Traffic jawan’s ‘power’
- Jamnagar News : બનાવ સ્થળે હાજર લોકોએ આ ઘટનાને પોતાના કેમેરામાં કંડારી લીધી હતી. જે બાદમાં આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જે બાદમાં આ વાત પોલીસ સ્ટેશન સુધી પહોંચી હતી.
જામનગરમાં ટ્રાફિક બ્રિગેડના જવાને (TRB) દિવ્યાંગ વ્યક્તિને જાહેરમાં ફડાકો માર્યો હોવાની ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ (TRB Jawan viral video) થયો છે. જામનગર (Jamnagar) શહેરના રાજકોટ રોડ (Rajkot road) નજીક આવેલા નાગનાથ ગેટ વિસ્તારનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
વીડિયોમાં જોઈ શકાય છે કે દિવ્યાંગ વ્યક્તિ પોતાની ટુ વ્હીલર લઈને જતો હતો ત્યારે જ ટીઆરબી જવાને તેને લાફો મારી દીધો હતો. વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે ટીઆરબી જવાને ખેંચીને વાહન ચાલકને તમાચો મારે છે. વાહન ચાલક એક હાથથી વિકલાંગ હોવાનું જાણવા મળ્યું છે.
બનાવ સ્થળે હાજર લોકોએ આ ઘટનાને પોતાના કેમેરામાં કંડારી લીધી હતી. જે બાદમાં આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જે બાદમાં આ વાત પોલીસ સ્ટેશન સુધી પહોંચી હતી. સમગ્ર ઘટનાને લઈને ટ્રાફિક શાખાના પી.આઇ. વાય.જે.વાઘેલાએ જણાવ્યું હતું કે, ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ દશરથસિંહ વાઢેર (Dasrathsinh Vadher) નામના ટીઆરબી જવાનને તાત્કાલિક અસરથી છૂટો કરી દેવાયો છે.
રૂ.390 કરોડનો ખજાનો : ઘરમાં રૂપિયાનો પહાડ ! 58 કરોડ તો ખાલી રોકડા
અવારનવાર સ્થાનિક રાહદારીઓ સાથે ટ્રાફિક નિયમન માટે રખાયેલા કેટલાક ટીઆરબી જવાનો દ્વારા અણછાજતા વર્તન કરતાં હોવાની પણ ક્યાંકને ક્યાંક લોકોમાં ચર્ચા થઈ રહી છે. આ પ્રકારની ઘટનાને લઈને લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. જામનગરમાં બનેલી આ ઘટનાને લઈને રાહદારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા.
જાહેરમાં માર મારવાની ઘટના બાદ લોકો ભોગ બનનાની યુવકને ન્યાય અપાવવાની માંગ કરી રહ્યા છે. આ સમગ્ર ઘટના બાદ ટીઆરબી જવાનને તો છૂટો કરી દેવાયો છે પરંતુ આ સમગ્ર ઘટના અંગે ટીઆરબીમાં નોકરી કરતા દશરથસિંહ વનરાજસિંહ વાઢેરે સિલ્વર કલરના GJ 10 BL 9843 નંબરના એક્સેસ મોટરસાયકલના ચાલક સામે ટ્રાફિકજામ કેમ થયો છે ? તેમ કહી ગાળો ભાંડવી તેમજ ટ્રાફિકની કામગીરી દરમિયાન ફરજમાં રૂકાવટ કરવા અંગે સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે.
વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે ટીઆરબી જવાને ખેંચીને વાહન ચાલકને તમાચો મારે છે. વાહન ચાલક એક હાથથી વિકલાંગ હોવાનું જાણવા મળ્યું છે. તમાચા બાદ વાહન ચાલકનો ગાલ લાલ થઈ ગયેલો જોઈ શકાય છે. એટલું જ નહીં, લોકો તેને ન્યાય મળે તેવી માંગણી પણ કરી રહ્યા છે.
આ પણ વાંચો :-