પોલીસે ખેત-મજૂર બની ફિલ્મી સ્ટાઇલમાં પાર પાડ્યું ઓપરેશન ‘કિડનેપિંગ’

Share this story

The police carried out the

  • બનાસકાંઠા જિલ્લાના ડીસામાં બે દિવસ અગાઉ યુવકને વ્યાજે પૈસા આપવાની લાલચ આપી ત્રણ શખ્સોએ યુવકનું અપહરણ કર્યું હતું.

બનાસકાંઠા (banaskantha) જિલ્લાના ડીસા (deesa)માં બે દિવસ અગાઉ યુવકને વ્યાજે પૈસા આપવાની લાલચ આપી ત્રણ શખ્સોએ યુવકનું અપહરણ (kidnapping) કર્યું હતું. તે બાદ આરોપીઓએ યુવકના પરિવાર પાસે ખંડણી માંગતા પરિવારે સમગ્ર મામલાની જાણ ડીસા દક્ષિણ પોલીસ (deesa police)ને કરી હતી. પોલીસે ઓપરેશન પાર પાડી  ગણતરીના સમયમાં જ અપહરણકર્તાઓની (the kidnapper) ચૂંગાલમાંથી યુવકને સહીસલામત છોડાવી 3 આરોપીઓને દબોચી લીધા હતા.

બનાસકાંઠા જિલ્લાના ડીસામાં રહેતા પ્રકાશભાઈ અમરતભાઈ આલ અને ઢૂવા ગામે રહેતા ઈશ્વર પુંજાભાઈ ભાંગરા વચ્ચે પૈસાની લેતી-દેતીના સંબંધ હતા.  ઈશ્વર, પ્રકાશ પાસેથી પૈસા માંગતો હતો. તેથી તેણે ઉઘરાણીના પૈસા લેવા  રણજીત કાંતુભા વાઘેલા અને વિક્રમસિંહ દાડમસિહ વાઘેલાને ટીપ આપી પ્રકાશનું અપહરણ કરવા કાવતરું ઘડ્યું હતું.

કાવતરા મુજબ પ્રકાશને આ બંને શખ્સોએ વ્યાજે પૈસા આપવાની લાલચ આપી ડીસાના ચૌધરી પેટ્રોલ પંપ નજીક બોલાવ્યો હતો. પ્રકાશ પેટ્રોલ પંપ નજીક પહોંચતાં બન્ને શખ્સ રીક્ષા લઇને પ્રકાશ પાસે પહોંચ્યા અને રીક્ષામાં બેસાડી તેનું અપહરણ કર્યું હતું.

તેને રીક્ષામાં જ દબોચી દાંતીવાડા ડેમ નજીકની અવાવરું જગ્યાએ લઈ ગયા હતા અને ત્યાં તેને માર માર્યો હતો. તે બાદ પ્રકાશને છરીની અણીએ રીક્ષામાંથી નીચે ઉતારી કારમાં બેસાડીને નાની ભાખરની પ્રાથમિક શાળામાં લઇ ગયા અને ત્યાં લઇ ગયા બાદ પ્રકાશ પાસે તેના પિતાને ફોન કરાવી એક લાખ રૂપિયાની ખંડણીની માંગણી કરી હતી.

અપહરણકર્તાઓની ધમકીથી ગભરાયેલા પ્રકાશના પરિવારે સમગ્ર મામલાની જાણ ડીસા દક્ષિણ પોલીસને કરતા પોલીસે પ્લાનિંગ તૈયાર કર્યું અને પ્રકાશના પિતા પાસે અપહરણકારોને ફોન કરાવી પૈસા લેવા ડીસાના કાંટ પાંજરાપોળ આગળ બોલાવ્યા હતા.

જોકે, પોલીસે અલગ-અલગ ટીમો બનાવી પાંજરાપોળ આસપાસ ખેડૂત અને મજૂરોના વેશમાં ગોઠવાઈ ગઈ તો એક પોલીસકર્મી જ  રીક્ષાચાલકનો વેસ ધારણ કરી પ્રકાશના પિતાને અપહરણકારો પાસે ઉતારવા પહોંચ્યા અને જેવા બે  આરોપીઓ પૈસા લેવા પ્રકાશના પિતા પાસે પહોંચતા જ પોલીસે તેમને દબોચી લીધા અને પૂછપરછ હાથ ધરી હતી.

આમ, પોલીસે નાની ભાખરની પ્રાથમિક શાળામાં ગોંધી રાખેલા પ્રકાશને મુક્ત કરાવી ઓપરેશન પાર પાડ્યું હતું. આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું કે, અપહરણ માટે ઈશ્વર નામના આરોપીએ ટીપ આપી હોવાનું સામે આવતાં જ પોલીસે ઇશ્વરને પણ  દબોચી લીધો હતો અને ત્રણેય શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો :-