Anand: Accident between car
- રક્ષાબંધનના દિવસે આણંદના સોજીત્રા નજીક કિયા કાર, બાઇક અને રિક્ષા વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો, 6માંથી 3 મૃતક તો એક જ પરિવારના હોવાનું સામે આવી રહ્યું છે.
આણંદ જિલ્લાના સોજીત્રા (sojitra)માં એક ગોઝારા અકસ્માતની ઘટના સામે આવી છે. આ ત્રિપલ અકસ્માત (Tripal Accident)માં 6 લોકોના કમકમાટીભર્યા મોત (6 people died) થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. સોજીત્રા પાસે કાર, બાઇક અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં સોજીત્રાના જ 4 વ્યક્તિના મોત નિપજ્તાં ભારે ગમગીની છવાઇ છે. ખાસ કરીને 3 મૃતક તો એક જ પરિવારના હોવાનું સામે આવી રહ્યું છે.
રક્ષાબંધનના દિવસે આણંદના સોજીત્રા નજીક કિયા કાર, બાઇક અને રિક્ષા વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતના દ્રશ્યો જ કંપાવી દે તેવા છે. અકસ્માતના પગલે આસપાસના ગામના લોકો મદદ માટે દોડી આવ્યા હતા અને પોલીસને પણ જાણ કરવામાં આવી હતી.
જોકે, અકસ્માતમાં ઘાયલ લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવે તે પહેલાં જ ઘટનાસ્થળે છ લોકોના કમકમાટીભર્યા મોત થયા હતા. જે બાદ પોલીસે મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે સોજીત્રા ખસેડ્યા હતા. આ ઉપરાંત અકસ્માતમાં ઘાયલ લોકોને સારવર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
યાસીનભાઈ મોહમદભાઈ વોહરા, જાનવી વિપુલભાઈ મિસ્ત્રી, વીણાબેન વિપુલભાઈ મિસ્ત્રી, જીયાબેન વિપુલભાઈ મિસ્ત્રી, બોરીયાવીના યોગેશભાઈ રાજુભાઇ, તેમજ અન્ય એક વ્યક્તિ મળી કુલ 6 વ્યક્તિના મોત થયા છે.
આ સમગ્ર ઘટના અંગે ખંભાતના ડિવાયએસપી અભિષેક ગુપ્તાએ જણાવ્યું હતું કે, સાંજે 6.30થી 7 કલાક દરમિયાન અકસ્માત સર્જાયો હતો. કિયા કાર, બાઇક અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં કુલ 6 લોકોનાં મોત થયા છે. જેમાં રીક્ષાચાલક, રીક્ષામાં સવાર ત્રણ પેસેન્જર્સ અને બાઇક પર સવાર બે લોકો સહિત કુલ છ લોકોના મોત થયા છે.
અકસ્માત કિયા ગાડી દ્વારા સર્જાયો છે. આરોપીની વધુ પૂછપરછ કરતાં ખ્યાલ આવશે કે શું ઘટના બની હતી. અત્યારે આરોપી આણંદ હોસ્પિટલમાં છે. કાર કેતન નામના વ્યક્તિના નામે હોવાનું સામે આવ્યું છે અને હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ડ્રાઇવર નશાની હાલતમાં હતો કે કેમ તે રિપોર્ટ પરથી ખ્યાલ આવશે.
આ પણ વાંચો :-