોશિયલ મીડિયામાં એક વીડિયો વાઈરલ થયો છે.

સુરતના વેસુ વિસ્તારમાં આવેલા ધ ગ્રાન્ડ પ્લાઝા નામની બિલ્ડીંગની ટેરેસ પર બે યુવાનો રિલ્સ બનાવતા અથવા ફોટોગ્રાફી કરતા હોવાનો વીડિયો વાઈરલ થયો છે. આ ઊંચી બિલ્ડીંગ છે. અહી બે યુવાનો રિલ્સ બનાવતા હોય અથવા ફોટોગ્રાફી કરતા હોય તેમ વીડિયોમાં દેખાઈ રહ્યું છે. અહિં રિલ્સ બનાવવું ખુબ જ જોખમી પુરવાર થઈ શકે છે

જીવ જોખમમાં મૂક્યો :

આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. સોશિયલ મીડિયામાં રિલ્સ બનાવતા લોકો માટે આ પ્રકારનો વીડિયો એક લાલબતી સમાન છે. આવી રીતે જીવનું જોખમ લઈને રિલ્સ કે ફોટોગ્રાફી કરવી યોગ્ય નથી. થોડીક પણ બેદરકારી યુવાનો જીવ પણ લઈ શકે છે. ત્

યારે આ બને યુવાનો કોણ હતા. તેની ઓળખ હાલ થઈ નથી. પરંતુ જે વીડિયો વાયરલ થયો છે અને વીડિયોમાં જે પ્રકારે યુવાનો બિલ્ડીંગની ટેરેસ પર દેખાઈ રહ્યા છે. તે ખૂબ જ જોખમી હોવાનું પુરવાર થાય છે.

આ પણ વાંચો :-

 

સાળંગપુરમાં દાદાને સોનાનો શણગાર કરાયો, આ તસવીરો જોઈને નજર નહિ હટે તમારી

0
  • સુપ્રસિધ્ધ સાળગપુર કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરે ગુરુ પૂર્ણિમાને લઈને સવારથી મોટી સંખ્યામાં હરિભકતોએ દાદાના દર્શને આવ્યા અને પોતપોતાના ગુરુનું પૂજન કરીને હનુમાનજી દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી.

દાદાને આજે ગુરુપૂર્ણિમા નિમિત્તે સુવર્ણ આભૂષણો નો શણગાર કરવામાં આવ્યો છે. મોટી સંખ્યામાં ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી.

ગુરુ પૂર્ણિમા નિમિતે આજે સમગ્ર રાજયના તમામ ગુરુ આશ્રમ પર લોકો પોતાના ગુરુનુ પૂજન કરી દર્શન કરશે, ત્યારે બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના સાળંગપુર ગામે સુપ્રસિધ્ધ કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે આજે સવારથી મોટી સંખ્યામાં ભાવિક ભકતો દાદાના દર્શને આવી રહ્યા છે. ભક્તોએ પોતાના ગુરુનું પૂજન કરી તેમજ આધ્યાત્મિક જગતના સૌથી મોટા ગુરુ એવા હનુમાનજી દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

આજે ગુરુ પૂર્ણિમા દિવસે ભકતોમાં પણ અનેરો આનંદ જોવા મળે છે, તો મંદિર દ્વારા આજે હનુમાનજી દાદાને સુવર્ણ વસ્ત્રો પહેરાવાયા છે. મંદિરે આવતા તમામ ભકતો માટે મંદિર દ્વારા ભોજન, રહેવા સહિતની સુંદર વ્યવસથા કરવામાં આવી છે. ગુરુ પૂર્ણિમા ને લઈને આજે મોટી સંખ્યામાં ભક્તો દાદાના દર્શને આવી રહ્યા છે.

