Home Blog Page 1041

 શું હું તમને KISS કરી શકું છું…? વિદેશના ફેમસ શેફે મંજૂરી લઈને ભારતીય અભિનેત્રીને કર્યું ચુંબન, જુઓ વીડિયો

  • હુમા કુરૈશી હાલ ‘તરલા’ના પ્રમોશમાં વ્યસ્ત છે. હાલમાં જ એક્ટ્રેસ પોતાની અપકમિંગ ફિલ્મના પ્રમોશન વખતે માસ્ટરશેફ ઓસ્ટ્રેલિયાના પૂર્વ જજ અને હોસ્ટ શેફ ગૈરી મેહિગનને મળી અને બંનેની મુલાકાતનો વીડિયો સોશિયલ મીડિયા પર છવાયેલો છે.

બોલિવુડ એક્ટ્રેસ હુમા કુરેશી ‘ડબલ એક્સએલ’ના બાદ જલ્દી જ અપકમિંગ ફિલ્મ ‘તરલા‘માં જોવા મળશે. આ એક બાયોપિક છે. તેમાં હવે હુમા તરલા દલાલની ભુમિકા નિભાવી રહી છે. હાલમાં જ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું છે.

જેના બાદથી એક્ટ્રેસને તેમના ફેંસ અને ઈન્ડસ્ટ્રીના મિત્રો પાસેથી વખાણ મળી રહ્યા છે. આ વચ્ચે હુમા કુરૈશીનો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં ચર્ચામાં છે. જેમાં તે માસ્ટર શેર ઓસ્ટ્રેલિયાના પૂર્વ જજ અને હોસ્ટ શેફ ગૈરી મેહિગનની સાથે જોવા મળી રહી છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થયો વીડિયો :

હુમા અને શેફ ગૈરીનો આ વીડિયો એક્ટ્રેસની ફિલ્મના એક પ્રમોશનલ ઈવેન્ટનો છે. જેને જોયા બાદ યુઝર ગૈરીના વખાણ કરતા નથી થાકી રહી. આ ઈવેન્ટમાં શેફ ગૈરી મેહિગન પણ પહોંચી હતી. જ્યાં તેમણે પોતાના ફેંસને એક ખાસ મેસેજ આપ્યો હતો. આ મેસેજ હતા સહમતીનો. હકીકતે અહીં જેવા શેફ ગૈરી હુમાને મળ્યા તેમણે એક્ટ્રેસને Kiss કરવા પહેલા તેની પરવાનગી માંગી.

શેફે કિસ કરતા પહેલા માંગી પરવાનગી :

ઓસ્ટ્રેલિયાના માસ્ટરશેફે હુમા કુરેશીને મળીને પુછ્યું, “શું આપણે કિસ કરવાના છીએ ?” હુમાએ શેફના સવાલનો ખૂબ જ વિનમ્રતાની સાથે ‘હા’નો જવાબ આપ્યો અને શેફને ગાલ પર હેલો કિસ કરી. વીડિયો જોનાર લોકોએ શેફ ગૈરાના હુમાની પરવાનગી માંગવાને લઈને ખૂબ વખાણ કર્યા.

આ પણ વાંચો :-

ચોમાસામાં ઈલેક્ટ્રિક બાઈક ચાર્જ કરતાં પહેલા સાવધાન રહેજો ! ૦૪ ટૂ વ્હીલર બળીને ખાક

0
  • ચોમાસા દરમિયાન ઈલેક્ટ્રિક મોપેડને ચાર્જિંગમાં મૂકતા પહેલાં સાવધાન કરતો કિસ્સો સુરતમાં સામે આવ્યો છે.

સિંગણપોર વિસ્તારમાં કંથેરીયા હનુમાન મંદિર પાસે કષ્ટભંજન હાઈટ પાર્કિંગમાં ઈલેક્ટ્રિક મોપેડની સાથે મીટર પેટીમાં આગ લાગી ગઈ હતી. જેથી અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. સાથે જ ૦૪ જેટલી ટૂ વ્હીલર મોપેડ સહિત બાઈક સળગી ગઈ હતી. આગ પર પાણીનો મારો ચલાવી ફાયરબ્રિગેડે કાબૂ મેળવ્યો હતો.

સિંગણપોરમાં આવેલા કંનથેરીયા હનુમાન મંદિર પાસે કષ્ટભંજન હાઈટના પાર્કિંગમાં આગની ઘટના સામે આવી હતી.પાર્કિંગમાં ચાર્જિંગમાં મૂકેલી ઈલેક્ટ્રીક મોપેડમાં અચાનક આગ લાગી હતી. આગ લાગતા અન્ય 4 મોપેડ-બાઈક પણ આગની ઝપેટમાં આવ્યા હતાં.

