Now you can see the light bill
- માહિતી મુજબ PGVCL દ્વારા પ્રથમ તબક્કામાં 23 લાખ મીટર લગાવવામાં આવશે, વર્ષ 2025 સુધીમાં ટાર્ગેટ પૂરો કરવા અત્યારથી જ કવાયત શરૂ.
સૌરાષ્ટ્રમાં PGVCLના સ્માર્ટ મીટરને (Smart meter) લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. વિગતો મુજબ હવે સૌરાષ્ટ્રમાં 56 લાખ સ્માર્ટ મીટર લગાવામાં આવશે. જેનો સીધો ફાયદો એ થશે કે, સ્માર્ટ મીટરમાં વીજગ્રાહકો (Consumers) પોતે જ રીડિંગ જોઈ શકશે. માહિતી મુજબ PGVCL દ્વારા પ્રથમ તબક્કામાં 23 લાખ મીટર લગાવવામાં આવશે. જોકે વર્ષ 2025 સુધીમાં ટાર્ગેટ પૂરો કરવા અત્યારથી જ કવાયત શરૂ કરવામાં આવી છે.
સૌરાષ્ટ્રમાં 56 લાખ સ્માર્ટ મીટર લગાવામાં આવશે :
PGVCL દ્વારા સૌરાષ્ટ્રમાં 56 લાખ સ્માર્ટ મીટર લગાવામાં આવશે. જેમાં PGVCL દ્વારા પ્રથમ તબક્કામાં 23 લાખ મીટર આવરી લેવાશે. આ સ્માર્ટ મીટર મોબાઈલ એપથી કામ કરશે. આ સાથે હવે સ્માર્ટ મીટરમાં વિજગ્રહકો પોતે જ રીડિંગ જોઈ શકશે.
2025 સુધીમાં પ્રોજેકટ પૂરો કરવા ટાર્ગેટ :
સૌરાષ્ટ્રમાં PGVCL દ્વારા 56 લાખ સ્માર્ટ મીટર લગાવવાની કવાયત અત્યારથી જ શરૂ કરી દેવામાં આવી છે. આ તરફ હવે 2025 સુધીમાં પ્રોજેકટ પૂરો કરવાનો ટાર્ગેટ છે. જેને લઈ પ્રથમ તબક્કામાં 23 લાખ મીટર લગાવવામાં આવશે.
આ પણ વાંચો :-