આધ્યાત્મિક જગતના સૌથી મોટા ગુરુ હનુમાનજી દાદા છે. ત્યારે દાદાએ જેમ ભગવાનની પ્રાપ્તિ કરી તેમ સૌ ભક્તોને ભગવાનની પ્રાપ્તિ થાય તેવી દાદાના ચરણોમાં પાર્થના તેમ સાળગપુર હનુમાનજી મંદિરના કોઠારી શ્રી વિવેક સાગર સ્વામીએ સ્વામીએ જણાવ્યું હતું.

આ પણ વાંચો :-

 

Confirm Train Ticketની ઝંઝટમાંથી મુક્તિ ! હવે મિનિટોમાં મળી જશે ટ્રેનની ટિકિટ

0
  • જો તમે ઘરે જવાની કે ફરવા જવાની તૈયારી કરી રહ્યા છો અને તમને કન્ફર્મ ટ્રેન ટિકિટ નથી મળી રહી, તો આજે અમે તમને એક ખૂબ જ સરળ ટ્રિક જણાવવા જઈ રહ્યા છીએ. જેનાથી તમે કન્ફર્મ ટ્રેન ટિકિટ મેળવી શકો છો.

દરેકને કન્ફર્મ રેલ ટિકિટ મળે તેની કોઈ ખાતરી હોતી નથી. આવી સ્થિતિમાં લોકો પાસે બસમાં જવાનો એક જ વિકલ્પ બચે છે. જો તમે પણ ટ્રેનની ટિકિટ બુક કરાવવાથી પરેશાન છો. તો આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે કન્ફર્મ ટ્રેન ટિકિટ કેવી રીતે બુક કરાવી શકાય.

થર્ડ પાર્ટી એપ્સનો ઉપયોગ કરો :

જો તમે અત્યાર સુધી થર્ડ પાર્ટી એપ્સનો ઉપયોગ નથી કરતા તો જણાવો કે આ પદ્ધતિ તમારા માટે ખૂબ કામ આવી શકે છે અને તમને કન્ફર્મ ટ્રેન ટિકિટ મળી શકે છે. આ માટે, તમારે ફક્ત Google Play Store પર જવું પડશે, તે પછી તમારે સારી રેટિંગવાળી થર્ડ પાર્ટી એપ ડાઉનલોડ કરવી પડશે. આનાથી તમારી કન્ફર્મ ટ્રેન ટિકિટ મળવાની તકો વધી જશે. આ પદ્ધતિ ખૂબ જ અસરકારક છે અને તમારા માટે ખૂબ ઉપયોગી થઈ શકે છે.

હાઈ સ્પીડ ઇન્ટરનેટનો ઉપયોગ કરો :

જો તમે મજબૂત ઈન્ટરનેટ સ્પીડ સાથે ટિકિટ બુક કરો છો, તો તમને કન્ફર્મ ટ્રેન ટિકિટ મળવાના ચાન્સ વધી જાય છે. જો તમે ટિકિટ બુક કરાવતી વખતે ધીમા ઈન્ટરનેટ કનેક્શનનો ઉપયોગ કરી રહ્યાં છો. તો ઘણી વખત પ્રોસેસ ક્રિયા અધવચ્ચે અટકી જાય છે અને તમે ટિકિટ બુક કરી શકતા નથી. આવી સ્થિતિમાં તમારે હંમેશા હાઇ સ્પીડ ઈન્ટરનેટ કનેક્શનનો ઉપયોગ કરવો જોઈએ તેનાથી તમને કન્ફર્મ ટ્રેન ટિકિટ મળી શકે છે.

IRCTC પર લોગિન કરવું  :

જો તમને કન્ફર્મ ટ્રેન ટિકિટ જોઈતી હોય તો તમારે IRCTCની વેબસાઈટ એટલે કે ઈન્ડિયન રેલ્વે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન પર લોગીન કરવું પડશે અને આઈડી અને પાસવર્ડ બનાવવો પડશે. આમ કરવાથી તમને ટ્રેનની ટિકિટ બુક કરવામાં વધુ સમય લાગશે નહીં.

