Home Blog Page 961

જય વસાવડાને રાજકોટનાં ઈન્ટરનેશનલ એરપોર્ટ પર એવો તે કેવો કડવો અનુભવ થયો કે વિડિયો બનાવો પડ્યો.

0
  • સૌરાષ્ટ્રવાસીઓને ઈન્ટરનેશનલ ફ્લાઈટ મળી રહે તે માટે રાજકોટમાં ધામધૂમથી હિરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટ તો શરૂ કરી દેવામાં આવ્યું. એરપોર્ટના ઉદ્ધાટન સમયે મોટી મોટી સુવિધાઓના દાવા કરવામાં આવ્યા હતાં.

સૌરાષ્ટ્રવાસીઓને ઈન્ટરનેશનલ ફ્લાઈટ મળી રહે તે માટે રાજકોટમાં ધામધૂમથી હિરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટ તો શરૂ કરી દેવામાં આવ્યું. એરપોર્ટના ઉદ્ધાટન સમયે મોટી મોટી સુવિધાઓના દાવા કરવામાં આવ્યા હકીકતમાં પેસેન્જરો માટે સુવિધાના નામે મીડું છે. ડિઝાઈનથી લઈને સુવિધા સુધી એરપોર્ટ પર ખામીઓની વાત જાણીતા લેખક અને મોટીવેશનલ સ્પીકર જય વસાવડાએ કરી છે અને વીડિયો વાયરલ કર્યો છે.

જય વસાવડાને રાજકોટના હીરાસર એરપોર્ટ પર કડવો અનુભવ થયો હતો. જેનો વીડિયો બનાવીને તેમણે વાયરલ કર્યો હતો. વીડિયોમાં તે કહી રહ્યા છે આજે હું નવા બનેલા રાજકોટના એરપોર્ટ પર છું કહેવાય છે કે રાજકોટનું એરપોર્ટ રાજકોટથી ૩૧ કિમી દૂર હિરાસર ગામમાં આવેલું છે. મોદી સાહેબ ગુજરાતમાં હતા ત્યારે અદભૂત પ્રોજેક્ટ કરતા. જેની ડિઝાઈનથી લઈને તમામ બાબતો પરફેક્ટ હતી. તેઓ જેવા તેવા પ્રોજેક્ટ કરે જ નહીં. પરંતુ આ એરપોર્ટ તો જાણે કોઈ ઉત્સવ ચાલ્યો હોય કે કંઈ અરેન્જમેન્ટ કર્યું હોય તેમ લાગે છે. આ તો જાણે કોઈ કોવિડ હોસ્પિટલ તૈયાર કરાઈ હોય તેમ બોક્ષ ગોઠવી દેવામાં આવ્યા છે.

તેમણે આગળ કહ્યું અહીં માત્ર બે શોપ છે. બાકી બધા સફેદ રંગના ચોગટા છે. ટોઈલેટમાં પાણી આવતું નથી. જેને લઈને સુવિધા માટે બે પ્લાસ્ટિકની બોટલ રાખવામાં આવી છે. એરપોર્ટ શરૂ થઈ ગયું પછી ધામધૂમપૂર્વક નગારા વગાડીને શરૂ કર્યા પછી પણ પાણી જેવી સુવિધા નથી. ૩૧ કિમી દૂર આટલી બેઝિક ડિઝાઈન? કોઈપણ ઈન્ટરનેશનલ એરપોર્ટ ગામથી આટલા દૂર નથી. તમે અમદાવાદ, વડોદરા વગેરે જોઈ લો.

આ પણ વાંચો :-

Asia Cup 2023 : એક મેચમાં પાંચ ટર્નિંગ પોઈન્ટ ! જો એક પણ વસ્તુ આઘી પાછી થાત તો ભારત હારી જાત

0
  • Asia Cup 2023 : એશિયા કપ ૨૦૨૩માં મંગળવારે સુપર-૪ મેચમાં ભારતે શ્રીલંકાને ૪૧ રને હરાવ્યું. ભારતે શ્રીલંકાને હરાવીને ૧૧મી વખત એશિયા કપની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે.

રોહિત શર્માએ આ મેચમાં શ્રીલંકા સામે ૪૮ બોલમાં ૫૩ રનની ઈનિંગ રમી હતી. રોહિત શર્માની વિસ્ફોટક ઇનિંગમાં ૭ ફોર અને ૨ સિક્સ સામેલ હતી. ખરા અર્થમાં રોહિત શર્માએ મહત્વની ક્ષણે આ અડધી સદી ફટકારીને ટીમ ઈન્ડિયાની જીતનો પાયો નાખ્યો હતો. જો રોહિત શર્મા સસ્તામાં આઉટ થયો હોત તો ભારતનો દાવ ૧૫૦ રન સુધી સમેટાઈ શક્યો હોત.

