NDA માં ભંગાણ વચ્ચે 2024 પર ભાજપની નજર, મમતાને ગઢમાં માત આપવાનો પ્લાન

Share this story

BJP eyeing 2024

  • એક તરફ જેડીયૂના એનડીએથી અલગ થયા બાદ કહેવામાં આવી રહ્યું છે કે તેની અસર 2024ની ચૂંટણી પર પડશે, તો ભાજપે લોકસભા ચૂંટણી 2024ને લઈને પોતાની તૈયારીઓ વધુ મજબૂત કરી દીધી છે.

બિહારમાં (Bihar) રાજકીય ભૂંકપ બાદ વિપક્ષનો જુસ્સો આસમાને છે. તો તેજસ્વી યાદવ કહી રહ્યા છે કે બીજી પાર્ટીઓએ પણ બિહારમાંથી શીખ લેવી જોઈએ. નીતિશ કુમારે (Nitish Kumar) પણ પોતાના નિવેદનથી સંકેત આપી દીધો છે કે 2024ની લોકસભા ચૂંટણીમાં તે ભાજપ વિરુદ્ધ સક્રિય ભૂમિકા ભજવશે.

તેમણે કહ્યું હતું કે 2014મા જે આવ્યા હતા તે શું 2024માં રહી શકશે કે નહીં. આ ઘટનાક્રમ વચ્ચે ભાજપ લોકસભા ચૂંટણીની તૈયારી કરી રહ્યું છે. 2019માં પશ્ચિમ બંગાળમાં ભાજપને સારી સફળતા મળી હતી. તેથી હવે પાર્ટી મમતાના ગઢને છોડવા માંગતી નથી.

પાછલી લોકસભા ચૂંટણીમાં ભાજપે પશ્ચિમ બંગાળની કુલ 42 સીટમાંથી 18 સીટ જીતી હતી. હવે પાર્ટીએ ત્રણ કેન્દ્રીય મંત્રીઓને પશ્ચિમ બંગાળની જવાબદારી આપી છે. તેમાં ધર્મેન્દ્ર પ્રધાન, સ્મૃતિ ઈરાની અને જ્યોતિરાદિત્ય સામેલ છે. 2021 વિધાનસભા ચૂંટણીમાં ભાજપની હારના કારણોને લઈને આ નેતાઓએ કામ શરૂ કરી દીધુ છે. જામવા મળી રહ્યું છે કે હાલ રાજ્યસભા સાંસદ રાકેશ સિન્હાને પણ આ જવાબદારી આપી શકાય છે.

રૂ.390 કરોડનો ખજાનો : ઘરમાં રૂપિયાનો પહાડ ! 58 કરોડ તો ખાલી રોકડા

પાર્ટીના આંતરિક સૂત્રોનું કહેવું છે કે પશ્ચિમ બંગાળના રાજ્યપાલ રહેલા જગદીપ ધનખડના રાજભનવ છોડ્યા બાદ હવે કેન્દ્ર સરકાર અન્ય ઘણી રીતે પશ્ચિમ બંગાળની સરકાર પર દબાવ બનાવવાનો પ્રયાસ કરશે. નોંધનીય છે કે જગદીપ ધનખડ ઉપરાષ્ટ્રપતિ બની ગયા છે. ભાજપ હાઈકમાન્ડે રાજ્ય સંગઠનને નિર્દેશ આપ્યો છે કે ભાજપ અને ટીએમસી વચ્ચે ડીલની અફવાઓ પર વિરામ લગાવે. નોંધનીય છે કે હાલમાં મમતા બેનર્જીએ પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી.

ધર્મેન્દ્ર પ્રધાન પર કેમ વ્યક્ત કર્યો વિશ્વાસ :

ભાજપ નેતૃત્વે ધર્મેન્દ્ર પ્રધાનને પશ્ચિમ બંગાળની જવાબદારી એટલા માટે આપી કારણ કે રાજ્યમાં વિપક્ષના નેતા શુભેંદુ અધિકારી સાથે તેના સારા સંબંધ છે. તેમને રાજ્યની 42 લોકસભા સીટ પર ધ્યાન રાખવાનું કામ સોંપવામાં આવ્યું છે. પ્રધાન પહેલા પણ અધિકારીઓ સાથે જોડાયેલા રહ્યાં છે. ત્યારબાદ તેમણે ટીએમસીને અલવિદા કહ્યુ હતું અને ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી નંદીગ્રામથી જીત મેળવી હતી.

મહિલા મતો માટે પણ તૈયારી :

ચૂંટણીમાં મહિલાઓના મતનું ખુબ મહત્વ છે. તેવામાં ભાજપ ઈચ્છતી નથી કે મહિલાઓ પાર્ટીથી દૂર થાય. 2021મા ટીએમસીની મોટી જીત પાછળ મહિલાઓના મત પણ છે. સ્મૃતિ ઇરાનીને પ્રદેશમાં મહિલાઓની સમસ્યાઓ જાણવા અને ચૂંટણીની તૈયારી કરવાની જવાબદારી સોંપવામાં આવે છે. ખાસ વાત છે કે ઈરાની અને પ્રધાન બંને બાંગ્લા જાણે છે.

આ પણ વાંચો :-