દર્શકોનો ગુસ્સો જોઈ કરીના કપૂરે લીધો યુટર્ન, હવે કહ્યું પ્લીઝ આવું ના કરશો…

Share this story

Seeing the anger of the audience

  • કરીના કપૂર ખાને હવે ફિલ્મ ‘લાલ સિંહ ચડ્ઢા’ને લઈને ખુલાસો કર્યો છે. તેમણે લોકોને ફિલ્મનો બહિષ્કાર ન કરવાની અપીલ કરી છે. જ્યારે આ પહેલા અભિનેત્રીએ કંઈક બીજું કહ્યું હતું.

કરીના કપૂર (Kareena Kapoor) અને આમિર ખાનની (Aamir Khan) સૌથી મોટી ફિલ્મ ‘લાલ સિંહ ચડ્ઢા‘ લોકોના નિશાના પર છે. ફિલ્મની ચર્ચા દરેક જગ્યાએ થઈ રહી છે. એક એવો ગ્રુપ છે જે સતત તેના બહિષ્કારની (Boycott) માંગ કરી રહ્યું છે અને બીજી બાજુ એવા લોકો છે જે તેને સારી ફિલ્મ તરીકે જોવાનું કહી રહ્યા છે. પરંતુ આમિર અને કરીના તેની વચ્ચે ફસાઈ ગયા છે.

આ પહેલા આમિર ખાને લોકોને ફિલ્મનો બહિષ્કાર ન કરવા અને જોવા જવાની અપીલ કરી હતી. હવે કરીનાએ પણ આવું જ કંઈક કહ્યું છે અને લોકોને તેનો બહિષ્કાર ન કરવા કહ્યું છે. કરીના કપૂર ખાને પોતાની ફિલ્મ ‘લાલ સિંહ ચડ્ઢા‘ને બોયકોટ કરનાર લોકોને અપીલ કરી છે અને તેમના જુના સ્ટેટમેન્ટની પાછળના ઈરાદા વિશે વાત કરી છે. આમિર ખાનની ફિલ્મ ગુરૂવારે રિલીઝ થઈ. તેમાં ક્રીટિક્સ અને દર્શકોના રિએક્શન મળ્યા છે.

કરીનાએ કરી સ્પષ્ટતા :

ફિલ્મની રિલીઝ પહેલા કરીના કપૂર ખાને બોલીવુડમાં ચાલી રહેલા બહિષ્કાર અંગે પોતાનો અભિપ્રાય આપ્યો હતો. તેણે કહ્યું કે દરેકનો અભિપ્રાય હોઈ શકે છે, પરંતુ તેને લાગે છે કે એક સારી ફિલ્મ દરેક વસ્તુને વટાવી શકે છે. તેના શબ્દો પર લોકોના રિએક્શનને યાદ કરીને તાજેતરના એક ઇન્ટરવ્યુમાં અભિનેત્રીને એવા દાવાઓ વિશે પૂછવામાં આવ્યું હતું કે તે દર્શકો માટે અપમાનજનક હોઈ શકે છે.

આ લોકો 1% જેટલા પણ નથી :

જ્યારે આરજે સિદ્ધાર્થ કન્નને કરીનાને પૂછ્યું કે શું લોકો તેના વિચારોને હળવાશથી લઈ રહ્યા છે?’ ત્યારે તેણે જવાબ આપ્યો, ‘મને લાગે છે કે તે ફક્ત કેટલાક લોકો છે જે ટ્રોલ કરી રહ્યા છે. પરંતુ ખરેખર મને લાગે છે કે ફિલ્મને જે પ્રેમ મળી રહ્યો છે તે ઘણો અલગ છે. તે ફક્ત એવા લોકોનું જૂથ છે જે કદાચ તમારા સોશિયલ મીડિયા પર છે, જે કદાચ 1% જેટલા છે.’

સારી ફિલ્મને બૉયકોટ કેમ કરવી ?

તેણે આગળ કહ્યું, ‘પણ વાત એ છે કે તેઓએ આ ફિલ્મનો બહિષ્કાર ન કરવો જોઈએ. આ ખૂબ જ સુંદર ફિલ્મ છે અને હું ઈચ્છું છું કે લોકો મને અને આમિર ખાનને સ્ક્રીન પર જુએ. ત્રણ વર્ષ થઈ ગયા, અમે ખૂબ રાહ જોઈ. તેથી પ્લીઝ આ ફિલ્મને બોયકોટ ન કરશો, કારણ કે તે સારી ફિલ્મને બોયકોટ કરવા સમાન છે. લોકોએ આના પર કેટલી મહેનત કરી છે? આ ફિલ્મ પર અઢી વર્ષથી 250 લોકોએ કામ કર્યું છે.

લાલ સિંહ ચઢ્ઢા‘નું પરફોર્મન્સ  :

દરમિયાન લાલ સિંહ ચડ્ઢાએ બોક્સ ઓફિસ પર નિરાશાજનક કલેક્શન કર્યું હતું. તેણે તેના પહેલા દિવસે માત્ર 10 થી 11 કરોડની કમાણી કરી છે. કથિત રીતે લાગણીઓને ઠેસ પહોંચાડવા બદલ ઉત્તર પ્રદેશ સહિત ભારતના ભાગોમાં પણ ફિલ્મ વિરુદ્ધ વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે.

આ પણ વાંચો :-