હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલનો ફરી ભયાનક વરતારો : ઓગસ્ટ મહિનામાં શું આ જિલ્લાઓમાં પૂર આવશે ?

Share this story

Meteorologist Ambalal Pate

  • ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી અનુસાર રાજ્યમાં 12 ઓગસ્ટ પછી ધોધમાર વરસાદને લઈને શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અંબાલાલ પટેલે રાજ્યના વરસાદ માટે ચોથા રાઉન્ડને લઈને આગાહી વ્યક્ત કરી છે.

રાજ્યમાં આગામી 3 દિવસ યથાવત વરસાદી માહોલ (Rainy weather) રહેવાની આગાહી હવામાન વિભાગે કરી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં (South Gujarat) વરસાદની આગાહી કરવામાં આવી છે. અહીં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી આવી છે. તો 15 અને 16 ઓગસ્ટના એકાદ વિસ્તારમાં ભારે વરસાદની (Heavy rain) સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

અરબી સમુદ્રમાં ડિપ્રેશન સક્રિય થયું હોવાથી વરસાદની આગાહી છે. આગામી 3 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના છે. તો રાજ્યના બંદરો પર સિગ્નલ નંબર 1 લગાવવાયું છે.

હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી :

ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી અનુસાર રાજ્યમાં 12 ઓગસ્ટ પછી ધોધમાર વરસાદને લઈને શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અંબાલાલ પટેલે રાજ્યના વરસાદ માટે ચોથા રાઉન્ડને લઈને આગાહી વ્યક્ત કરી છે. આગામી 24 થી 48 કલાક રાજ્યના અનેક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદને લઈને પટેલે શક્યતા વ્યક્ત કરી છે.

ગુજરાતમાં ફરી એકવાર વરસાદી માહોલ જોવા મળ્યો છે. ત્યારે અંબાલાલ પટેલની આગાહી અનુસાર રાજ્યમાં 14 ઓગસ્ટ પછી ધોધમાર વરસાદને લઈને શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

ઓગસ્ટ મહિનામાં અંબાલાલ પટેલે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદને લઈને એંધાણો વ્યક્ત કર્યા હતા. અંબાલાલ પટેલની આગાહી અનુસાર રાજ્યમાં 13 જુલાઈ સુધી સારા વરસાદ થવાના એંધાણો વ્યક્ત કરવામાં આવ્યા હતા જે સચોટ સાબિત થયા છે.

અંબાલાલ પટેલે રાજ્યમાં સારા વરસાદને લઈને ફરી એક આગાહી કરી છે. જેમાં વલસાડ, સુરતમાં સારા વરસાદ પડશે. જ્યારે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદના આકરા એંધાણો વ્યક્ત કર્યા છે, એટલે અહીં ભારેથી અતિભારે વરસાદના કારણે ફરી પૂર આવે એવી સંભાવના જણાવી છે.

રાજ્યના ડેમની સ્થિતિ :

સરદાર સરોવર નર્મદા ડેમના પાંચ દરવાજા ખોલવામાં આવ્યા છે. ઉપરવાસમાંથી વરસાદના કારણે નર્મદા ડેમની જળ સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. જેના કારણે ડેમનું રૂલ લેવલ જાળવવા માટે ડેમના પાંચ દરવાજા ખોલવામાં આવ્યા. આ  સીઝનમાં પહેલીવાર ડેમના દરવાજા એક મીટર સુધી ખોલવામાં આવ્યા છે.

ડેમ મહત્તમ જળસપાટીથી 5.17 મીટર દૂર છે. નર્મદા નદીમાં તબક્કાવાર 10 હજારથી 1.50 લાખ ક્યુસેક પાણી છોડાવામાં આવશે, જે પહેલા નર્મદા નદીના કાંઠા વિસ્તારના વડોદરાના 3 તાલુકા અને ભરૂચના કાંઠા વિસ્તારના લોકોને અલર્ટ પણ કરાયા છે.

આ પણ વાંચો :-