રાહુલ અને કિશન વચ્ચે મહત્વપૂર્ણ ભાગીદારી :

એક સમયે ટીમ ઈન્ડિયાનો સ્કોર ૯૧ રનમાં ૩ વિકેટે હતો. તે નિર્ણાયક ક્ષણે, કેએલ રાહુલ અને ઈશાન કિશને મળીને ચોથી વિકેટ માટે ૬૩ રનની મહત્વપૂર્ણ ભાગીદારી કરી હતી. પાકિસ્તાન સામે અણનમ સદી રમનાર કેએલ રાહુલ (૩૯) અને ઈશાન કિશન (૩૩)એ શ્રીલંકા સામે ચોથી વિકેટ માટે ૮૯ બોલમાં ૬૩ રનની ભાગીદારી કરીને મેચમાં પુનરાગમન કરવાનો પ્રયાસ કર્યો હતો.

નીચેના ક્રમમાં અક્ષર પટેલની વિસ્ફોટક બેટિંગ :

નીચલા ક્રમમાં અક્ષર પટેલની વિસ્ફોટક બેટિંગ પણ ટીમ ઈન્ડિયાની જીતમાં મોટો ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ છે. અક્ષર પટેલે ૩૬ બોલમાં ૨૬ રનની મહત્વપૂર્ણ ઈનિંગ રમી હતી. અક્ષર પટેલે આ દરમિયાન ૧ સિક્સ ફટકારી હતી. અક્ષર પટેલે પોતાની શાનદાર બેટિંગથી ટીમ ઈન્ડિયાનો સ્કોર ૨૧૩ રન સુધી પહોંચાડયો હતો.

બુમરાહ અને જાડેજાની ઘાતક બોલિંગ :

જસપ્રિત બુમરાહ અને રવિન્દ્ર જાડેજાની ઘાતક બોલિંગ ટીમ ઈન્ડિયાની જીતમાં ટર્નિંગ પોઈંટ સાબિત થઈ. શ્રીલંકા વિરૂદ્ધ જસપ્રીત બુમરાહે ૨ અને રવિન્દ્ર જાડેજાએ પણ ૨ વિકેટ ઝડપી હતી.

કુલદીપ યાદવનો ખતરનાક સ્પેલ :

કુલદીપ યાદવે શ્રીલંકા સામે ખતરનાક બોલિંગ કરી હતી અને ૯.૩ ઓવરમાં ૪૩ રન આપીને ૪ વિકેટ લીધી હતી. કુલદીપ યાદવના આ ખતરનાક સ્પેલ વિના ભારત માટે જીતવું શક્ય નહોતું.

આ પણ વાંચો :-

Apple Event 2023 : iPhone 15 સીરિઝ અને Apple Watch 9 લોન્ચ, મળશે નવી ડિઝાઈન

0
  • Apple Event 2023 Updates : દુનિયાની દિગ્ગજ કંપની એપલે પોતાની ઈવેન્ટમાં આઈફોન 15 લોન્ચ કરી દીધો છે. આ સાથે કંપનીએ Apple Watch Series 9  પણ લોન્ચ કરી છે.

Apple Event 2023 ની શરૂઆત થઈ ગઈ છે. આ સાથે કંપનીએ આઈફોન 15 સિરીઝ લોન્ચ કરી દીધી છે. કંપનીએ એપલ વોચ પણ લોન્ચ કરી છે. ભારતીય સમયાનુસાર રાત્રે ૧૦.૩૦ કલાકે એપલ ઈવેન્ટની શરૂઆત થઈ હતી.

iPhone 15 સિરીઝ લોન્ચ :

એપલે નવી આઈફોન સિરીઝ લોન્ચ કરી દીધી છે. કંપનીએ iPhone 15 અને iPhone 15 Plus લોન્ચ કર્યાં છે. સ્માર્ટફોન 48MP ના મેન કેમેરા સાથે આવશે. તેમાં તમને ઘણા અન્ય ફીચર્સ મળશે. આ સાથે તમને નવી ફ્રંટ ડિઝાઇન મળશે. કંપની નોચને રિમૂવ કરતા નોન-પ્રો વેરિએન્ટમાં પણ ડાઇનામિક આઈલેન્ડની સાથે નવી ડિસ્પ્લે આપી છે. એટલે કે તમને નોચ નહીં પરંતુ પંચ હોલ કટઆઉટ મળશે.

iPhone 15 અને iPhone 15 Plus ની કિંમત :

કંપનીએ આ સ્માર્ટફોનની કિંમતની જાહેરાત કરી છે. iPhone 15 ની શરૂઆત 799 ડોલરથી થશે. તો iPhone 15 Plus ની કિંમત 899 ડોલરથી શરૂ થશે. કંપનીએ ભારતીય બજારમાં તેની કિંમતની જાહેરાત કરી નથી.

