Tata Punch : ટાટા પંચ બની ગ્રાહકોની પહેલી પસંદ, SUVએ બનાવ્યો નવો રેકોર્ડ

Share this story

Tata Punch: Tata Punch became

  •  ગ્લોબલ એનસીએપી ક્રેશ ટેસ્ટમાં એડલ્ટ સેફ્ટીના મામલે આ કારને ફાઇવ સ્ટાર રેટિંગ મળ્યું છે.

ટાટા મોટર્સે (Tata Motors) ગુરુવારે પૂણેમાં તેના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટથી પંચ (Tata Punch)કોમ્પેક્ટ એસયુવી (tata punch suv)નું 1,00,000મું યુનિટ લોન્ચ કર્યું છે. આ સાથે જ આ એસયુવી (SUV) માત્ર 10 મહિનાની અંદર જ આ સિદ્ધિ હાંસલ કરનારી દેશની સૌથી ઝડપી એસયુવી બની ગઈ છે. સેફ્ટી રેટિંગ (Safety Rating)માં ફાઈવ સ્ટાર રેટિંગ સાથે આવનારી આ એસયુવી માટે ગ્રાહકોની મજબૂત માંગને કારણે આ ઉપલબ્ધિ શક્ય બની છે.

ગયા વર્ષે ઓક્ટોબરમાં લોન્ચ થયા પછી પંચ સતત દેશની ટોચની 10 સૌથી વધુ વેચાતી કારનો ભાગ રહી છે. આ વર્ષે જુલાઈમાં આ એસયુવીનું અત્યાર સુધીનું સૌથી વધુ વેચાણ 11,007 યુનિટનું રહ્યું હતું.

પંચ કંપનીના પોર્ટફોલિયોમાં સૌથી વધુ વેચાતી એસયુવીમાંની એક છે. ટાટા મોટર્સ પેસેન્જર વ્હિકલ્સ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર શૈલેષ ચંદ્રાએ જણાવ્યું હતું કે, “આ સિદ્ધિ ગ્રાહકોનો મજબૂત પ્રતિસાદ દર્શાવે છે.

સરકારી સ્કૂલોમાં શિક્ષકોને આ માટે અપાય છે તોતિંગ પગાર, જુઓ સાહેબ આવ્યા અને કપડાં કાઢીને સૂઈ ગયા.

જાણો કેવા છે કારના ફીચર્સ – ટાટા પંચના ઇન્ટીરિયર અને ફીચર્સની વાત કરીએ તો તેમાં 7 ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ લગાવવામાં આવી છે. સ્ટીયરિંગ કંટ્રોલ, 366 લીટર બૂટ સ્પેસ, ફ્રન્ટ અને રિયર પાવર વિંડોઝ, એડજેસ્ટેબલ ડ્રાઇવર સીટ, ક્રૂઝ કંટ્રોલ, રિયલ ફ્લેટ સીટ, ફુલ ઓટોમેટિક ટેમ્પરેચર કંટ્રોલ જેવા ફિચર્સ તમને આકર્ષિત લાગશે. ગ્લોબલ એનસીએપી ક્રેશ ટેસ્ટમાં એડલ્ટ સેફ્ટીના મામલે આ કારને ફાઇવ સ્ટાર રેટિંગ મળ્યું છે.

ટાટા પંચના સેફ્ટી ફીચર્સ – ટાટા પંચને ગ્લોબલ એનસીએપી ક્રેશ ટેસ્ટમાં એડલ્ટ સેફ્ટીના મામલે ફાઈવ સ્ટાર રેટિંગ મળ્યું છે. સેફ્ટીની વાત કરીએ તો આ કારમાં ડ્યુઅલ એરબેગ આપવામાં આવી હતી. ઇલેક્ટ્રોનિક બ્રેકફોર્સ ડિસ્ટ્રિબ્યુશન (EBD)ની સાથે એન્ટિ-લોક બ્રેકિંગ સિસ્ટમ (ABS) અને કોર્નર સેફ્ટી કન્ટ્રોલ પણ હશે.

કિંમત – ટાટા પંચની કિંમતોની વાત કરીએ તો કંપનીએ તેની પ્રારંભિક કિંમત 5.93 લાખ રૂપિયા (એક્સ શોરૂમ) નક્કી કરી છે. આ કિંમતમાં પેટ્રોલ મેન્યુઅલ એન્જિન આપવામાં આવે છે. તેના ટોપ મોડલ ક્રિએટિવ (IRA પેક)ની કિંમત 9.49 લાખ રૂપિયા રાખવામાં આવી છે.

આ પણ વાંચો :-