મેષઃ મનોબળ મજબૂત બનતું જણાય. આનંદ-ઉત્સાહમાં વધારો થતો જણાય. નિર્ણય શક્તિ મજબૂત બનતાં અગત્યના નિર્ણયો યોગ્ય રીતે લેવાય. આવકમાં વધારો થતો જણાય. ભાગ્ય પણ મજબૂત થતાં પ્રસન્નતા અનુભવાય.
વૃષભઃ મનમાં પ્રસન્નતા અનુભવાય. આવકનું પાસુ મજબૂત બનતું જણાય. નાના ભાઈ બહેનોની પ્રગતિથી આનંદ થાય. જમણી આંખની કાળજી રાખવી. નવા રોકાણો મુલતવી રાકવા. નોકરી-ધંધા બાબતે મિશ્ર ફળ મળતું જણાય.
મિથુનઃ નાણાંકીય ક્ષેત્રે ફાયદો થતો જણાય. પૈસાની છૂટ વર્તાય. કાર્યમાં સફળતા. ભાગીદારીના ધંધામાં પ્રગતિ થાય. જમીન-મિલકત અંગેના વ્યવહારો આજે ટાળવા. દામ્પત્ય સુખમાં વૃદ્ધિ થતી જણાય.
કર્કઃ દિવસ દરમિયાન માનસિક ચિંતા રહે. આવકમાં વધારો થતો જણાય. સ્વાસ્થ્યની કાળજી રાખવી. શરદી, કફથી સાચવવું. વૈવાહિક જીવનમાં પ્રેમ જળવાશે. મિત્રો તરફથી લાભ.
સિંહઃ નાણાંની વખતસર હેરફેર થતી જણાય. મિત્રોનો સાથ સહકાર મળતો જણાય. ધંધાકીય બાબતો અંગે લીધેલા નિર્ણયો સફળ બનતા જણાય. સંતાન સંબંધી ચિંતા રહે. ખોટા વિચારો કરવાથી દૂર રહેવું.
કન્યાઃ નસીબ બળવાન બનતું હોવાને કારણે આવકમાં વૃદ્ધિ શક્ય બને. પરિવારમાં મતભેદ થવાના યોગ બને છે. માતૃસુખ ઉત્તમ, નવા વાહનની ખરીદી શક્ય બને. નોકરી-ધંધાકીય ક્ષેત્રે સફળતા મળશે.
તુલાઃ નસીબનો સાથ ઓછો મળતાં આવક માટે વધુ મહેનત કરવી જરૂરી બનશે. પરિવારના તમામ સભ્યોની પ્રગતિથી મન આનંદમાં રહેશે. કાર્યમાં સફળતા મળશે. તંદુરસ્તી જળવાશે. મિત્રોનો સાથ મળતો જણાતો નથી.
વૃશ્ચિકઃ આવકમાં વધારો થતો જણાય. પરિવારમાં સુખ શાંતિ બરકરાર રહેશે. સ્થાવર જંગમ મિલકત અંગે ફાયદો થતો જણાશે. સંતાન તરફથી સારા સમાચાર મળે. દામ્પત્ય સુખમાં આનંદની અનુભૂતિ જણાય.
ઘનઃ માનસિક શાંતિ વધતી જણાય. ગઈકાલના પ્રમાણમાં વિચારોમાં હકારાત્મકતા જણાય. આરોગ્ય સુધરતું જણાય. કાર્યક્ષેત્રે પણ સફળતા મળતી જણાય. સાંસારિક જીવનમાં આનંદની લાગણી પેદા થાય. ભાગ્ય વૃદ્ધિ થતી જણાય.
મકરઃ આવક જાવકનું પાસુ સરભર થતું જણાય. મનની ઉચ્ચકોટીની ભાવના પેદા થાય. નાણાંનો બગાડ અટકાવવો. જીવનસાથી સાથે વાદવિવાદ ટાળવો. નોકરીમાં થોડો અસંતોષ રહે. ધંધાકીય બાબતમાં સફળતા મળતી જણાય.
કુંભઃ મનોબળ મજબૂત બનતું જમાય. પોતાનું જ ધાર્યું કરવાની ઈચ્છા પ્રબળ બને. આવક વધતી જણાય. માતૃપક્ષ તરફથી સારા સમાચાર મળે. સંતાનની ચિંતા રહે. આરોગ્ય જળવાશે. મિત્ર વર્તુળમાં વધારો થાય તથા તેમની સહાય મળતી જણાય.
મીનઃ નોકરીમાં ટાર્ગેટ પૂરા થતા જણાય. નવો ધંધો શરૂ કરી શકાય અને હાલના ધંધામાંથી ફાયદો મેળવી શકાય. માતાનો સહકાર મળતો જણાય. યશ, પ્રતિષ્ઠામાં વધારો થાય. હાડકાનો દુઃખાવો પરેશાન કરે. ખોટા ખર્ચ વધી ન જાય એનું ધ્યાન રાખવું.
આ પણ વાંચો :-