ડભોલી ફાયર ને જાણ કરતા ફાયર પોલીસ અને ટોરેન્ટ પાવરના કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. ફાયર દ્વારા આગ પર કાબૂ મેળવ્યો હતો.સદનસીબે કોઈ જાન હાનિ નહીં. ઈલેક્ટ્રીક બાઈક ચાર્જ દરમિયાન શોર્ટ સર્કિટ થી આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે.

ઈલેક્ટ્રિક બાઈકના વ્યવસાય સાથે સંકળાયેલા પંકિલ ગોસ્વામીએ જણાવ્યું હતું કે ચોમાસા દરમિયાન ઈલેક્ટ્રિક બાઈક કે મોપેડને ચાર્જ કરતી વખતે ખાસ સાવધાની રાખવી જોઈએ. કારણ કે પ્લગમાં પાણી રહ્યું હોય તો પણ સ્પાર્ક થઈ શકે અને તે રીતે શોર્ટ સર્કિટ થાય. માટે પ્લગને કોરા કપડાથી સાફ કરીને પછી પાણી ન રહે તે રીતે ચાર્જ કરવું હિતાવહ છે.

આ પણ વાંચો :-

ચોમાસામાં આબુ ફરવા જવાનો પ્લાન બનાવતા પહેલા આ દ્રશ્યો જોઈ લેજો

0
  • ગુજરાતમાં ૨૪ કલાકમાં ૧૫૭ તાલુકામાં સાર્વત્રિક વરસાદ. જૂનાગઢના ભેસાણ અને પાટણના સરસ્વતીમાં સૌથી વધુ ૦૪ ઈંચ વરસાદ ખાબક્યો. તો પોરબંદરમાં સાડા ત્રણ ઈંચ વરસાદ.

બનાસકાંઠા જિલ્લામાં મોડી રાત્રથી અનેક પંથકોમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે જેમાં ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમીધારે વરસાદ પડ્યો છે. પાલનપુરમાં મોડી રાત્રેથી વહેલી સવાર સુધી પડેલા વરસાદને લઈને પાલનપુરના અમદાવાદ -આબુ હાઈવે ઉપર ત્રણથી ચાર ફૂટ જેટલા પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા છે.

પંજાબના અમૃતસરથી નાસપતિના ફળ ભરીને અમદાવાદ જતા ટ્રકે નેશનલ હાઇવે ઉપર પડેલ ખાડામાં પલટી મારી હતી જોકે ટ્રક ચાલકનો આબાદ બચાવ થયો હતો. ટ્રક પલટી મારતા ટ્રકમાં ભરેલ નાસપતિ ફળની પેટીઓ પાણીમાં પલળી જતા ટ્રક માલિકને મોટું નુકસાન પહોંચ્યું છે જોકે હાઈવે ઉપર પાણી ભરાતા વાહન ચાલકો મહામુસીબતે પાણી માંથી પસાર થઈ રહ્યા છે. નાના વાહનો અને બાઈક ચાલકો હાઈવે ઉપરથી ચાલવાનું ટાળી રહ્યા છે.

અમદાવાદ થી દિલ્હી જતા મુખ્ય હાઈવે ઉપર પાણી ભરાઈ જતા વાહનો ધીરેધીરે ચાલતા હોવાથી વાહનોની લાંબી કતારો પણ લાગી છે. અવારનવાર પાણી ભરાઈ જતા વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે અને માંગ કરી રહ્યા છે કે હાઈવે ઉપરથી જલ્દીથી પાણીનો નિકાલ કરવામાં આવે. જોકે તંત્ર દ્વારા યોગ્ય પાણીના નિકાલની વ્યવસ્થા ન કરતાં વાહન ચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

ચોમાસામાં આબુ ફરવા જવાનો પ્લાન બનાવતા પહેલા આ દ્રશ્યો જોઈ લેજો, આખું ઉત્તર ગુજરાત જળબંબાકાર

પાલનપુરમાં પડેલા વરસાદને લઈને પાલનપુરના અમદાવાદ-આબુ હાઈવે ઉપર પાણી ભરાયા છે. જેમં એક ટ્રકે પલટી મારી છે. અમદાવાદ-આબુ હાઈવે ઉપર પાણી વારંવાર વરસાદી પાણી ભરાઈ ભરાતા વાહન ચાલકો સહિત સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. જોકે હાઈવે ઉપર અવારનવાર પાણી ભરાઈ જતા સ્કૂલે જતા બાળકોના વાહનો અને અન્ય લોકો વારંવાર અટવાતા લોકોમાં અને વાહન ચાલકોમાં ભારે રોષ ફેલાયો છે જેથી લોકો તાત્કાલિક પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવાની માંગ કરી રહ્યા છે.

