પાંચ રૂપિયાના બિસ્કિટ માટે વિદ્યા બાલને ફાઈવ સ્ટાર હોટલ બહાર માંગી હતી ભીખ, ખુદ કર્યો ખુલાસો

Share this story
  • વિદ્યા બાલન હાલમાં તેની આગામી ક્રાઈમ થ્રિલર ફિલ્મ ‘નિયત’ના પ્રમોશન દરમિયાન ખુલાસો કર્યો હતો કે એકવાર તેણે મુંબઈની એક ફાઈવ સ્ટાર હોટલની સામે ભિખારીની એક્ટિંગ કરી હતી.

વિદ્યા બાલન ઘણા દિવસોથી ફિલ્મી દુનિયાથી અંતર બનાવી રાખ્યું છે પણ હાલ અભિનેત્રી વિદ્યા બાલન હાલમાં તેની આગામી ક્રાઈમ થ્રિલર ફિલ્મ ‘નિયત‘ના પ્રમોશનમાં વ્યસ્ત છે. તાજેતરમાં ફિલ્મ નિયતનું જોરદાર પ્રમોશન કરી રહી છે. ફિલ્મના પ્રમોશન દરમિયાન અભિનેત્રી પોતાની પ્રોફેશનલ અને પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં રહી છે.

પ્રમોશન દરમિયાન વિદ્યા બાલને ખુલાસો કર્યો હતો કે એકવાર તેણે મુંબઈની એક ફાઈવ સ્ટાર હોટલની સામે ભિખારીની એક્ટિંગ કરી હતી અને તે પણ જીમ જામ બિસ્કીટના પેકેટ માટે. વિદ્યા બાલને ઈન્ટરવ્યુમાં કહ્યું કે અમે IMG એટલે કે ઈન્ડિયન મ્યુઝિક ગ્રુપ હતા.

તેઓ દર વર્ષે શાસ્ત્રીય સંગીત સમારોહ, ભારતીય ક્લાસિક મ્યુઝિક કોન્સર્ટનું આયોજન કરતા હતા. આ કોન્સર્ટ ત્રણ દિવસ સુધી આખી રાત ચાલ્યો. અમે કોન્સર્ટના આયોજનમાં મદદ કરતા અને રાત્રે જ્યારે શો પૂરો થતો ત્યારે અમે નરીમન પોઈન્ટ પર ફરવા જતા હતા.

વિદ્યાએ આગળ કહ્યું, “એકવાર મને એક ચેલેન્જ આપવામાં આવી. તેણે મને ઓબેરોય-ધ પામ્સ ની કોફી શોપનો દરવાજો ખટખટાવીને ખાવાનું પૂછવા કહ્યું. તેઓ જાણતા ન હતા કે હું એક્ટ્રેસ છું. મેં ચેલેન્જ સ્વીકારી અને હું ગઈ ત્યાં..મેં દરવાજો ખખડાવ્યો અને તો બધાને ચીડ આવવા લાગી. એ બાદ હું કહેતી રહી કે- પ્લીઝ, મને ભૂખ લાગી છે. ગઈકાલથી મેં કંઈ ખાધું નથી. ‘ પણ કોઈ એ કઈં જવાબ ન આપ્યો અને થોડી વાર પછી એ લોકો બીજી દિશામાં જોવા લાગ્યા. આ પછી મારો મિત્ર શરમાઈ ગયો અને મને આવવા કહ્યું. જોકે હું શરત જીતી ગઈ હતી.’

વિદ્યાએ ઈન્ટરવ્યુમાં બિસ્કિટ પ્રત્યેનો પોતાનો પ્રેમ વ્યક્ત કરતાં કહ્યું, ‘ચેલેન્જ જિમ જામ બિસ્કિટ માટે હતી. કોન્સર્ટ માટે અમારું સ્પોન્સર બ્રિટાનિયા હતું અને અમારી પાસે ઘણા બધા બિસ્કિટ હતા, પરંતુ મેં કહ્યું કે જો હું જીતીશ, તો મને જિમ જામનું વધારાનું પેકેટ મળશે અને મેં કર્યું.’

આ પણ વાંચો :-