આ પણ વાંચો :-

મેદાન પર એક બાદ એક અનેક વિવાદ, ફેન્સ એટલા ગુસ્સે ભરાયા કે સ્ટાર ક્રિકેટર સાથે જ બબાલ શરૂ કરી દીધી

0
  • લોડસ ટેસ્ટના પાંચમાં દિવસે એલેક્સ કેરીએ ધોની જેવું મગજ દોડાવ્યું. બેયરસ્ટો ક્રીઝના બહાર હતા અને રનઆઉટ થઈને પાછા ફર્યા. કેરીની આ હરકતે ફેન્સને ગુસ્સો અપાવી દીધો.

જોની બેયરસ્ટોના રનઆઉટ પર બબાલ મચી ગઈ છે. લોડસ ટેસ્ટના પાંચમાં દિવસે એલેક્સ કેરીએ ધોની જેવું મગજ દોડાવ્યું. બેયરસ્ટો ક્રીઝના બહાર હતા અને રનઆઉટ થઈને પાછા ફર્યા. કેરીની આ હરકતે ફેન્સને ગુસ્સો અપાવી દીધો. શાંતિથી એશેજની બીજી ટેસ્ટ જોઈ રહેલા લોકોએ નારાબાજી શરૂ કરી દીધી.

અને પછી લંચ બાદ તો વાત અપશબ્દો સુધી પહોંચી ગઈ. થયુ કંઈક એવું કે બેયરસ્ટોની વિકેટ પડી અને ક્રાઉડે તરત જ ફ્રોડ-ફ્રોડના નારા લગાવવાનું શરૂ કરી દીધુ અને પછી થોડાજ સમય બાદ લંચ થયું. જેના બાદ ઓસ્ટ્રેલિયન્સ ખેલાડીઓને અપશબ્દોનો સામનો કરવા પડયો અને તેઓ ડ્રેસિંગ રૂમની તરફ ગયા.

અને પછી લોડસના ઐતિહાસિક લોન્ગ રૂમનો એક વીડિયો બતાવ્યો કે સ્થિતિ થોડી વધારે જ ઓઉટ ઓફ કંટ્રોલ થઈ ગઈ. તમામ પ્લેયર્સની સાથે ઉસ્માન ખ્વાજા પણ ડ્રેસિંગ રૂમની તરફ જઈ રહ્યા હતા અને ત્યાં જ લોન્ગ રૂમમાં હાજર MCCના મેંબર્સે કંઈક કહ્યું જેનાથી સુન ખ્વાજા ચિડાઈ ગયા.

તે ચાલતા ચાલતા રોકાઈ ગયા અને ફરીને તે લોકોને કંઈક કહ્યું. વાત વધે તે પહેલા સિક્યોરિટીના માણસો વચ્ચે આવ્યા અને બન્નેને અલગ કર્યા. ખ્વાજા ફરી ડ્રેસિંગ રૂમમાં આવ્યા અને ત્યાર બાદ તેમણે ઓપનિંગ પાર્ટનર ડેવિડ વોર્નરે પણ આ વ્યક્તિને કંઈક કર્યું.

બેયરસ્ટોરની વિકેટથી શરૂ થઈ બબાલ 

આ સંપૂર્ણ મામલો બેયરસ્ટોરના વિકેટથી શરૂ થયો. તેમણે કેમરન ગ્રીનના એક બાઉન્સરને ડક કર્યું. ક્રીઝથી નિકળતા અને તરત જ એક્સકેરીના વિકેટના પછીથી અંડર આર્મ થ્રો મારી તેમને રનઆઉટ કરી દીધા. ઓસ્ટ્રેલિયન પ્લેયર્સે તરત જ સેલિબ્રેશન શરૂ કર્યું.

જ્યારે ઈંગ્લેન્ડ એકદમ સ્તબ્ધ થઈ ગયું. બેયરસ્ટોનું માનવું હતું કે બોલ ડેડ થઈ ચુક્યો છે. પરંતુ થર્ડ એમ્પાયર મરી ઈરાસ્મસને તેમને આઉટ આપ્યો. કારણ કે તેમનો વિચાર બેયરસ્ટોથી અલગ હતો.

આ પણ વાંચો :-