એક સ્થાનિકે કહ્યું કે અહીં વારંવાર પાણી ભરાઈ જાય છે મોટા ખાડા પડી જવાથી વર્ષમાં ૫૦ જેટલા વાહનો પલટી મારે છે. સ્કૂલે જતા બાળકો અટવાઈ જાય છે. હાઈવે ઉપર સામાન્ય વરસાદમાં જ પાણી ભરાઈ જતા ભારે ટ્રાફિક જામ થાય છે લોકો કલાકો સુધી ફસાઈ જાય છે અહીં વારંવાર પાણી ભરાઈ જાય છે અમે બાળકોને સ્કૂલે મોકલી શકતા નથી હાઈવે ઓથોરિટીની ઓફિસ સામે જ છે પણ કઈ થતું નથી લોકો પરેશાન થઈ રહ્યા છે.

આ પણ વાંચો :-

 

જન્મદિવસના સેલિબ્રેશનમાં કેકની જગ્યાએ મોંઘા ટામેટા કાપીને ઉજવણી કરાઈ

0
  • ટમેટાના ભાવ આસમાને પહોંચતા ગરીબ અને મધ્યમ પરિવારનું બજેટ ખોરવાઈ ગયું છે. ત્યારે ટામેટાને લઈ ધોરાજીમાં જન્મદિવસની અનોખી ઉજવણી સામે આવી છે.

જેમાં કેકની જગ્યાએ ટામેટા કાપીને જન્મદિવસ ઉજવાયો હતો. પરિવારજનોએ મીઠાઈની જગ્યાએ ટામેટા આપ્યા.

કેકની જગ્યાએ ટામેટા કાપ્યા :

હાલમાં ટામેટાના ભાવ માર્કેટમાં આસમાને પહોંચી ગયા છે. એક સમયે ૧૦-૨૦ રૂપિયા કિલો મળતા ટામેટા અત્યારે ૧૫૦ રૂપિયાથી વધુ કિંમતે વેચાઈ રહ્યા છે. એવામાં ધોરાજીમાં એક યુવતીના બર્થ ડેમાં કેક નહીં પરંતુ ટામેટા કાપીને જન્મદિવસની ઉજવણી કરવામાં આવી. ખાસ વાત તો એ છે કે જન્મદિવસમાં આવનારા સગા-વહાલા તથા પાડોશીઓએ પણ ભેટમાં કિંમતી ટામેટા આપ્યા હતા.

ધોરાજીમાં ટમેટાનો ભાવ ૧૫૦ થી ૨૦૦ રૂપિયા એક કિલાનો ભાવ છે. ત્યારે શાકભાજી વેપારીઓ એવું જણાવે છે કે વધુ પડતા વરસાદને કારણે ટામેટાના પાકમાં નુકસાન ગયું છે અને તેને લીધે આવક ઓછી છે. તેથી ભાવમાં વધારો આવ્યો છે.

જન્મદિવસની શુભેચ્છા આપતા પરિજનોએ જણાવ્યું હતું કે શિયાળામાં જે ટામેટા ૧૦ રૂપિયાના પાંચ કિલો લેખે વેચાતા હતા. એ જ ટમેટા આજે બજારમાં ૧૫૦ થી ૨૦૦ રૂપિયા કિલો વેચાય ધૂમ મચાવી રહ્યા છે. મોંઘવારીની માજા તો ગૃહિણીઓના બુમરાણ મચાવી દીધા છે.

રાજકોટ જીલ્લાના ધોરાજીમાં ટમેટાના ભાવમાં તોતિંગ વધારાને લઈને સામાન્ય પરીવાર, મધ્યમ પરીવાર જનો વધૂ એક મોંઘવારીનો માર સહન કરવાનો વારો આવ્યો. એવામાં ધોરાજીના પરિવાર દ્વારા ટામેટાની કેક કાપીને અનોખી રીતે રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો :-

રાહુલ ગાંધીને મોટો ફટકો, માનહાની કેસની સજામાં ના મળ્યો સ્ટે

0
  • મોદી સરનેમ સંબંધિત માનહાનિના કેસમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને સુરતની કોર્ટે બે વર્ષની સજા ફટકારી છે.

ગુજરાત હાઈકોર્ટ શુક્રવારે (૦૭ જુલાઈ) સવારે ૧૧ વાગ્યે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની મોદી અટક સંબંધિત માનહાનિના કેસમાં આપવામાં આવેલી સજા સામેની અરજી પર પોતાનો ચુકાદો સંભળાવ્યો છે. જજ હેમંત પ્રાચાક આ કેસ નો ચુકાદો આપતા રાહુલ ગાંધીની સજા પર સ્ટે ની અરજી ફગાવી છે. રાહુલ ગાંધીને સુરત કોર્ટે દોષિત ઠેરવ્યા હતા અને ૨૩ માર્ચે બે વર્ષની સજા ફટકારી હતી.

