એવું નથી દિલ્હીની સ્કૂલને ટક્કર મારે તેવી શાળા પણ ગુજરાતમાં છે, જાણો સ્માર્ટ સ્કૂલની સ્માર્ટ ખાસિયતો

Share this story

It’s not like there is a school in Gujarat

  • શાળાની વાત કરીએ તો રાજકોટ જિલ્લાની એક માત્ર  સરકારી શાળા છે, જે સંપૂર્ણ રીતે હાઈફાઈ અને Wifi થી સજ્જ અને પુરેપુરી સમાર્ટ છે. અહીં વિદ્યાર્થીઓની અને શિક્ષકોની હાજરીથી લઈને અભ્યાસ સુધી તમામ ગતિવિધિ સ્માર્ટ રીતે કરવામાં આવે છે.

આજે દિલ્હીની સ્કૂલોની (Schools in Delhi) વાત રોજ સાંભળવા મળે છે, પરંતુ દિલ્હીની સ્કૂલને ટક્કર મારે તેવી સ્કૂલ ગુજરાતમાં પણ છે ત્યારે રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકાના (Jamkandorana Taluka) ગામડાની એક સ્કૂલ જોઈને તમે આશ્ચર્ય થશે. નાના એવા ગામડામાં સંપૂર્ણ સ્માર્ટ સ્કૂલ અને એ પણ સરકારી સ્કૂલ કે જ્યાં અભ્યાસ માટે શહેરમાંથી વિદ્યાર્થીઓ આવે છે.

કેવી છે આ શાળા ? કોણ ચલાવે છે ? શું છે આ શાળામાં…

જામકંડોરણા તાલુકાના ગામડાની એક શાળા છે જેમાં પ્રવેશતા જ સ્વચ્છ મેદાન, મેદાનમાં નાનો બગીચો, મેદાનમાં એક સ્ટેઝ, આ બધું જોઈને અંદર પ્રેવેશો એટલે ક્લાસ રૂમમાં પ્રોજેટર સાથે ટચ બોર્ડ ઉપર અભ્યાસ કરાવતા શિક્ષકો, ક્લાસ રૂમને જોતા એવું લાગે કે કોઈ કોર્પોરેટ અને કોઈ હાઈફાઈ ખાનગી શાળામાં આવી ગયા છો. પણ ના આ તો છે જામકંડોરણાથી 10 કિલોમીટર અંતરિયાળમાં આવેલ દૂધીવાદર ગામની સરકારી પ્રાથમિક શાળા.

જી હા… સામાન્ય રીતે આપણેને દરેકને સરકારી પ્રાથમિક શાળા એટલે ખુબ જ સામાન્ય અને કે જ્યાં પૂરતી પ્રાથમિક સુવિધા પણ ન હોય તેવી શાળાની છબી સામે આવે ત્યારે જામકંડોરણાની આ પ્રાથમિક શાળાને જોતા જ આ છાપ કંઈક અલગ જ જોવા મળે.

સ્માર્ટ સ્કૂલની સ્માર્ટ ખાસિયતો :

શાળાની વાત કરીએ તો રાજકોટ જિલ્લાની એક માત્ર  સરકારી શાળા છે, જે સંપૂર્ણ રીતે હાઈફાઈ અને Wifi થી સજ્જ અને પુરેપુરી સમાર્ટ છે. અહીં વિદ્યાર્થીઓની અને શિક્ષકોની હાજરીથી લઈને અભ્યાસ સુધી તમામ ગતિવિધિ સ્માર્ટ રીતે કરવામાં આવે છે.અહીંના તમામ ક્લાસ રૂમને ઇન્ટરનેટ, પ્રોજેટર , ટચ બોર્ડ, લેપટોપ અને LED સ્કિનથી સજ્જ કરવામાં આવ્યા છે.

અહીં 1 થી લઈને 8 સુધીના તમામ ધોરણમાં વિદ્યાર્થીને સંપૂર્ણ રીતે આજના ટેક્નોલોજીના યુગમાં એક આધુનિક શિક્ષણ આપવામાં આવે છે. શિક્ષકો અહીં આવીને વિદ્યાર્થીઓને એક આધુનિક સાથે ગુણવતા સભર શિક્ષણ આપતા જોવા મળે છે. ગામડા ગામમાં આપવામાં આવતા ગુણવતા સભર શિક્ષણને લઈને અહીં શહેરની મોટી ખાનગી શાળા છોડી વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા આવે છે અને એ પણ 1-2 નહીં પરંતુ 80 જેટલા. દુધીવદર તાલુકા શાળાને ખુબ જ આધુનિક અને સમાર્ટ બનાવવા માટે શાળાના પ્રિન્સિપાલ વિજયભાઈ વ્યાસનો મોટો ફાળો છે.

No description available.

સરકારનો જે સહયોગ છે, તે પણ સરાહનીય છે. 2016માં ગુજરાત સરકાર દ્વારા રાજ્યની 30 જેટલી શાળાને આધુનિક બનાવવા માટે આયોજન કરવામાં આવ્યું હતું અને તેનું આ પરિણામ છે. અહીં હવે જામકંડોરણા જેવા શહેરમાંથી પણ ડોક્ટર વકીલ અને ઉચ્ચ અધિકારીના બાળકો અહીં વિદ્યાર્થી તરીકે આવીને મફત શિક્ષણ મેળવા આવે છે.

Somnath – તિરંગાની છાયામાં ભવ્ય સોમનાથ મંદિર ..

શહેરમાંથી જયારે કોઈ આ શાળાને જોવા માટે આવે ત્યારે ખુબ જ અચંબિત થઈ જાય છે, ત્યારે શાળાને જોયા પછી કોઈ પણ વાલી એક વખત ઈચ્છા કરે કે તેના સંતાનો અહીં આ સરકારી શાળામાં અભ્યાસ કરે,  જામકંડોરણાના અનેક લોકોના સંતાનો અહીં અભ્યાસ કરે છે. અહીં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીના માતા પિતા પણ અહીંની શિક્ષણ પદ્ધતિ અને શિક્ષણથી ખુબ જ સંતુષ્ટ જોવા મળે છે અને એક વખત તો આ શાળાના વખાણ કરતા થાકતા નથી.

ટચ બોર્ડ સાથે 2 D વિડ્યો  :

દુધીવદરની તાલુકા શાળામાં જે ટચ બોર્ડ સાથે 2 D વિડ્યો સાથે વિધાર્થીઓને વિજ્ઞાન ગણિત અને અન્ય વિષયની સમજ અને અભ્યાસ કરાવવામાં આવે છે તેને લઈને અહીંના વિદ્યાર્થીઓને તો અહીં જ્ઞાન સાથે ગમ્મ્ત થતી હોય તેવું લાગે છે, અને અભ્યાસ કરવાનો આનંદ લેતા જોવા મળે છે.

કહેવાય છે કે શિક્ષક કયારેય સાધારણ નથી હોતા તે ખૂબ જ સચોટ રીતે અહીં જોઈ શકાય છે. જો સરકાર અને શિક્ષકો ઈચ્છે તો ખુબ જ ખરાબ હાલતમાં રહેલ સરકારી શાળાઓને ઉચ્ચ કક્ષાની અને દુનિયાને ટક્કર આપે તેવી બનાવી શકે છે.

આ પણ વાંચો :-