નવી ડિસ્પ્લે, દમદાર કેમેરા અને A16 Bionic ચિપસેટ મળશે

એપલના લેટેસ્ટ iPhone 15 અને iPhone 15 Plus માં યૂઝર્સને નવો 48MP નો મેન કેમેરો આપવામાં આવ્યો છે. કંપનીએ તેમાં A16 Bionic ચિપસેટ આપી છે, જે પાછલા વર્ષે પ્રો વેરિએન્ટમાં મળતી હતી. નોન પ્રો મોડલ્સ હવે પરફોર્મેંસના મુકાબલે વધુ પાવરફુલ થશે. તેમાં સારૂ બેટરી બેકઅપ મળશે. કંપનીએ તેમાં વાયર અને વાયરલેસ બંને પ્રકારના કનેક્ટિવિટી ઓપ્શન આપ્યા છે.

આખરે આવી ગયું  Type-C પોર્ટ :

એપલના નવા ફોનમાં USB ટાઈપ-સી આપવામાં આવ્યું છે. કંપનીએ આ પોર્ટની સાથે આખરે પોતાનો ફોન લોન્ચ કરી દીધો છે. કંપનીએ કહ્યું કે તેની મદદથી તમે ઈયરબડસ, iPhone અને બીજા પ્રોડક્ટને ચાર્જ કરી શકશો.

iPhone 15 Pro સિરીઝ લોન્ચ :

કંપનીએ તેમાં ટાઈટેનિયમ બોડીનો ઉપયોગ કર્યો છે. તેમાં બેઝલને પણ ઘટાડવામાં આવ્યું છે, જેના કારણે તમને વધુ મોટી સ્ક્રીન મળશે. તેને તમે 6.1-inch અને 6.7-inch ની સ્ક્રીન સાઇઝમાં ખરીદી શકો છો. આ સ્ક્રીન સાઇઝ ક્રમશઃ iPhone 15 Pro અને iPhone 15 Pro Max ની છે.

Apple Watch Ultra 2 લોન્ચ :

કંપનીએ પાછલા વર્ષે Apple Watch Ultra ને લોન્ચ કરી હતી. બ્રાન્ડ તેની નેક્સ્ટ જનરેશન લઈને આવી છે. તેમાં તમને મોટી સ્ક્રીન અને વોચ 9 વાળા તમામ ફીચર્સ મળશે. તેના પર તમને એક્સક્લૂસિવ વોચ ફેસ મળશે, જેનું નામ Modular Ultra છે. જે દિવસ અને રાત બંને કંડીશનમાં અલગ રીતે કામ કરશે.

કેટલી છે કિંમત :

એપલ વોચ  SE ના નવા મોડલને તમે 249 ડોલરની શરૂઆતી કિંમત પર ખરીદી શકો છો. તો એપલ વોચ સિરીઝ 9ને 399 ડોલર અને એપલ વોચ અલ્ટ્રા 2ને 799 ડોલરમાં ખરીદી શકો છો. તમે આજથી પ્રી ઓર્ડર કરી શકો છો.

આ પણ વાંચો :-

રાજસ્થાનના ભરતપુરમાં મોટી દુર્ઘટના : અકસ્માતમાં ૧૧ લોકોના ઘટનાસ્થળે જ મોત, ૧૨ ગંભીર રીતે ઈજાગ્રસ્ત

0
  • ગુજરાતથી મથુરા તરફ જઈ રહેલી બસને રાજસ્થાનમાં નડયો અકસ્માત, બસમાં સવાર ૧૧ લોકોના કરૂણ મૃત્યુ, ૧૨ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા.

રાજસ્થાનના ભરતપુર જિલ્લામાં બુધવારે સવારે ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે. અહીં સાઈડમાં ઉભેલી બસને ટ્રકે પાછળથી ટક્કર મારતા બસમાં સવાર ૧૧ મુસાફરોના કમકમાટીભર્યા મોત નિપજ્યાં છે. જ્યારે ૧૨ જેટલા મુસાફરો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માતના સમાચાર મળતાની સાથે જ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને બચાવ કામગીરી શરૂ કરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, મુસાફરોથી ભરેલી બસ ગુજરાતથી મથુરા તરફ જઈ રહી હતી. રાજસ્થાનના ભરતપુર જિલ્લામાં જયપુર-આગ્રા હાઈવે પર આવેલા હંતારા પુલ પર બસ ખરાબ થઈ ગઈ હતી. જેથી બસના ડ્રાઈવરે બસને સાઈડમાં ઉભી રાખી હતી અને બસનું રિપેરિંગ કામ શરૂ કર્યુ હતું. આ દરમિયાન ફૂલ સ્પીડમાં આવેલી ટ્રકે બસને ધડાકાભેર ટક્કર મારી હતી.

આ અકસ્માત એટલો ભયાનક હતો કે, બસમાં સવાર ૧૧ લોકોના ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યાં હતા. આ અકસ્માતની અંગેની માહિતી મળતા જ પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસનું કહેવું છે કે આ અકસ્માતમાં ૧૧ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે. કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયા છે. તેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

ભાવનગરથી મથુરા જઈ રહી હતી બસ :

પોલીસે જણાવ્યું કે, આ બસ ગુજરાતના ભાવનગરથી મથુરા તરફ જઈ રહી હતી. આ અકસ્માત સવારે ૫ વાગ્યાની આસપાસ સર્જાયો હતો. મૃતકોમાં ૬ મહિલાઓ અને પાંચ પુરૂષોનો સમાવેશ થાય છે. તમામ ઈજાગ્રસ્તોને એમ્બ્યુલન્સ દ્વારા જિલ્લા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ૧૨ જેટલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા મુસાફરોની સારવાર ચાલી રહી છે.

આ પણ વાંચો :-

ભૂપેન્દ્ર પટેલની સરકારના બે વર્ષ પૂર્ણ પરંતુ દાદાએ હવે ખરેખર ‘દાદા’ બનવું પડશે

  • ગુજરાતના લોકોએ ભૂતકાળમાં વાઘ જેવા નરેન્દ્ર મોદીને મુખ્યમંત્રી તરીકે કામ કરતા જોયા છે એટલે સ્વભાવિક ‘દાદા’ પાસે પણ એવીજ અપેક્ષા હોય શકે.
  • સિંહાસન ઉપર બેઠા પછી ફૂંફાડો મારતા તો આવડવું જ જોઈએ અન્યથા ચોકીદારને પણ ગાદીએ બેસવાનું મન થઈ આવે !
  • વેપાર, ઉદ્યોગ, શિક્ષણ, ખેતીવાડી સહિત ચારે તરફ વિકાસના નવા આયામ ઉપરાંત ઓબીસી વર્ગને ૨૭ ટકા અનામત આપીને ભૂપેન્દ્ર પટેલે બે વર્ષમાં અનેક મહત્ત્વના નિર્ણયો કર્યા.
  • ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલનું પીઠબળ પણ ભૂપેન્દ્ર પટેલની સરકારના મક્કમ નિર્ણયો માટે ચરિતાર્થ પુરવાર થયું.

ગુજરાતના શાંત, સૌમ્ય, મૃદુભાષી અને ‘દાદા’ના હુલામણા નામથી ઓળખાતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર બે વર્ષ પૂર્ણ કરી રહી છે. વિપરીત સ્થિતિમાં પણ લક્ષ્યાંક સિદ્ધ કરવામાં માહિર પુરવાર થયેલા ભૂપેન્દ્ર પટેલે તેમની વહીવટી કુશળતા સામેની તમામની શંકાઓ ખોટી પાડવા સાથે ગુજરાત સરકારના મક્કમ સુકાની તરીકે પોતાની જાતને પુરવાર કરી છે અને ગુજરાતને વિકાસના પંથે આગળ લઈ જવામાં મજબૂત નેતૃત્વ પૂરુંં પાડયું છે.

ભૂપેન્દ્ર પટેલની મુખ્યમંત્રી તરીકેની પ્રથમ ટર્મ એટલે કે વિજય રૂપાણીને દૂર કરીને તેમની નિયુક્તિ કરવામાં આવી ત્યારે સાવ અજાણી વ્યક્તિની નેતાગીરી પસંદગી કરતા ખુદ ભાજપના લોકોએ આશ્ચર્ય સાથે આંચકો અનુભવ્યો હતો. ભાજપની છાવણીમાં ભૂપેન્દ્ર પટેલનું નામ સાવ અજાણ્યું નહોતું. પરંતુ ચર્ચામાં પણ નહોતુ, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સાવ અચાનક અને કોઈની પણ ધારણા વગર ભૂપેન્દ્ર પટેલની મુખ્યમંત્રી તરીકે પસંદગી કરીને ભાજપના આગલી હરોળના નેતાઓને પણ આશ્ચર્યચ‌િકત કરી દીધા હતા, પરંતુ ત્યારબાદ ભૂપેન્દ્ર પટેલની કસોટી હતી.