દોષી ઠેરવ્યા બાદ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને લોકસભાના સભ્યપદેથી અયોગ્ય ઠેરવવામાં આવ્યા હતા. સભ્યપદેથી અયોગ્ય જાહેર થયા બાદ રાહુલ ગાંધીએ કેરળના વાયનાડમાં કહ્યું હતું કે કેન્દ્ર સરકાર તેમનો અવાજ દબાવવાનું કામ કરી રહી છે. પરંતુ તેઓ ડરતા નથી.

રાહુલ ગાંધી તરફથી હાજર રહેલા કોંગી નેતા અને વકીલ અભિષેક મનુ સિંઘવીએ એપ્રિલમાં ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન કહ્યું હતું કે મોઢ અને તેલી સહિત ઘણા લોકો ગુજરાતમાં મોદી સરનેમ લખે છે. રાહુલના નિવેદનને દરેક સાથે જોડવું યોગ્ય નથી. અરજીકર્તાનું કહેવું છે કે દેશના ૧૩ કરોડ લોકોની બદનામી થઈ છે. તે પોતે જ એક મજાક છે.

બીજી તરફ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સહિત પાર્ટીના અન્ય નેતાઓએ આ સમગ્ર મામલે દાવો કર્યો હતો કે રાહુલ ગાંધીએ અન્ય પછાત વર્ગ (ઓબીસી)નું અપમાન કર્યું છે. આવી સ્થિતિમાં તેમણે ઓબીસી સમાજની માફી માંગવી જોઈએ.

ભાજપના નેતા પૂર્ણેશ મોદીએ કર્ણાટકમાં રાહુલ ગાંધીના ૨૦૧૯ની લોકસભા ચૂંટણીના પ્રચાર ભાષણને લઈને સુરતની કોર્ટમાં તેમની સામે માનહાનિનો દાવો દાખલ કર્યો છે, જેમાં કથિત રીતે કહેવામાં આવ્યું હતું કે, “બધા ચોરોની અટક મોદી કેમ છે?” કેસ નોંધવામાં આવ્યો હતો. તેમણે કહ્યું હતું કે રાહુલ ગાંધીએ આવું કહીને મોદી સરનેમના લોકોને બદનામ કર્યા છે.

આ પણ વાંચો :-

મહારાષ્ટ્ર ભાજપમાં આંતરીક અસંતોષ ચરમસીમા પર ! શું પક્ષ સાથે છેડો ફાડી નાખશે પંકજા મુંડે

0
  • મહારાષ્ટ્રમાં હાલમાં ચાલી રહેલા રાજકીય ઘમાસણમાં નવો ટ્વિસ્ટ આવે તેવી શક્યતાઓ સામે આવી રહી છે. શિવસેના પછી NCPમાં ફૂટ પડી છે. તો હવે વારો ભાજપનો પણ આવી શકે તેમ છે.

હાલમાં અટકળો એવી છે કે મહારાષ્ટ્રમાં બીજેપીનો યુવા ચહેરો અને પક્ષની રાષ્ટ્રીય સચિવ પંકજા મુંડે પાર્ટી સાથે છેડો ફાડીને બહાર નીકળવાની તૈયારી કરી રહી છે. રિપોર્ટ અનુસાર પંકજા મુંડેએ દિલ્હીમાં કોંગ્રેસની પાર્ટી ઓફિસમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી છે. પંકજા ગોપીનાથ મુંડેની દિકરી છે. જેઓ 90ના દાયકાની શરૂઆતમાં મહારાષ્ટ્ર્માં ડે.સીએમ પદ પર રહ્યા હતા. દેવેન્દ્ર ફડણવીસ સરકારમાં પંકજા મુંડે મહારાષ્ટ્રની ગ્રામીણ વિકાસ, મહિલા તેમજ બાલ વિકાસ મંત્રી હતા.

પંકજા મુંડેએ બે વખત દિલ્હીની મુલાકાત કરી :

અહેવાલ મુજબ પંકજા મુંડેએ બે વખત દિલ્હીની મુલાકાત કરી હતી. પંકજા મુંડેની કોંગ્રેસમાં એન્ટ્રીને લઈને બન્ને નેતાઓ સાથે બહોળી ચર્ચાઓ પણ યોજાઈ હતી. આ સિવાય સૂત્રોના જણાવ્યા અનુસાર સાંગલીમાં એક પ્રમુખ નેતા પંકજા મુંડેને પક્ષમાં સામેલ કરવા માટે સક્રિય રૂપથી શામેલ છે.

