પશુપાલક માલિકોની દાદાગીરી સામે આવી રસ્તે રખડતી ગાયને પકડવા ગયેલી ટીમ પર હુમલો

Share this story
  • સુરતમાં રસ્તા પર રખડતાં પશુઓ દ્વારા વાહનચાલકો પર હુમલા કરવાથી લઈને ટ્રાફિકની અવારનવાર ફરિયાદ ઉઠતી હોય છે. જેથી પાલિકાની ઢોર પાર્ટી દ્વારા રસ્તા પર રખડતાં પશુઓને પકડવા માટેની કાર્યવાહી નિયમિત પણે કરવામાં આવતી હોય છે.

ડિંડોલીમાં ગાયો પકડાતા જ દોડી આવેલા પશુ માલિક પિતા-પુત્રએ ઢોર પાર્ટીના કર્મચારીઓ પર હુમલો કરી ઢોર છોડાવી ગયાં હતાં. જેથી ફરજમાં રૂકાવટનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

ડિંડોલી વિસ્તારમાં આવેલા ઉમિયા ચોક પાસે પાલિકાની ઢોર પાર્ટી રખડતી ગાયોને પકડવા માટે ગઈ હતી. પાલિકાની ટીમે દોરડા બાંધીને રસ્તે રખડતી ગાયોને પકડીને વાહનમાં લઈ જઈ રહ્યાં હતાં. આ દરમિયાન જ રખડતા ઢોરના માલિક આવી ગયાં હતાં. તેમણે શરૂઆતમાં જીભાજોડી કર્મચારીઓ પર કરી હતી. બાદમાં ફેટ મારીને ગાયો છોડાવી ગયાં હતાં.

પાલિકાની ઢોર પાર્ટીમાં ફરજ બજાવતા કેતનભાઈ આહિર પોતાના સ્ટાફ સાથે ઢોર પકડવા માટે ગયાં હતાં. આ દરમિયાન ઢોર પકડીને તેઓ ત્યાંથી નીકળે તે અગાઉ જ ડિંડોલીમાં રહેતા રઘુ ભરવાડ અને તેમનો પુત્ર વિપુલ ત્યાં આવ્યાં હતાં. બાદમાં પાલિકાના કર્મચારીઓ સાથે માથાકૂટ કરીને ગાયોને ટેમ્પામાંથી ઉતારી નાસી ગયાં હતાં. અંગે ડિંડોલી પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો :-