- ૨૮ માર્ચ ૨૦૨૩ ના રોજ સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ દ્વારા એક સૂચના જારી કરવામાં આવી હતી. આ નોટિફિકેશનમાં જણાવવામાં આવ્યું હતું કે વ્યક્તિ કેવી રીતે પોતાનું પાન કાર્ડ એક્ટિવેટ કરાવી શકે છે.
પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની છેલ્લી તારીખ 30 જૂન 2023 હતી. સરકારે આ વખતે લિંક કરવાની તારીખ લંબાવી નથી. આવી સ્થિતિમાં એવા લોકોની સામે મોટી સમસ્યા ઉભી થઈ છે જેમણે હજુ સુધી આધાર કાર્ડને પાન કાર્ડ સાથે લિંક નથી કરાવ્યું. આવા લોકોના પાન કાર્ડ 1લી જુલાઈથી બેકાર થઈ ગયા છે. ચાલો જાણીએ કે પાન કાર્ડ ફરીથી કેવી રીતે એક્ટીવ કરી શકાય.
૨૮ માર્ચ ૨૦૨૩ ના રોજ સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ દ્વારા એક સૂચના જારી કરવામાં આવી હતી. આ નોટિફિકેશનમાં જણાવવામાં આવ્યું હતું કે વ્યક્તિ કેવી રીતે પોતાનું પાન કાર્ડ એક્ટિવેટ કરાવી શકે છે. નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું હતું કે ૧૦૦૦ રૂપિયાની પેનલ્ટી ભર્યા પછી ઓથોરીટીઝને આધાર કાર્ડની સુચના આપીને ૩૦ દિવસની અંદર પાન કાર્ડને ફરીથી એક્ટીવ કરી શકાય છે.
જો કોઈ વ્યક્તિ ૯મી જુલાઈના રોજ દંડ ભર્યા પછી પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની રીક્વેસ્ટ સબમિટ કરે છે. તો તેનું પાન કાર્ડ ૯મી ઓગસ્ટના રોજ અથવા તે પહેલાં એક્ટીવ થઈ જશે. ધ્યાનમાં રાખો કે આ રીક્વેસ્ટના સમયગાળા દરમિયાન પણ પાન કાર્ડ નિષ્ક્રિય રહેશે.
આજના સમયમાં FD થી લઈને ડીમેટ ખાતું ખોલાવવા સુધી દરેક જગ્યાએ પાન કાર્ડ જરૂરી છે. આ સિવાય જો PAN કાર્ડ નિષ્ક્રિય હશે તો તમારી પાસેથી વધુ TDS અથવા TCS કાપવામાં આવશે. તે જ સમયે PAN પર કોઈ રિફંડ ઉપલબ્ધ રહેશે નહીં.
આ પણ વાંચો :-