ભૂપેન્દ્ર પટેલની મુખ્યમંત્રી તરીકે વરણી કરાયા બાદ તેમની ઉપર અનેક પ્રકારના અંકુશ મૂકવામાં આવ્યા હતા અને પરિણામે તેઓ તેમની કાર્યક્ષમતા ખૂલીને દર્શાવી શકતા નહોતા, બલ્કે એવું કહી શકાય કે ભૂપેન્દ્ર પટેલ એક રબ્બર સ્ટેમ્પ બનીને  કામ કરી રહ્યા હતા. કદાચ ભૂપેન્દ્ર પટેલની જગ્યાએ બીજો કોઈ નેતા હોત તો મુખ્યમંત્રીની ખુરસી ખાલી કરીને ચાલતી પકડી હોત. પરંતુ દાદા ભગવાનમાં અખૂટ શ્રદ્ધા ધરાવતા ભૂપેન્દ્ર પટેલે પક્ષના નેતૃત્વએ તેમને સોંપેલી જવાબદારી વિના મીનમેખ નિભાવી હતી. અલબત્ત આ દિવસો દરમિયાન પણ ભૂપેન્દ્ર પટેલ ‘સત્તામોહ’થી દૂર રહ્યા હતા. તેમણે સત્તાને ક્યારેય પણ સર્વોપરી સમજી નહોતી અને ઈશ્વરને આગળ રાખીને તેઓ સામે આવેલા સંકટો, બંધનોને પાર કરી ગયા હતા.

૨૦૨૧ના વર્ષમાં આવેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણી વખતે આખી પરિસ્થિતિ બદલાઈ ગઈ હતી. પક્ષના ટોચના નેતાઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ ભૂપેન્દ્ર પટેલની પડખે આવીને ઊભા રહી ગયા હતા અને સમગ્ર ઇલેકશન ભૂપેન્દ્ર પટેલ જ મુખ્યમંત્રી બનશે એવી જાહેરાત કરવા સાથે લડાયું હતું અને ગુજરાતની પ્રજાએ જાહેરસભાઓમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભૂપેન્દ્ર… નરેન્દ્ર… ના નામથી બૂમો પાડતા સાંભળ્યા હતા. આ ઉપરાંત, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભૂતપૂર્વ કોંગ્રેસના મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીનો ૧૪૯ બેઠકો જીતવાનો રેકોર્ડ તોડીને ૧૫૬ બેઠકોની જંગી વિરાટ બહુમતી સાથે ભૂપેન્દ્ર પટેલને ગુજરાતના મુખ્યમંત્રીની ગાદીએ બેસાડવા સાથે તેઓ ભૂપેન્દ્ર પટેલ સાથે હોવાનો અખૂટ વિશ્વાસ સાથે ભરોસો આપી ભૂપેન્દ્ર પટેલને ગુજરાત રાજ્યનો વિકાસ અને લોક કલ્યાણના કામમા જોતરાઈ જવાના અનુરોધ કરવા સાથે છુટો દોર આપી દીધો હતો.

અને વિતેલા બે વર્ષમાં ભૂપેન્દ્ર પટેલે પણ વહીવટી કુશળતા પુરવાર કરી બતાવી. બે વર્ષના શાસનના અંતે ગુજરાતના લોકોને ગુજરાતના મુખ્યમંત્રીની ગાદીમાં પોતીકું વ્યક્તિત્વ બેઠું હોય એવો અહેસાસ થઇ રહ્યો છે.

રાજ્યના છેવાડાના ગામડાથી શરૂ કરીને મહાનગરો સુધી માળખાગત સુવિધાઓમાં પ્રગતિ થવા સાથે છેવાડાના મજૂરથી શરૂ કરીને નોકરિયાત વર્ગ અને ઉદ્યોગગૃહોને પણ ભૂપેન્દ્ર પટેલની સરકાર સામે કોઈ જ ફરિયાદ નથી. વૈશ્વિક મંદી છતાં લગભગ દરેક ક્ષેત્રના લોકો, પરિવારો બે પાંદડે થવા સાથે અવરોધ વગર કામધંધો કરી રહ્યા છે. ભૂપેન્દ્ર પટેલની સરકારે પછાત વર્ગના પરિવારો એટલે કે ઓબીસી વર્ગના લોકોને જાહેર વહીવટ એટલે કે ગ્રામ પંચાયતથી શરૂ કરીને વિધાનસભા સુધીની બેઠકોમાં ૨૭ ટકા અનામત આપીને ઓબીસી વર્ગના પરિવારને સરકાર અને સ્થાનિક પંચાયતો, પાલિકાઓના વહીવટમાં મહત્ત્વના ભાગીદાર બનાવવાનો ખૂબ મોટો નિર્ણય કર્યો હતો. માતૃભાષાને પ્રોત્સાહન આપવા ધોરણ ૧ થી ૮ સુધી ફરજિયાત ગુજરાતી ભાષામાં શિક્ષણનો નિર્ણય જાહેર કરીને ગુજરાતી ભાષા અને ગુજરાતીઓને ગૌરવ અપાવ્યું હતું.

પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા ખેડૂતોને તાલીમથી શરૂ કરીને સાત લાખ એકર જમીનના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવામાં સફળ રહ્યા હતા. પ્રાકૃતિક ખેતી ભવિષ્યમાં લોકોના આરોગ્ય માટે ખૂબ મોટી ફાયદાકારક પુરવાર થશે. જો વધારે ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળશે તો બની શકે કે લોકોની ખોરાકને કારણે થતી મોટાભાગની બીમારીઓ દૂર થઈ જશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આ નિર્ણય હાલના તબક્કે કદાચ લોકો નજરઅંદાજ કરી રહ્યા હશે. પરંતુ ભવિષ્યમાં પ્રાકૃતિક ખેતી ગુજરાત માટે ગૌરવ લઇ શકાય એવી સિદ્ધિ પુરવાર થશે. આ ઉપરાંત વેપાર-ઉદ્યોગને મોકળુ મેદાન, કારખાના સતત ધમધમતા રાખવા વિક્ષેપર‌િહત વીજળી પુરવઠો પૂરો પાડવા માળખાગત સુવિધા, વધુ વીજ-ઉત્પાદન, સોલાર અને વિન્ડમિલ પાવર પ્રોજેક્ટને પ્રોત્સાહન આપવાથી ગુજરાતમાં વીજળી પુરવઠાની હાલત અન્ય રાજ્યો કરતાં વધુ બહેતર બની છે. વળી તાજેતરમાં સુરત જિલ્લાના કાકરાપાર ખાતે અણુ આધારિત વીજમથકમાં ૭૦૦ મેગાવોટ વીજળી પેદા કરતું ત્રીજું યુનિટ કાર્યરત કરીને વધુ એક સિદ્ધિ હાંસલ કરી હતી.

તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં વેપાર-ઉદ્યોગના રોકાણ લાવવા શરૂ કરેલી ‘વાઇબ્રન્ટ ગુજરાત’ પરંપરાને આગળ ધપાવીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવો ચીલો ચાતરીને વાયબ્રન્ટ સમિટ પહેલાં જ રોકાણકારો સાથે એમઓયુ કરીને આવનારા રોકાણને ચોક્કસ કરી લીધું હતું. અત્યાર સુધીમાં લગભગ ૧૨૦૦૦ કરોડના રોકાણના એમઓયુ થઈ ચૂક્યા છે અને હજુ આવનારા દિવસોમાં વધુ કરારો કરવામાં આવશે. આજે મંગળવાર તા.૧૨મી સપ્ટેમ્બરના રોજ વધુ રૂપિયા ૪૦૦૦ કરોડના રોકાણના સાત એમઓયુ કરવામાં આવ્યા.

આવી તો અનેક સિદ્ધિઓ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાછલા બે વર્ષ દરમિયાન હાંસલ કરીને ઉચ્ચ નેતૃત્વએ મૂકેલા વિશ્વાસને ચરિતાર્થ કરી બતાવ્યો છે.

પરંતુ આ બધાની વચ્ચે ગુજરાતની પ્રજાએ ભૂતકાળમાં નરેન્દ્ર મોદીને મુખ્યમંત્રી તરીકે કામ કરતા જોયા હોવાથી હવે સ્વભાવનો શાંત ‘માણસ’ ગુજરાતની પ્રજાને ક્યાંક ને ક્યાંક અલગ લાગે છે. ભૂપેન્દ્ર પટેલ સોમ્ય છે, શાંત છે, મૃદુ છે અને સરળ પણ છે પરંતુ ગુજરાતના લોકો આ બધુ પચાવી શકતા નથી. ગુજરાતના લોકોને પથ્થરમાં લાત મારીને પાણી કાઢતો મુખ્યમંત્રી જોવો ગમે છે. કારણ કે નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે કરેલી કામગીરીના હજુ ચારે તરફ પડઘા પડી રહ્યા છે.

bhupendra-patel-govt

મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદી આવવાના હોય તેના દિવસો પહેલા તૈયારીઓ થઈ જતી હતી. કેટલાક અધિકારીઓની ઊંઘ પણ હરામ થઇ જતી હતી. ગુજરાતના લોકો આવી ઘટનાઓથી ટેવાઈ ગયા હોવાથી ભૂપેન્દ્ર પટેલ પાસે પણ આવી જ અપેક્ષા રાખી રહ્યા છે.