હાલના દિવસોમાં અહેવાલ આવી રહ્યા છે કે પંકજા મુંડે પક્ષથી નારાજ ચાલી રહ્યા છે. એ જગજાહેર છે કે પંકજા મુંડે અને તેમના પિતરાઈ ભાઈ ધનંજય મુંડે વચ્ચે રાજનીતિક સ્પર્ધા સતત આક્રમક રહી છે. ધનંજય મુંડે પહેલાં જ મંત્રી પદની શપથ લઈ ચૂક્યા છે. જ્યારે પંકજા મુંડે હાલમાં મહાસચિવ પદ પર છે.

આ પણ વાંચો :-

મધ્યપ્રદેશથી ગુજરાત ફરવા આવેલા વૃદ્ધ ગીરમાં બે ખીણ વચ્ચે ફસાયા, માંડ માંડ રેસ્ક્યૂ કરાયું

0
  • Gir Forest Rescue : ગીરમાં ફસાયેલા મધ્યપ્રદેશના પરિવારની SDRFએ કરી મદદ. ખીણમાં ઝાડીઓની વચ્ચે ફસાયેલા સિનિયર સિટીઝનને બચાવ્યા. લાંબા સમયની મહેનત પછી વૃદ્ધનો પરિવાર સાથે ભેટો કરાવ્યો. દર્શન કરીને પરત ફરતા સમયે પરિવારથી છૂટા પડયાં હતા વૃદ્ધ.

ગીર સોમનાથમાં SDRF ની ટીમે 8-10 કલાકનું રેસ્ક્યુ કરી 65 વર્ષીય વૃદ્ધને રાહત આપી છે. મૂળ મધ્યપ્રદેશના મદન મોહન જૈન ગીર સોમનાથના દર્શન માટે તેમના પરિવાર સાથે આવ્યા હતા પણ ગત ગુરુવારે બપોરના સમયે પરિવારથી તેઓ છુટા પડી ગયા. જો કે પરિવારે તેમની લાંબા સમય સુધી શોધખોળ કરવા છતાં જયારે તેઓ ન મળ્યા ત્યારે તેમના પરિવારે સ્થાનિક પ્રશાસનની મદદ મેળવી.

રાત્રે 9:30 વાગે SDRF ને જાણ થઈ  :

રાત્રે 9:30 વાગે SDRF ને જાણ થતા SDRF ગોંડલની ટીમ રેસ્ક્યુ માટે નીકળી હતી. ભારે જહેમતથી બે ખીણ વચ્ચે ઝાડીઓમાં ફસાયેલા વૃદ્ધને બચાવવાની કામગીરી શરૂ કરવામાં આવી. રાત્રે શરુ કરવામાં આવેલું રેસ્ક્યુ સવારે 8 વાગેની આસપાસ પૂરું થયું.

અમને મામલતદાર કચેરીથી માહિતી મળી :

તેમને ગઈ રાત્રે 9:30 કલાકે મામલતદાર કચેરીએથી કોઈ વૃદ્ધ ગુમ થયા હોવાની માહિતી મળી હતી. માહિતી મળતાની સાથે તેઓ પોતાની 20 સભ્યોની ટુકડી લઇ રેસ્ક્યુ માટે રવાના થયા હતા.

આ પણ વાંચો :-

Happy Birthday MS Dhoni : ધોનીએ કરેલી એવી કમાલ જે હંમેશા ચાહકોને યાદ રહેશે

0
  • Happy Birthday Mahendra Singh Dhoni: ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન, ભારતને બે વર્લ્ડ કપ અને એક ચેમ્પિયન્સ ટ્રોફી સહિત ત્રણ ત્રણ વાર વિશ્વ વિજેતા બનાવનાર કેપ્ટન કૂલનો આજે જન્મ દિવસ.

ધોની ક્રિકેટની દુનિયામાં એક એવો સિતારો છે એક એવો મહાન ખેલાડી છે જે હવે એક પ્રકારે વર્લ્ડ ક્રિકેટ હિસ્ટ્રીના સૌથી લોકપ્રિય ખેલાડીઓની યાદીમાં એટલે કે હોલ ઓફ ફેમની યાદીમાં માનવામાં આવે છે. ધોની આજે પોતાનો ૪૨ મો જન્મ દિવસ મનાવી રહ્યાં છે.

