રાજુ શ્રીવાસ્તવનું બ્રેન હજી પણ રિસ્પોન નથી કરી રહ્યું, પરિવારે સ્ટેટમેન્ટ જાહેર કર્યું

Share this story

Raju Srivastava’s brain

  • રાજુ શ્રીવાસ્તને હાર્ટ અટેક આવ્યા પછી તેમને એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમને ICUમાં રાખવામાં આવ્યા છે. રાજુ શ્રીવાસ્તવના મેનેજરે જણાવ્યું હતું કે કોમેડિયનનું બ્રેન હજી પણ રિસ્પોન્સ નથી કરી રહ્યું. તેઓ બેભાવ અવસ્થામાં છે.

રાજુ શ્રીવાસ્તને (Raju Srivast) હાર્ટ અટેક આવ્યા પછી તેમને એઈમ્સમાં (AIIMS) દાખલ કરવામાં આવ્યા છે. તેમને ICUમાં રાખવામાં આવ્યા છે. રાજુ શ્રીવાસ્તવના મેનેજરે જણાવ્યું હતું કે કોમેડિયનનું બ્રેન (The Comedian’s Brain) હજી પણ રિસ્પોન્સ નથી કરી રહ્યું. તેઓ બેભાવ અવસ્થામાં છે. હવે રાજુ શ્રીવાસ્તવના (Raju Srivastava) પરિવારે તેમના સ્વાસ્થ્યની જાણકારી આપતા એક નિવેદન જાહેર કર્યું છે.

રાજુ શ્રીવાસ્તના પરિવારે જાણકારી આપતા કહ્યું કે, કોમેડિયનની તબિયત સ્થિર છે. ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલા નિવેદનમાં લખ્યું છે, રાજુ શ્રીવાસ્તવની તબિયત સ્થિર છે. તેઓ જલ્દી સાજા થઈ જાય તેવી પ્રાર્થના કરી રહ્યા છે. ડૉક્ટરની આખી ટીમ જવાબદારીની સાથે તેમના સ્વાસ્થ્યનું ધ્યાન રાખી રહી છે.

છેલ્લાં 10 વર્ષમાં 3 વાર થઇ એન્જિયોપ્લાસ્ટી :

છેલ્લાં 10 વર્ષમાં રાજુ શ્રીવાસ્તવે ત્રણ વખત એન્જિયોપ્લાસ્ટી કરાવી છે. 10 વર્ષ પહેલાં મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં પહેલીવાર એન્જિયોપ્લાસ્ટી કરાવી હતી. આ બાદ 7 વર્ષ પહેલાં મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં જ ફરી એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. આ પછી બુધવારે ત્રીજી વખત ડોક્ટરોએ રાજુ શ્રીવાસ્તવ પર એન્જિયોપ્લાસ્ટી કરી છે. આમ છતાં પણ હજુ બ્રેઈન રિસ્પોન્સ નથી કરી રહ્યું.

3 દિવસ અગત્યના :

AIIMSના કાર્ડિયોલોજિસ્ટ ડૉ. સંદીપ સેઠે શુક્રવારે, રાજુની પત્ની શિખાને કહ્યું હતું કે આગામી 3 દિવસ મહત્વપૂર્ણ છે. ત્યાર બાદ એક દિવસ વીતી ગયો છે. શુક્રવારે સાંજે તેમના સ્વાસ્થ્ય વિશે સારા સમાચાર આવ્યા કે તેમના ખભામાં પણ હલચલ શરૂ થઈ ગઈ છે.

તેના માટે આગામી 48 કલાક નિર્ણાયક છે. હાલમાં તે વેન્ટિલેટર સપોર્ટ પર છે અને બેભાન છે. જોકે ડોકટરોએ ઓક્સિજન સપોર્ટ 50% થી ઘટાડીને 40% કર્યો છે.

આ પણ વાંચો :-