ભારતમાં રેવડી કલ્ચરની ચર્ચા વચ્ચે બ્રિટનમાં ઋષિ સુનકની મોટી જાહેરાત, PM બનશે તો એનર્જી બિલમાં 200 પાઉન્ડની રાહત

Share this story

Rishi Sunak’s big announcement in Britain

  • એકતરફ ભારતમાં મફતની લ્હાણી કરવાનાં રેવડી કલ્ચરની નિંદા કરવામાં આવી રહી છે. તો બીજી તરફ બ્રિટનમાં ભારતીય મૂળનાં વડાપ્રધાન પદના ઉમેદવાર Rishi Sunak એ મોટી જાહેરાત કરી દીધી છે.

બ્રિટનનાં (Britain) આગામી વડા પ્રધાન બનવા માટે જોરશોરથી સ્પર્ધા કરી રહેલા ભૂતપૂર્વ બ્રિટિશ નાણા પ્રધાન ઋષિ સુનાકે (Former British Finance Minister Rishi Sunake) ગુરુવારે મોટી જાહેરાત કરી હતી. તેમણે બ્રિટનનાં ઘરો માટે વધતા ખર્ચને પહોંચી વળવા ઊર્જા બિલમાં (Energy Bill) ઘટાડા સહિતની યોજના તૈયાર કરી હતી.

એકતરફ ભારતમાં રેવડી કલ્ચર મુદ્દે ચર્ચાઓ ચાલી રહી છે. ત્યાં બીજી તરફ બ્રિટનમાં મફત સુવિધાઓને પ્રોત્સાહન આપવાની વાત થઈ રહી છે.

ઊર્જા બિલ પર લગભગ 200 પાઉન્ડ નો કટ મળશે :

ભારતીય મૂળનાં ઋષિ સુનકે ધ ટાઈમ્સમાં લખતાં, કહ્યું હતું કે વેલ્યૂ એડેડ ટેક્સમાં ઘટાડા સાથે દરેક ઘરને તેમના ઊર્જા બિલ પર લગભગ 200 પાઉન્ડ નો કટ મળશે.

અગાઉઠી જ ઊંચા ઉર્જા બિલને ત્રણ ગણા કરતાં વધુ કરવા માટે બ્રિટન આ વર્ષે તૈયારી કરી રહ્યું છે, ચેરિટિ સંસ્થાઓએ ચેતવણી આપી છે કે જો સરકાર આ ફટકો હળવો કરવા માટે  મલ્ટિ-બિલિયન પાઉન્ડ સપોર્ટ પેકેજ શરૂ નહીં કરે તો લાખો લોકો ગરીબીમાં ધકેલાઈ શકે છે.

લિઝ ટ્રુસની સાથે નેતૃત્વની રેસમાં અંડરડોગ ગણાતા સુનકે જણાવ્યું હતું કે તેમની યોજના તમામ લોકોને આવરી લેશે. પેન્શનર્સ માટે સપોર્ટ, જરૂરિયાતમંદ માટે મદદ અને તમામને મદદ કરવા માટેની આ યોજના હશે.

ભૂતપૂર્વ નાણા પ્રધાને જણાવ્યું હતું કે લોકો અને પેન્શનરોના સૌથી સંવેદનશીલ ગ્રુપને વેલ્ફેર સિસ્ટમ દ્વારા તેમના એનર્જી બિલને પહોંચી વળવા માટે નાણાં મળશે.

સુનકે એમ પણ કહ્યું કે તે સરકાર બચત કરવા માટે એક કાર્યક્રમ ચલાવીને આ યોજના માટે ચૂકવણી કરશે. “તેનો અર્થ એ થઈ શકે છે કે આપણે સરકારમાં કેટલીક બાબતોને અટકાવવી પણ  પડશે.”

તેમણે અગાઉ નાણામંત્રી તરીકે રજૂ કરેલા તેલ અને ગેસ ઉત્પાદકોના નફા પર 25% વિન્ડફોલ ટેક્સનો સંદર્ભ આપતા કહ્યું હતું કે “એનર્જીના ભાવ સતત વધી રહ્યા છે તે જોતાં, એવી પણ શક્યતા છે કે સરકાર મેં રજૂ કરેલ એનર્જી પ્રોફિટ વધુ આવક વધારશે,”

ગરીબો કરતાં વધારે અમીરોને ફાયદો  :

ટ્રુસે બુધવારે એમ પણ કહ્યું હતું કે જો તે પીએમ બનશે તો તે ઉર્જા કંપનીઓ સાથે મળીને કિંમતો ઘટાડવા માટે કામ કરશે. ટીકાકારોનું કહેવું છે કે ટેક્સમાં ઘટાડો એ ગરીબો કરતાં સૌથી ધનિકોની તરફેણમાં વધારે રહેશે.

આ પણ વાંચો :-