- મહારાષ્ટ્રની સાથે સાથે અલગ અલગ રાજ્યોમાં બળવાનો ગણગણાટ જોર પકડી રહ્યો છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે જે મહારાષ્ટ્રમાં થયું તે બહુ જલદી બીજા એક રાજ્યમાં પણ થઈ શકે છે.
મહારાષ્ટ્રની સાથે સાથે અલગ અલગ રાજ્યોમાં બળવાનો ગણગણાટ જોર પકડી રહ્યો છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે જે મહારાષ્ટ્રમાં થયું તે બહુ જલદી બીજા એક રાજ્યમાં પણ થઈ શકે છે. મહારાષ્ટ્રમાં એનસીપી (NCP) ના બે ફાડિયા પડયા બાદ હવે દેશના અન્ય એક રાજ્યમાં પણ બળવાની અટકળો જોર પકડી રહી છે. એવો દાવો થઈ રહ્યો છે કે આ રાજ્યમાં જલદી મહારાષ્ટ્ર જેવું જોવા મળી શકે છે.
ભાજપના નેતા અને રાજ્યસભા સાંસદ સુશીલ મોદીએ આ અંગે એક મોટો દાવો કર્યો છે. સુશીલ મોદીએ કહ્યું કે નીતિશકુમાર મહારાષ્ટ્રના રાજકીય ભૂકંપથી ડરી ગયા છે અને પોતાના વિધાયકો સાથે વન ટુ વન બેઠક કરી રહ્યા છે. કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ યુપી-બિહારના રાજકારણ અંગે મોટો દાવો કર્યો છે.
બિહારમાં બનશે મહારાષ્ટ્ર જેવી સ્થિતિ?
ભાજપના સાંસદ સુશીલ મોદીએ કહ્યું કે બિહારમાં પણ મહારાષ્ટ્ર જેવી સ્થિતિ બની શકે છે. જેની શક્યતા જોતા નીતિશકુમારે વિધાયકો સાથે અલગ અલગ વાત કરવાની શરૂ કરી દીધી છે. સુશીલ મોદીએ એમ પણ કહ્યું કે શરદ પવારની પાર્ટી એનસીપીમાં વિદ્રોહ વિપક્ષની એક્તાની પટણા બેઠકનું પરિણામ છે. જેમાં રાહુલ ગાંધીને પ્રોજેક્ટ કરવા માટે જમીન તૈયાર થઈ રહી હતી.
રાજકારણમાં ઉલટફેરની ભવિષ્યવાણી :
મહારાષ્ટ્રમાં થયેલી ઉથલપાથલ બાદ કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ અન્ય રાજ્યોમાં પણ આ પ્રકારની ફૂટ પડવાનો દાવો કર્યો છે. તેમનો દાવો છે કે બિહારથી નીતિશકુમાર અને યુપીથી જયંત ચૌધરી જલદી NDA નો ભાગ બની શકે છે.
આ પણ વાંચો :-