બેન તો આવી જ હોવી જોઈએ ! રક્ષાબંધનની ભેટ ન આપી તો નાની બહેને ભાઈને ઢીબી નાંખ્યો, VIDEO થયો વાયરલ

Share this story

Ben should be like this

  • સોશિયલ મીડિયામાં એક ફની વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં નાની બહેન તેના મોટા ભાઈને મારી રહી છે. યુઝર્સ આ વીડિયો પર કોમેન્ટ કરી રહ્યાં છે.

રક્ષાબંધનના (Rakshabandhan) તહેવાર પર વાયરલ થયેલો આ વીડિયો ખૂબ ફની લાગી રહ્યો છે. અનેક લોકો આ વીડિયોને રક્ષાબંધનના તહેવાર સાથે જોડે છે. આ વીડિયોમાં તમે જોશો કે નાની બહેન તેના મોટા ભાઈને મારી રહી છે. સોશિયલ મીડિયામાં (Social media) વાયરલ થયેલો વીડિયો ખૂબ ક્યુટ છે.

અત્યાર સુધી તમે ભાઈ-બહેનના પ્રેમના વીડિયો જોયા હશે. પરંતુ આ વીડિયોમાં ભાઈ-બહેનની એક અલગ સાઈડ જોવા મળી છે. તમે જોઇ શકો છો કે નાની બહેન કોઈ વાતને લઇને ભાઈ સાથે નારાજ થાય છે અને અચાનક તેને મારવા લાગે છે.

માર ખાધા બાદ ભાઈ રડવા લાગ્યો  :

આ વીડિયોમાં તમે બહેનની નિર્દોષતા અને મોટા ભાઈની સહનશક્તિને જોઇ શકો છો. નિર્દોષ બહેન ભાઈને મારી રહી છે, પરંતુ મોટો ભાઈ બહેનને કશુ બોલતો નથી અને મારી રહ્યો છે. આ હોય છે ભાઈ-બહેનનો પ્રેમ. જો કે, મારામારી બાદ ભાઈની આંખમાંથી આંસુ નિકળી ગયા અને તે રડવા લાગ્યો.

વાયરલ થયો વીડિયો :

આ વીડિયોને ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે. 20 કલાક પહેલા પોસ્ટ કરવામાં આવેલા આ વીડિયોને અત્યાર સુધી 1.40 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે.

આ પણ વાંચો :-