- સોશિયલ મીડિયામાં રાતો રાત છવાઈ જવા માટે આજકાલ યુવાનો પોતાના જીવને જોખમમાં મૂકતા પણ પાછી પાની ન કરતાં હોવાનું સામે આવી રહ્યું છે.
સુરતના વેસુ વિસ્તારમાં બે યુવકો શોપિંગ કોમ્પલેક્સની ઉંચાઈ પર ચડી જઈને સેલ્ફી લેતા અને રિલ્સ બનાવતાં હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
જોખમી સ્ટન્ટ :
રિલ્સ અને શોર્ટ વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં રાતોરાત પોપ્યુલર થઈ જવા અને લાઈક્સ મેળવવાના ચક્કરમાં યુવાનો ઘણી વખત જીવનું જોખમ પણ લઈ લેતા હોય છે. ભૂતકાળમાં રિલ્સના ચક્કરમાં યુવાનોએ જીવ ગુમાવ્યો હોવાના બનાવો પણ સામે આવી ચુક્યા છે. ત્યારે સુરતના સોશિયલ મીડિયામાં એક વીડિયો વાઈરલ થયો છે.
સુરતના વેસુ વિસ્તારમાં આવેલા ધ ગ્રાન્ડ પ્લાઝા નામની બિલ્ડીંગની ટેરેસ પર બે યુવાનો રિલ્સ બનાવતા અથવા ફોટોગ્રાફી કરતા હોવાનો વીડિયો વાઈરલ થયો છે. આ ઊંચી બિલ્ડીંગ છે. અહી બે યુવાનો રિલ્સ બનાવતા હોય અથવા ફોટોગ્રાફી કરતા હોય તેમ વીડિયોમાં દેખાઈ રહ્યું છે. અહિં રિલ્સ બનાવવું ખુબ જ જોખમી પુરવાર થઈ શકે છે
જીવ જોખમમાં મૂક્યો :
આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. સોશિયલ મીડિયામાં રિલ્સ બનાવતા લોકો માટે આ પ્રકારનો વીડિયો એક લાલબતી સમાન છે. આવી રીતે જીવનું જોખમ લઈને રિલ્સ કે ફોટોગ્રાફી કરવી યોગ્ય નથી. થોડીક પણ બેદરકારી યુવાનો જીવ પણ લઈ શકે છે. ત્
યારે આ બને યુવાનો કોણ હતા. તેની ઓળખ હાલ થઈ નથી. પરંતુ જે વીડિયો વાયરલ થયો છે અને વીડિયોમાં જે પ્રકારે યુવાનો બિલ્ડીંગની ટેરેસ પર દેખાઈ રહ્યા છે. તે ખૂબ જ જોખમી હોવાનું પુરવાર થાય છે.
આ પણ વાંચો :-
- સાળંગપુરમાં દાદાને સોનાનો શણગાર કરાયો, આ તસવીરો જોઈને નજર નહિ હટે તમારી
- Confirm Train Ticketની ઝંઝટમાંથી મુક્તિ ! હવે મિનિટોમાં મળી જશે ટ્રેનની ટિકિટ