Government will conduct Chardham Yatra
- શ્રાવણ માસના પાવન અવસરે સોમવારે સોમનાથમાં સિનિયર સિટિઝન્સ આપશે તિરંગાને સલામી.
ગુજરાતના (Gujarat) સિનિયર સિટિઝન (Senior Citizen) ગુજરાતના યાત્રા ધામાના સરળતાથી દર્શન કરી શકે તે અર્થે રાજ્ય સરકારે “શ્રવણ તીર્થ દર્શન યોજના” (Shravan Tirtha Darshan Yojana) અમલમાં મૂકી છે. જે અંતર્ગત યાત્રા કરનાર લોકોને 50% ટ્રાવેલ્સ ખર્ચ ગુજરાત સરકાર (Gujarat Govt) દ્વારા સહાય આપવામાં આવે છે.
પરંતુ દેશ આઝાદીના 75 વર્ષની ઉજવણી કરી રહ્યુ છે. તેથી આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત શ્રવણ તીર્થ દર્શન યાત્રામાં સબસિડી 50 ટકાથી વધારીને 75 ટકા કરવાની જાહેરાત કરવામાં આવી છે.
આજે રાતે 75 બસ સોમનાથ જવા ઉપડશે :
જી, હા કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીએ આ જાહેરાત કરતા જણાવ્યું હતું કે 75 બસના માધ્યમથી સિનિયર સિટીઝનને ચારધામ યાત્રા કરાવાશે. જે માટે 4000થી વધુ નોંધણી થઇ છે. દંપતીમાંથી કોઇ એકની ઉંમર 60 વર્ષ હશે તો તેમને પણ લાભ અપાશે. સુરત પશ્ચિમ વિધાનસભા વિસ્તારમાં 50 હજાર તિરંગાનું વિતરણ કરાયું છે. જે 75 બસો ઉપડવાની છે તેમાં સવાર તમામ યાત્રાળુઓને રાષ્ટ્રધ્વજ આપવામાં આવશે. યાત્રાળુઓ સોમનાથ ખાતે રાષ્ટ્રધ્વજને સલામી આપશે.
ભારતીય જનતા પાર્ટી ૧૬૭ – સુરત (પશ્ચિમ) વિધાનસભા
શ્રવણ તીર્થ દર્શન યોજના અંતર્ગત શ્રાવણ મહિનાના સોમવારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ દાદાના ( @Somnath_Temple )દર્શન
📍નોંધ :- સિનીયર સીટીઝન ૬૦ વર્ષ કે તેથી વધુ ઉંમર ધરાવતા નાગરિકો માટે
તારીખ :- ૧૪,૧૫,૧૬ ઓગસ્ટ ૨૦૨૨, 1/2@narendramodi pic.twitter.com/myHpEYFo3s— Purnesh Modi (@purneshmodi) July 24, 2022
સોમનાથ જઇને રાષ્ટ્રધ્વજ ફરકાવશે યાત્રાળુઓ :
હાલમાં પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે. તેમાં પણ સોમવારનો દિવસ પવિત્ર ગણાય છે. ત્યારે 4000થી વધુ સંખ્યામાં 75 જેટલી બસ આજે રાતે સુરતથી સોમનાથ જવા નીકળી જશે. 72 કલાકે બસ પરત આવશે. આવતી કાલે સવારે ચોટીલા, ત્યાર બાદ ગોંડલ સ્વામિનારાયણ અને ખોડલધામમાં પણ દર્શન કરશે ત્યારબાદ જ સોમનાથ પહોંચશે. સોમનાથ ખાતે ધ્વજવંદનમાં ભાગ લેશે.
ત્યારબાદ ભાલકાતીર્થ, વડતાલ સ્વામિનારાયણ મંદિર અને નર્મદા કાંઠે આવેલા નીલકંઠ મહાદેવના દર્શન કરીને યાત્રાળુઓ 167 સુરત પશ્ચિમ વિધાનસભાના સિનિયર સિટિઝનો પરત ફરશે.ઉલ્લેખનીય છે કે સિંધુ દર્શન, જેમાં ગુજરાત સરકાર 15 હજાર સબસીડી આપે છે. ગુજરાતમાંથી અયોધ્યા જવા-આવવા માટે રાજ્ય સરકાર 5 હજાર સબસીડી આપે છે.
આ પણ વાંચો :-