Read the Surat Court
- આ અનુસંધાને કોર્ટે આ બાબતની ગંભીરતાપૂર્વક નોંધ લેતાં ચૂકાદો આપતાં કહ્યું હતું કે પત્નીની હાંસી ઉડાવે તે પણ હિંસા જ ગણાય. સ્ત્રીની ગરીમાનું અપમાન, માનભંગ કે સન્માન તોડે તો તેને પણ જાતિય હિંસા જ કહેવાય છે.
સામાન્ય રીતે રાજ્યમાં અવાર નવાર પત્ની પર માનસિક તેમજ શારિરીક (Mental as well as physical) ત્રાસ ગુજારવામાં આવતો હોવાના કિસ્સા પ્રકાશમાં આવે છે. ત્યારે પત્નીઓ ના છૂટકે પોલીસના શરણે જાય છે અને ન્યાય માટે કોર્ટના દ્વાર ખખડાવે છે. પરંતુ જોકે પતિ પત્ની વચ્ચે નાની મોટી રક જક અને હસી મજાક થતી હોય છે. ત્યારે આવી જ એ ઘટનામાં સુરતની કોર્ટે (Court of Surat) ચોંકાવનારો ચૂકાદો સંભળાવ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સુરતમાં રહેતા રેખાબેનના (નામ બદલ્યું) લગ્ન ચાર મહિના પહેલાં રામજીભાઇ (નામ બદલ્યું) સાથે થયા હતા. પરંતુ લગ્નના થોડા સમય બાદ રામજીભાઇના પરિવારજનો દ્વારા છીણી છીણી બાબતે તેમજ કરિયાવરમાં ઓછી વસ્તુઓ લાવી હોવાની કહીને ત્રાસ આપતા હતા. આ ઉપરાંત મહેશભાઇના પરિવારજનોએ શ્રીમંતના પ્રસંગ દરમિયાન પણ ઝઘડો કર્યો છે.
આ ઉપરાંત રામજીભાઇ અને તેમના પરિવારજનો રેખાને નાની નાની બાબતોમાં હેરાન-પરેશાન કરીને તેણીની હાંસી ઉડાવતા હતા અને ગરીમા પણ જાળવતા ન હતા. આખરે કંટાળીએ રેખાબેને વકીલ દ્વારા સુરતની ફેમિલી કોર્ટમાં દાખલ કરીને ભરણપોષણ માંગ્યું હતું.
આ અનુસંધાને કોર્ટે આ બાબતની ગંભીરતાપૂર્વક નોંધ લેતાં ચૂકાદો આપતાં કહ્યું હતું કે પત્નીની હાંસી ઉડાવે તે પણ હિંસા જ ગણાય. સ્ત્રીની ગરીમાનું અપમાન, માનભંગ કે સન્માન તોડે તો તેને પણ જાતિય હિંસા જ કહેવાય છે. જેથી સુરતની કોર્ટે પત્નીની હાંસી ઉડાવનારને 7 હજાર ભરણપોષણનો આદેશ કર્યો હતો.
આ પણ વાંચો :-