દેવનાથ બાપુને મળી જાનથી મારી નાખવાની  ધમકી, ‘પઠાણ’ ફિલ્મનો કર્યો હતો વિરોધ

Share this story

Devnath Bapu received death

  • આમિર ખાન અને શાહરુખ ખાનની ફિલ્મનો વિરોધ કરનાર કચ્છના સંતને મળી ધમકી. રાપરના એકલધામના મહંત યોગી દેવનાથબાપુને હત્યાની મળી ધમકી.

કચ્છના (Kutch) સંતને ટ્વિટર પર સર કલમ (Sir Kalma) કરવાની ધમકી મળી છે. રાપરના સંત દેવનાથબાપુને સોશિયલ મીડિયામાં (Social media) સર કલમ કરતાં ફોટો સાથેની ટ્વિટ કરાઈ છે. સર કલમ કરતાં ફોટો સાથે એક વ્યક્તિએ ટ્વિટ કર્યુ છે. પઠાણ ફિલ્મના (Pathan movie) વિરોધમાં ટ્વિટ કર્યા બાદ તેમને આ ધમકી મળી છે.

સરકારી સ્કૂલોમાં શિક્ષકોને આ માટે અપાય છે તોતિંગ પગાર, જુઓ સાહેબ આવ્યા અને કપડાં કાઢીને સૂઈ ગયા.

બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાનની આગામી ફિલ્મ ‘પઠાણ’ રિલીઝ પહેલા જ ચર્ચામાં આવી ગઈ છે. ઘણા લોકોએ સોશિયલ મીડિયા પર ‘પઠાણ’ના ટ્રેલરનો બહિષ્કાર કરવાની માંગ કરી છે. ત્યારે આ ફિલ્મને લઇને વધુ એક વિવાદ સામે આવ્યો છે. હકીકતમાં કચ્છના સંત દેવનાથ બાપુએ ફિલ્મ પઠાણના વિરોધમાં ટ્વીટ કર્યુ હતું. જે બાદ તેમને સોશિયલ મીડિયા પર સર કલમ કરી નાંખવાની ધમકી મળી છે.

No description available.

તેમને જે ટ્વિટર એકાઉન્ટ પરથી ધમકી મળી છે. તેમાં સર કલમ કરેલી તસવીર મૂકવામાં આવી છે. જેને ફોટોશોપ કરીને બનાવવામાં આવી છે, આ એક ધમકીના ભાગરૂપે મૂકાઈ છે. સંત દેવનાથ બાપુ રાપર એકલધામના સંત છે. સંત દેવનાથ ધમકીના પગલે પોલીસમાં ફરિયાદ કરશે.

શા કારણે થઇ રહ્યો છે ફિલ્મ પઠાણનો વિરોધ :

સોશિયલ મીડિયા પર ‘પઠાણ’ના બહિષ્કારની માંગ વાસ્તવમાં બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ સાથે જોડાયેલી છે. રાજપૂતના મૃત્યુ પછી બોલિવૂડમાં ફેલાયેલા કથિત ‘નેપોટિઝમ’ અથવા ભાઇ-ભત્રીજાવાદે સોશિયલ મીડિયા અને મીડિયા બંનેમાં ભારે હોબાળો મચાવ્યો છે. ઈન્ટરનેટ યુઝર્સે સોશિયલ મીડિયા પર ફિલ્મી પરિવાર સાથે જોડાયેલા કલાકારો પર આકરા પ્રહારો કર્યા છે.

આ સંબંધમાં ‘પઠાણ’ના ટ્રેલરનો બહિષ્કાર કરવાની અપીલ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. નોંધનીય છે કે રાજપૂત આત્મહત્યા કેસ પછી જે રીતે ચાહકોમાં નેપોટિઝમ અથવા સ્ટાર કિડ્સની ફિલ્મો સામે ગુસ્સો જોવા મળ્યો છે, તેની ફિલ્મો પર મોટી અસર પડી રહી છે.

આ પણ વાંચો :-