એવું તે શું થયું કે અચાનક બ્રિજ પરથી નહેરમાં કૂદી પડ્યા પાકિસ્તાનના રક્ષામંત્રી

Share this story
  • પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફ સાથે કઈક એવું થયું કે તેઓ અચાનક જ નહેરમાં છલાંગ લગાવીને કૂદી પડ્યા. આખરે ૭૩ વર્ષની ઉંમરે પાકિસ્તાનના રક્ષામંત્રીએ આ રીતે નહેરમાં કેમ કૂદવું પડ્યું તે જાણવા જેવું છે.

પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફ સાથે કઈક એવું થયું કે તેઓ અચાનક જ નહેરમાં છલાંગ લગાવીને કૂદી પડ્યા. આખરે ૭૩ વર્ષની ઉંમરે પાકિસ્તાનના રક્ષામંત્રીએ આ રીતે નહેરમાં કેમ કૂદવું પડ્યું તે જાણવા જેવું છે. ખ્વાજા આસિફનો એક વીડિયો નહેરમાં છલાંગ લગાવતો હાલ વાયરલ થઈ રહ્યો છે. જેની લોકો ખુબ મજા પણ લઈ રહ્યા છે. સોશિયલ મીડિયા પર લોકો ખ્વાજાના આ રીતે નહેરમાં કૂદી પડવાના વીડિયો પર અજીબોગરીબ કમેન્ટ પણ કરી રહ્યા છે.

વાત જાણે એમ છે કે રક્ષામંત્રી ખ્વાજા આસિફ ઓક્ટોબરમાં સંભવિત ચૂંટણીને ધ્યાનમાં રાખીને પોતાના ગામ સિયાલકોટ ગયા હતા. આ દરમિયાન તેમની સાથે મોટી સંખ્યામાં સમર્થકોની ભીડ હતી. આ બધા વચ્ચે આસિફ સમર્થકો વચ્ચે જ કપડાં ઉતારીને નહેરમાં કૂદી પડ્યા. તેઓ ઘણીવાર સુધી બાળકોની જેમ પાણીમાં ન્હાતા રહ્યા. લોકોના કહેવા મુજબ ગરમીથી રાહત મેળવવા માટે ખ્વાજા આસિફે નહેરમાં ડૂબકી લગાવી. આ ઘટના રવિવારની હોવાનું કહેવાય છે.

ડ્રાઈવર પાસે પુલ પર ગાડી રોકાવી :

એવું કહેવાય છે કે આસિફ ગરમીથી એટલા પરેશાન હતા કે તેમણે પુલ પર પહોંચતા જ ડ્રાઈવર પાસે ગાડી રોકાવી અને ત્યારબાદ કપડાં ઉતારીને સમર્થકો વચ્ચે પુલ પર ચડીને નહેરમાં છલાંગ લગાવી દીધી. હાલ પાકિસ્તાનમાં ખુબ ગરમી પડી રહી છે. લોકો પરેશાન છે.

જ્યારે તેમના નહેરમાં પડવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો તો લોકોની અલગ અલગ કમેન્ટ આવવાની શરૂ થઈ ગઈ. અનેક લોકોએ એવું પણ કહ્યું કે રક્ષામંત્રીની આ વિચિત્ર હરકત છે. બેજવાબદાર હોવાની સાથે સાથે ખતરનાક પણ છે. કેટલાક લોકોએ ૭૩ વર્ષની ઉંમરમાં છલાંગ લગાવવા બદલ તેમની પ્રશંસા પણ કરી.

આ પણ વાંચો :-