ના હોય… મહિલાએ દીપડાને બાંધી રાખડી!! ચૂપચાપ સંબંધ નિભાવવા ઉભો રહ્યો, જુઓ વીડિયો

Share this story

No… the woman tied up the panther

  • એક મહિલાએ એક દીપડાને રાખડી બાંધી. સંબંધની સુંદરતા તો જુઓ દીપડાએ આ મહિલાને સહેજ પણ ઈજા પહોંચાડી ન હતી. આ કિસ્સો રાજસ્થાનના રાજસમંજ જિલ્લાનો છે.

રક્ષાબંધનના (Rakshabandhan) તહેવારની ઘણા રાજ્યોમાં ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. ત્યારે આ દિવસે બહેનો તેમના ભાઈઓના હાથ પર રાખડી બાંધે છે. એવામાં રાજસ્થાનના (Rajasthan) રાજસમંદ જિલ્લામાં અનોખો કિસ્સો સામે આવ્યો છે.

Somnath – તિરંગાની છાયામાં ભવ્ય સોમનાથ મંદિર ..

ત્યાં એક મહિલાએ એક દીપડાને રાખડી બાંધી. સંબંધની સુંદરતા તો જુઓ દીપડાએ આ મહિલાને સહેજ પણ ઈજા પહોંચાડી ન હતી. હવે આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

મહિલાએ દીપડાને બાંધી રાખડી :

તમને જણાવી દઈએ કે રાજસમંદ જિલ્લાના ખેડા ગામની રહેવાસી મહિલા લીલા તેના પતિ સાથે પીયર જઈ રહી હતી. તે દરમિયાન રસ્તામાં તેને એક ઇજાગ્રસ્ત દીપડો રસ્તાની સાઈડમાં ચાલતો જોવા મળ્યો હતો. એવામાં તેણે ગાડી રોકી દીપડાના પગ પર રાખડી બાંધી. મહિલાએ તેનો વીડિયો પણ બનાવ્યો જે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

ઇજાગ્રસ્ત દીપડાનું મોત :

ફીમેલ દીપડી ઇજાગ્રસ્ત થઈ હતી. જે શહેર તરફ જઈ રહ્યો હતો. મહિલા દ્વારા રાખડી બાધ્યા બાદ ત્યાં હાજર કેટલાક લોકોએ તેની સૂચના વન વિભાગને આપી હતી. ત્યારબાદ ડોક્ટરે દીપડીની સારવાર કરી પરંતુ તે દરમિયાન તેનું મોત થઈ ગયું.

આ પણ વાંચો :-