સજ્જન, નિખાલસ અને વિનમ્ર હોવું એ કોઇ નબળી વાત નથી બલ્કે આવા લક્ષણો સુસંસ્કારી વ્યક્તિમાં જ હોઇ શકે, પરંતુ રાજાની ખુરશીમાં બેઠા પછી ફુંફાડો મારતા પણ ન આવડે તો એક દિવસ ચોકીદારને પણ ગાદીએ બેસવાનું મન થઇ જાય એ સ્વભાવિક છે.

કદાચ ભૂપેન્દ્ર પટેલના સમર્થકો નહીં માને, પરંતુ ગુજરાતના અધિકારીઓના માનસપટમાંથી નરેન્દ્ર મોદીનો ભય હજુ ઓસર્યો નથી. આ ભયના કારણે પણ મેલી મથરાવટી અને મેલી મુરાદ ધરાવતા  અધિકારીઓ ‘‘લક્ષ્મણરેખા’’ ઓળંગવાની હિંમત કરી શકતા નથી. માત્ર અધિકારીઓ જ નહીં, પક્ષના અને સરકારમાં બેઠેલા લોકોને પણ નરેન્દ્ર મોદીના નામનો ભય સતાવી રહ્યો છે. અન્યથા ભૂપેન્દ્ર પટેલને ઉથલાવવાના ક્યારના પ્રયાસ ચાલુ થઈ ગયા હોત.

ખેર, ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેની બીજી ટર્મના પ્રથમ બે વર્ષ પૂર્ણ કરી રહ્યા છે. વીતેલા બે વર્ષના વહીવટમાં કોઇપણ ક્ષેત્રે એક ટકો પણ ઓછો આપી શકાય તેમ નથી. બલ્કે દિવસે-દિવસે ભૂપેન્દ્ર પટેલનું કલેવર બદલાઈ રહ્યું છે. થોડી હિંમત કરતા પણ થઈ ગયા છે કોઈ નારાજ થઈ જશે એવો ભય ક્રમશઃ તેમનામાંથી દૂર થઈ ગયો છે પરંતુ કોઇ નારાજ થઇ જશે એવો ભય નામશેષ થઇ જશે તે દિવસે ભૂપેન્દ્ર પટેલ ખરા અર્થમાં ‘દાદા’ પુરવાર થશે. અને ખરેખર કસોટી તો આગામી ૨૦૨૪ની લોકસભાની ચૂંટણી વખતે આવી રહી છે.

ગુજરાતમાં ભાજપનો સિક્કો અણનમ છે પરંતુ દેશભરમાં વિપક્ષો એક થઈને નરેન્દ્ર મોદી સામે મોરચો માંડી ચૂકયા છે ત્યારે લોકસભાની ચૂંટણીઓમાં ભાજપ અને નરેન્દ્ર મોદીને અણનમ રાખવા ભૂપેન્દ્ર પટેલે પણ કમર કસવી પડશે. પરંતુ ત્યાર પહેલા ઘરઆંગણે સરકારમાં અને પક્ષના નેતૃત્વમાં મજબૂત થવું પડશે.

ભૂપેન્દ્ર પટેલે એ પણ યાદ રાખવું જોઈએ કે નરેન્દ્ર મોદી પણ ઘણી વખત કહે છે, ‘મે ઝોલા લે કે નીકલ પડુગા’ પરંતુ વહીવટમાં ક્યારેય ઝોલા લઈને નીકળ્યા નથી. રાજસિંહાસન પર બેઠા પછી એક રાજાને છાજે એ રીતે પુરી મક્કમતા સાથે કઠોર અને જરૂર પડે ત્યાં મૃદુ નિર્ણય કરવા જોઈએ.

આ પણ વાંચો :-

New Labour Law : જો તમારી ૩૦ વધારે રજાઓ ભેગી થઈ હશે તો મળશે આટલા રૂપિયા !

0
  • નવા શ્રમ કાયદા હેઠળ કર્મચારીઓને ૩૦ દિવસની વધારે રજા પર પૈસા ઉપરાંત બે દિવસની રજા મળશે. પરંતુ અઠવાડિયાના બાકી દિવસોમાં કામના કલાકો વધી જશે.

દેશમાં કર્મચારીઓના કામ અને જીવનની વચ્ચે સંતુલન રાખવા માટે શ્રમ કાયદામાં મોટો ફેરફાર કરવામાં આવશે. ચાર નવા શ્રમ કાયદામાં ફેરફારની વાત ચાલી રહી છે. જો આમ થશે તો કંપની પાસેથી ૩૦ દિવસથી વધારે રજા વધી હોવા પર કર્મચારીઓને પૈસા મળશે. આ નિયમ હજુ સુધી લાગુ થયા નથી.

નવા કાયદામાં શું થયો છે ફેરફાર? 