૭ જુલાઈ ૧૯૮૧ના રોજ રાંચીમાં જન્મેલ મહેન્દ્ર સિંહ ધોની આજે પોતાનો 42મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. માહી. કેપ્ટન કૂલ. ધોની. થાલા અને અન્યના નામથી પ્રખ્યાત આ મહાન કેપ્ટનને કોણ નથી જાણતું. ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની મુશ્કેલ પરિસ્થિતિઓમાં પોતાની સાદગી અને સ્વસ્થતા માટે જાણીતા છે. આ દિગ્ગજ ખેલાડીએ પોતાની કેપ્ટનશીપ દરમિયાન ઘણા રેકોર્ડ બનાવ્યા છે પરંતુ એક રેકોર્ડ જેને કોઈ સ્પર્શી શકતું નથી.

૨૦૦૭માં મહેન્દ્ર સિંહ ધોની જેણે નવી ટીમ સાથે ICC T20 વર્લ્ડ કપમાં પ્રવેશ કર્યો અને ટીમને ચેમ્પિયનશિપમાં પણ લીડ કરી. પાકિસ્તાન સામેની રોમાંચક ફાઈનલમાં દરેકના હૃદયની ધડકન તેજ હતી. પરંતુ મહેન્દ્ર સિંહ ધોની તે નિર્ણાયક મેચમાં પણ હંમેશની જેમ શાંત રહ્યો.

ICC દ્વારા આયોજિત પ્રથમ T20 વર્લ્ડ કપ ભારતના નામે હતો અને એક એવો રેકોર્ડ બનાવ્યો. જે ધોની પછી કોઈ કરી શક્યું નથી. પ્રથમ T20 વર્લ્ડ કપ ટ્રોફી ધોનીના નામ પર રાખવામાં આવી છે અને તેઓ ઈચ્છે તો પણ તેને ફરીથી જીતી શકશે નહીં. તેના સિવાય વિશ્વની કોઈપણ ટીમના કેપ્ટનને એવો કેપ્ટન કહી શકાય નહીં જેણે પ્રથમ T20 વર્લ્ડ કપની ટ્રોફી જીતી હોય.

નોકઆઉટ મેચોમાં સતત જીતનો રેકોર્ડ મહેન્દ્ર સિંહ ધોનીના નામે છે. ચેમ્પિયન કેપ્ટને ટીમ માટે અત્યાર સુધી કુલ 8 નોકઆઉટ મેચ જીતી છે. ફાઈનલ, સેમીફાઈનલ અને ક્વાર્ટર ફાઈનલમાં આવો રેકોર્ડ અન્ય કોઈ કેપ્ટન પાસે નથી. અન્ય તમામ કેપ્ટનો પાસે છ પર સૌથી વધુ સતત નોકઆઉટ મેચ જીતવાનો રેકોર્ડ છે.

આ શ્રેણી ૨૦૦૭ માં શરૂ થઈ અને ICC T20 વર્લ્ડ કપ સેમી-ફાઈનલ, 2007 ફાઈનલ, ૨૦૧૧ ODI વર્લ્ડ કપ ક્વાર્ટર ફાઈનલ, સેમી ફાઈનલ, ફાઈનલમાં ચાલુ રહી. ત્યાર બાદ ૨૦૧૩માં ચેમ્પિયન્સ ટ્રોફીની સેમિફાઈનલ અને પછી ફાઇનલ. ૨૦૧૪માં ભારતે વર્લ્ડ કપની સેમીફાઈનલ જીતી હતી. શ્રીલંકા સામેની ફાઈનલમાં સતત 8 નોકઆઉટ જીતનો સિલસિલો તૂટી ગયો હતો.

આ પણ વાંચો :-

ગુજરાતના વિદ્યાર્થીએ કરી દેખાડયું ! મેક ઈન ઈન્ડીયા રેસીંગ કારનું સર્જન કર્યું

0
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં મેક ઈન ઈન્ડીયાનાં સ્વપ્નને સાકાર કરવા માટે એડીઆઈટી એન્જીનીયરીંગ કોલેજનાં ઓટોમોબાઈલ્સ, મિકેનિકલ, ઈલેકટ્રીકલ, અને ઈસી ડીપાર્ટમેન્ટનાં વિદ્યાર્થીઓ દ્વારા સંપુર્ણ સ્વદેશી રેસીંગ કારનું નિર્માણ કરાયું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં મેક ઈન ઈન્ડીયાનાં સ્વપ્નથી પ્રેરાઈને આણંદનાં ન્યુ વલ્લભવિદ્યાનગરની સીવીએમ યુનિવર્સીટી સંચાલિત એડીઆઈટી એન્જીનયીરીંગ કોલેજનાં વિદ્યાર્થીઓની ટીમએ સંપૂર્ણ સ્વદેશી રેસીંગ કારનું નિર્માણ કર્યું છે. આ કાર આગામી તા.10થી 13 દરમિયાન દિલ્હી ખાતે યોજાનારી નેશનલ રેસીંગ સ્પર્ધામાં ભાગ લેશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં મેક ઈન ઈન્ડીયાનાં સ્વપ્નને સાકાર કરવા માટે એડીઆઈટી એન્જીનીયરીંગ કોલેજનાં ઓટોમોબાઈલ્સ, મિકેનિકલ, ઈલેકટ્રીકલ, અને ઈસી ડીપાર્ટમેન્ટનાં વિદ્યાર્થીઓ દ્વારા સંપુર્ણ સ્વદેશી રેસીંગ કારનું નિર્માણ કરાયું છે. આ રેસીંગ કાર સંપૂર્ણપણે કોલેજનાં ઓટોમોબાઈલ વર્કશોપમાં અને આઈડીયા લેબમાં બનાવવામાં આવી છે. આ કલાકનાં 110 કિલોમીટરની સ્પીડમાં દોડી શકે છે. જેમાં 390 સીસીનું એન્જીન લગાવવામાં આવ્યું છે. તેમજ 6 સ્પીડ ગીયર બોક્ષ અને 340 કિલો ગ્રોસ વેઈટ ધરાવે છે.

તેમજ કારનું વજન ઓછુ રાખવા માટે કારનાં નિર્માણમાં વિશેષ લાઈટ વેઈટ મટીરીયલ્સનું ઉપયોગ કરાયો છે. તેમજ રેસીંગ કારને રેસીંગ દરમિયાન હીટીંગથી બચાવવા માટે કારની સાઈડમાં અલગથી નોર્મલ કરતા મોટું રેડીયેટર લગાવવામાં આવ્યું છે. તેમજ રેસીંગ દરમિયાન ટર્ન લેતા કાર પલ્ટીના મારે તે માટે પણ વિશેષ ડીઝાઈન કરવામાં આવી છે. આ કારના તમામ પાર્ટસ કોલેજના વર્કશોપમાં તૈયાર કરવામાં આવ્યા છે. આ કાર તૈયાર કરવા પાછળ અંદાજે સાત લાખ રૂપિયાનો ખર્ચ થયો છે.

No description available.

આ રેસીંગ કાર આગામી તા.10 થી 13 દરમિયાન દિલ્હી ખાતે SAE ઈન્ડીયા આયોજીત સુપ્રા 2023 નેશનલ સ્પર્ધામાં બુધ્ધા ઈન્ટરનેશનલ સરકીટ ખાતે આયોજીત રેસીંગ સ્પર્ધામાં ભાગ લેશે. દિલ્હી ખાતે આયોજીત આ સ્પર્ધામાં દેશભરમાંથી 56 જેટલી ટીમો ભાગ લેનાર છે. જેમાં આ રેસીંગ કાર બ્રેક ટેસ્ટ, ટિલટીંગ ટેસ્ટ, ટેકનીકલ ઈન્સપેકશન, લેપ રાઉન્ડ, વેઈટ ટેસ્ટ અને પ્રેઝેન્ટેશન જેવા રાઉન્ડમાંથી પસાર થયા બાદ રેસીંગમાં પ્રદર્શન કરશે. તેમજ આ રેસીંગ કાર પેટ્રોલથી 110 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી શકશે.

No description available.

આ રેસીંગ કારનાં નિર્માણ માટે સીવીએમ યુનિવર્સીટી દ્વારા સાતથી આઠ લાખ રૂપિયાની સ્પોન્સર્ડશીપ આપવામાં આવી છે. સીવીએમ યુનિવર્સીટીનાં અધ્યક્ષ ભીખુભાઈ પટેલ અને પ્રીન્સીપાલ વિશાલસિંધએ પણ આ રેસીંગ કાર નિહાળી નિર્માણ કરનારા વિદ્યાર્થીઓની ટીમને અભિનંદન પાઠવ્યા હતા. ઓટોમોબાઈલ ડીપાર્ટમેન્ટ હેડ ડો.સંજય પટેલનાં માર્ગદર્શન હેઠળ અનશવા ટીમ દ્વારા ચાર માસની મહેનત બાદ આ રેસીંગ કાર તૈયાર કરી છે.

આ પણ વાંચો :-

‘મર્સીડીઝ મારા બાપની છે, પણ રોડ નહીં’, લખેલું પાટિયું પકડાવીને પોલીસે ઉતારી નબીરાઓની ‘રીલ’ !

0
  • શહેરના એસ. જી હાઇવે, સિંધુભવન રોડ અને રીંગ રોડ નબીરાઓની ગુનાહિત પ્રવૃત્તિઓનો એક અડ્ડો બની ગયો છે. જેનું વધુ એક ઉદાહરણ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ એક વીડિયો આપી રહ્યું છે. પરંતુ પોલીસે અમદાવાદમાં જોખમી સ્ટંટ કરનારા નબીરાઓને પકડીને પાઠ ભણાવ્યો હતો.

