પાકિસ્તાન ! હિન્દુ છોકરી કરીનાએ કોર્ટ સમક્ષ હૈવાનિયતનો અસલી ચહેરો ઉજાગર કર્યો, અપહરણ કરી બળજબરીપૂર્વક લગ્ન કરાવ્યા

Share this story

Pakistan ! Hindu girl Kareena exposes true face

  • પાકિસ્તાનમાં અલ્પસંખ્યક હિન્દુ પરિવારો સાથે ભારે હૈવાનિયત આચરવામાં આવી રહી છે. ખાસ કરીને સગીર વયની દિકરીઓના અપહરણ કરીને તેમના સાથે બળજબરીપૂર્વક ધર્મ પરિવર્તન કરાવામાં આવે છે.

પાકિસ્તાનના (Pakistan) દક્ષિણી સિંધ પ્રાંતમાં છ જૂને ઘરેથી અપહરણ કરાયેલી હિન્દુ કિશોરી કરીના (Hindu Kishori Kareena) કુમારીએ શુક્રવારે કોર્ટને પોતાના પર થયેલી હેવાનિયત વિશે જણાવ્યું હતું. તેણે બળજબરીપૂર્વક ધર્મ પરિવર્તન (Conversion) કરાવી જૂન મહિનામાં મુસ્લિમ ખલીલ સાથે લગ્ન કરાવી દીધા. પાકિસ્તાનમાં અલ્પસંખ્યક મહિલાઓ સાથે આવી હૈવાનિયત (Animal) હવે તો ત્યાં સામાન્ય બાબત થઈ ચુકી છે.

સિંધના ગ્રામિણ વિસ્તારમાં બેનઝીર શહીદાબાદમાં આવેલા ઘરેથી અપહરણ કરાયેલા કરીનાના પિતા સુંદર મલે તેને શોધવા માટે ઓફિસરો પાસે મદદ માગી. છોકરીને શોધ કરી તેને નવાબશાહની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા. તેમણે વીડિયોના માધ્યમથી આપેલા નિવેદનમાં કોર્ટ પાસેથી અપીલ કરી હતી કે, તેને તેના પિતા માટે મોકલવામાં આવે. તેને હાલમાં મહિલા કેન્દ્રમાં મોકલી દેવામાં આવી છે.

કરીનાના પિતા સુંદર મલે કોર્ટને કહ્યું કે, અમે લાચાર અને ગરીબ છીએ. અમારી પાસે કોર્ટ સુધી આવવા માટે બસના ભાડાના રૂપિયા પણ નથી. મારી દિકરીએ કોર્ટને સચ્ચાઈ જણાવી છે. તેને ઘરે મોકલી કોર્ટ અપહરણ કરી હેવાનિયત આચરનારા લોકો અને મારી છોકરીને વેચી દેનારા લોકોને સજા આપવી જોઈએ.

કરીનાના પિતાના વકીલ દિલીપ કુમાર મગલાનીએ કહ્યું કે, ધર્મ પરિવર્તન કરાવાના કારણે ખાસ કરીને ગ્રામિણ વિસ્તારોમાં હિન્દુ છોકરીઓે અને તેમના પરિવાર ખતરામાં છે. આપણે કોશિશ કરી શકીએ, પણ મોટા ભાગની અપહરણ કરાયેલ છોકરીએ સગીરવયની છે.

અપહરણકર્તાઓ કોર્ટમાં નકલી દસ્તાવેજો રજૂ કરી બાદમાં પોલીસ પણ મદદ નથી કરતી. આ છોકરીઓના માતા-પિતા પાસે પોતાની દિકરીની સાચી ઉંમર સાબિત કરવા માટે કોઈ પુરતા પ્રમાણપત્ર પણ હોતા નથી. પોલીસ પણ તેનો લાભ ઉઠાવે છે. માતા-પિતાને દિકરીને મળવા પણ દેવાતી નથી.

માર્ચમાં અપહરણ થયેલી ત્રણ હિન્દુ છોકરીઓનો કોઈ પત્તો નથી :

આ વર્ષે માર્ચમાં ત્રણ હિન્દુ છોકરીઓ સતરાન ઓડ, કવીતા ભીલ અને અનીતા ભીલનું અપહરણ કરીને બળજબરીપૂર્વક ધર્મ પરિવર્તન કરાવ્યું. આઠ દિવસની અંદર તેમના મુસ્લિમ વ્યક્તિઓ સાથે લગ્ન કરાવ્યા. ત્યાર બાદથી તેમનો કોઈ પત્તો નથી. રોહરીમાં 21 માર્ચે પૂજા કુમારીનું ઘરની બહાર ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી.

એક પાકિસ્તાની વ્યક્તિ તેની સાથે લગ્ન કરવા માગતો હતો. થોડા દિવસ પહેલા આ વ્યક્તિએ બે સાથીઓની પૂજા પર ગોળી ચલાવી દીધી હતી. પૂજાના પરિવારના લોકોએ ફરિયાદ નોંધાવી હતી, પણ આરોપીઓની ઉંચી પહોંચના કારણે સમાધાન કરાવી લીધું.

આ પણ વાંચો :-