Do not eat these 3 things on an empty stomach
- સવારના નાસ્તાને દિવસનું મહત્વનું ભોજન માનવામાં આવે છે. જો ખાવામાં થોડી પણ ભૂલ થઈ જાય તો આખા દિવસના સ્વાસ્થ્યને અસર કરી શકે છે.
આપણે બધા જાણીએ છીએ કે ખોરાક આપણા સ્વાસ્થ્ય (Health) માટે કેટલો મહત્વપૂર્ણ છે. દરેક વસ્તુ ખાવા માટે એક ખાસ સમય હોય છે. પરંતુ સ્વાસ્થ્ય નિષ્ણાંતો કેટલીક વસ્તુઓ ખાસ કરીને ખાલી પેટે (Empty stomach) લેવાની મનાઈ કરે છે. આવી સ્થિતિમાં અહીં અમે તમને કેટલીક એવી વસ્તુઓ વિશે જણાવીશું જેને તમે સવારે ખાલી પેટ ખાઈ શકો છો.
આ સાથે જ એ પણ જણાવીશું કે એવી કઈ વસ્તુઓ છે જે ખાલી પેટ ન ખાવી જોઈએ. તેમાં એવી તમામ વસ્તુઓ આવે છે જે એસિડિક છે. ખાલી પેટે એસિડિક કંઈપણ ખાવાથી પેટ અને આંતરડા પર અસર થાય છે અને ઈન્ફેક્શનનો ખતરો રહે છે.
ખાલી પેટે આ વસ્તુઓનું કરો સેવન :
ઈંડા :
ઇંડા પ્રોટીનનો રિચ સોર્સ છે અને તે સવારનો પરફેક્ટ નાસ્તો છે. સવારે ઈંડા ખાવાથી તમારું પેટ દિવસભર ભરેલું રહે છે.અને તમને ઘણી એનર્જી પણ મળે છે.
પપૈયું એક સુપર ફૂડ છે. તમે તમારા નાસ્તામાં દરેક સિઝનમાં મળતા પપૈયાનો સમાવેશ કરી શકો છો. તે તમારા કોલેસ્ટ્રોલને ઘટાડે છે અને હૃદય રોગને વધતા અટકાવે છે.
પલાળેલી બદામ :
સવારે ઉઠતાની સાથે જ સૌથી પહેલા તમારે ખાલી પેટે 4 પલાળેલી બદામ ખાવી જોઈએ. જેના કારણે આપણને ઘણા સ્વાસ્થ્ય લાભ મળે છે. ફાઈબર, ઓમેગા-3 અને ઓમેગા-6 એસિડથી ભરપૂર બદામને આખી રાત પલાળ્યા પછી સવારે ખાલી પેટે ખાવા જોઈએ. તે જ સમયે, ધ્યાનમાં રાખો કે બદામની છાલ ઉતાર્યા પછી, તેનું જ સેવન કરો.
ખાલી પેટે ક્યારેય ન ખાઓ આ વસ્તુઓ :
ટામેટા :
કાચા ટામેટાં ખાવાના ઘણા ફાયદા છે. પરંતુ ખાલી પેટ કાચા ટામેટાં ખાવા નુકસાનકારક સાબિત થઈ શકે છે. ટામેટાંના એસિડિક ગુણધર્મો પેટમાં હાજર ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ એસિડ સાથે પ્રતિક્રિયા કરીને જેલ બનાવે છે જે પેટમાં દુખાવો, મરોડ જેવી સમસ્યાઓનું કારણ બને છે. તેથી સવારે ખાલી પેટે તેનું સેવન કરવાનું ટાળો.
દહીં :
આમતો દહીં સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. પરંતુ તેને ભૂખ્યા પેટે ન ખાવું જોઈએ. તેમાં લેક્ટિક એસિડ હોય છે. જેના કારણે સવારે દહીં ખાવાથી તમને બહુ ઓછા સ્વાસ્થ્ય લાભ મળે છે.
સોડામાં હાઈ ક્વોન્ટિટીની કાર્બોનેટ એસિડ હોય છે. જ્યારે આ વસ્તુ પેટમાં હાજર એસિડ સાથે ભળી જાય છે, ત્યારે તે પેટમાં દુખાવો જેવી સમસ્યાને જન્મ આપે છે. તેથી તેનું સવારે સેવન કરવાનું ટાળવું જોઈએ.
આ પણ વાંચો :-