અમદાવાદમાં જોખમી સ્ટંટ કરનારા નબીરાઓની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. શહેરના એસ. જી હાઇવે, સિંધુભવન રોડ અને રીંગ રોડ નબીરાઓની ગુનાહિત પ્રવૃત્તિઓનો એક અડ્ડો બની ગયો છે. જેનું વધુ એક ઉદાહરણ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ એક વીડિયો આપી રહ્યું છે.

પરંતુ પોલીસે અમદાવાદમાં જોખમી સ્ટંટ કરનારા નબીરાઓને પકડીને પાઠ ભણાવ્યો હતો. આરોપીઓને ‘મર્સિડીઝ મારા બાપની પણ રોડ મારો નહીં’ ના પ્લે કાર્ડ આરોપીઓના હાથમાં પકડાવીને પોલીસે રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. મર્સિડીઝ કાર પર પર સ્ટંટ કરનારા નબીરાઓને પોલીસે પાઠ ભણાવ્યા હતા.

આ ઘટનામાં મળતી માહિતી પ્રમાણે અમદાવાદના સિંધુભવન રોડ પર કારમાં સ્ટંટ કરવાની એક ઘટના સામે આવી છે. ફેબ્રુઆરી મહિનામાં સ્ટંટ કરતો વીડિયો વાયરલ થયો હતો. જેના કારણે પોલીસ સતર્ક બની ગઈ હતી. વાઇરલ વીડિયોને આધારે સરખેજ પોલીસે ચાર લોકોની ધરપકડ કરી હતી.

જો કે પોલીસ તપાસમાં વધુ વિગતો સામે આવી છે. જેમાં ત્રણથી ચાર જેટલી કારમાં કારના કાચ ખોલી મોટા અવાજે લાઉડસ્પીકર પર ગીતો વગાડતા યુવાનો નજર પડી રહ્યા છે. વાયરલ થયેલા વીડિયોને લઈ સરખેજ પોલીસે તાબડતોડ ફરિયાદ નોંધી ત્રણ આરોપીને ઝડપી પાડયા છે. સાથે સાથે પોલીસે વીડિયોમાં સ્ટંટ માટે ઉપયોગમાં લેવાયેલ કારને પણ જપ્ત કરી છે.

No description available.

પોલીસે સમગ્ર કેસમાં વધુ એક આરોપીની ધરપકડ કરી છે. પોલીસે આ ઘટનામાં સામેલ મુખ્ય આરોપી જુનેદ મિર્ઝાની ધરપકડ કરી છે. પોલીસે જુનેદ મિર્ઝાને સાથે રાખી સિંધુભવન રોડ પર રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. ફેબ્રુઆરી મહિનામાં સિંધુભવન રોડ પર ચાર કારમાં સ્ટંટ કરવામાં આવ્યો હતો. પોલીસે ચાર્જશીટ ફાઈલ કર્યા બાદ તપાસમાં વધુ ખુલાસા થયા હતા. જે તે સમયે આરોપીઓએ અધૂરી વિગતો આપી હોવાનું ખુલ્યું હતું.

મહત્વનું છે કે, પોલીસે નબીરાઓ હાથમાં ‘મર્સિડીઝ મારા બાપની પણ રોડ નહીં’નું પોસ્ટર પકડાવાયું હતું. તમામ સ્ટંટબાજો જુહાપુરાના અસામાજિક તત્વો છે. તમામ આરોપીઓના નામ આસીફ અલી, આઝીમ શેખ, શાહ નવાઝ શેખ, સમીર ખાન છે. પોલીસે સ્ટંટમાં વપરાયેલી કાર પણ કબજે કરી હતી. જુનૈદ મિર્ઝા નામના નબીરાની પણ પોલીસે અટકાયત કરી હતી. નબીરાઓ પાંચથી છ કાર સાથે સ્ટંટ કરતા હતા.

No description available.

ઉલ્લેખનીય છે કે આ અગાઉ દિવાળી સમય સિંધુભવન રોડ પર ચાલુ કારમાં ફટાકડા ફોડતો વીડિયો વાયરલ થયો હતો જે ચર્ચાનો વિષય પણ બન્યો હતો. બાપુનગરમાં થોડા દિવસો પહેલા તલવાર સાથે એકટીવા પર જતા 2 યુવકોનો વિડીયો પણ વાયરલ થયો હતો. આ સિવાય રખિયાલ વિસ્તારમાં જાહેર રોડ પર ફટાકડા ફોડી ટ્રાફિકને અસર પહોંચાડતો વિડીયો પણ વાયરલ થયો હતો.

આ પણ વાંચો :-