મીડિયા અહેવાલ અનુસાર વ્યાવસાયિક સુરક્ષા, સ્વાસ્થ્ય અને કાર્ય સ્થિત સંહિતા ૨૦૨૦ અનુસાર એક કર્મચારીને એક કેલેન્ડર યરમાં ૩૦ દિવસથી વધુ પેઈડ લીવ ન વધેલી હોવી જોઈએ. જો કર્મચારી પાસે ૩૦ દિવસથી વધારે પેઈડ લીવ છે તો કંપનીએ ૩૦ દિવસથી વધારે દિવસના પૈસા ચુકવવા પડશે.

આ કાયદાને લાવવા પાછળ સરકારનો હેતુ છે કે લોકોને વર્ષમાં અમુક નિશ્ચિત રજાઓ મળી શકે અને તેમના માટે કરવા માટે સારો વર્કિંગ કંડીશન કોડ લાગુ કરી શકાય.

સંસદમાંથી પાસ થયો શ્રમ કાયદો :

આમ તો ભારતમાં લેબર કોડ નિયમોને લાગુ કરવાની માંગ ઘણા સમયથી થઈ રહી છે. ધ્યાન આપવા જેવી વાત એ છે કે ભારતમાં ચાર શ્રમ કાયદા લાંબા સમયથી સંસદ દ્વારા પાસ કરવામાં આવ્યા છે. આ શ્રમ કાયદા કેન્દ્ર સરકારની સાથે સાથે રાજ્ય સંહિતા દ્વારા પણ સંહિતાબદ્ધ છે. માટે રાજ્યોમાં પણ પાસ કરવા પડશે. તેના બાદ જ તેને આખા દેશમાં સમાન રીતે લાગુ કરવામાં આવશે.

આ પણ વાંચો :-

છોટા પેકેટ બડા ધમાકા ! કિંમત ખાલી સાડા ત્રણ લાખ રૂપિયા અને રેન્જ ૧૨૦૦ કિમી ! આ ગાડીના ફીચર્સ જોઈને ચોંકી જશો

0
  • FAW એ વર્ષની શરૂઆતમાં શાંઘાઈ ઓટો શોમાં Bestune Xiaoma રજૂ કરી હતી. આ ઈલેક્ટ્રિક કારનું પ્રી-સેલ્સ આ મહિનાથી શરૂ થશે. જેની કિંમત લગભગ રૂપિયા ૩.૪૭ લાખ – ૫.૭૮ લાખ વચ્ચે હશે.

ચીનની ફર્સ્ટ ઓટો વર્ક્સ (FAW) માઈક્રો-EV સેગમેન્ટમાં તેનો હિસ્સો વધારવાની યોજના ધરાવે છે. આ માટે કંપનીએ Bestune બ્રાન્ડ હેઠળ Xiaoma એ સ્મોલ ઈલેક્ટ્રિક કાર લોન્ચ કરી છે. આ ઈલેક્ટ્રિક કારનું પ્રી-સેલ્સ આ મહિનાથી શરૂ થશે. FAW Bestune Xiaoma સીધી Wuling Hongguang Mini EV So ને ટક્કર આપશે. હાલમાં તે ચીનમાં સૌથી વધુ વેચાતી માઈક્રો કાર છે. FAW Bestune Xiaomaની કિંમત ૩૦,૦૦૦ થી ૫૦,૦૦૦ યુઆન એટલે કે લગભગ ૩.૪૭ લાખથી ૫.૭૮ લાખ રૂપિયા વચ્ચે હશે.

શાંઘાઈ ઓટો શોમાં Bestune Xiaoma રજૂ કરી  :

FAW એ આ વર્ષની શરૂઆતમાં શાંઘાઈ ઓટો શોમાં Bestune Xiaoma રજૂ કરી હતી. તેના હાર્ડટોપ અને કન્વર્ટિબલ વેરિયન્ટ બંને રજૂ કરવામાં આવ્યા હતા. હાલમાં માત્ર હાર્ડટોપ વેરિઅન્ટ જ વેચવામાં આવશે. કન્વર્ટિબલ વેરિઅન્ટ ભવિષ્યમાં વેચાણ માટે લાવવામાં આવશે કે નહીં તે નક્કી નથી. આ કારમાં ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ પણ છે. જે ૭ ઈંચનું યુનિટ છે. ડેશબોર્ડને આકર્ષક ડયુઅલ-ટોન થીમ મળે છે.

Bestune Xiaomaમાં ડ્યુઅલ-ટોન કલર

Xiaoma પ્રોફાઈલ એક બોક્સ જેવી છે. જેમાં ડયુઅલ-ટોન કલર સ્કીમ છે જે કોઈ એનિમેશન ફિલ્મ જેવી દેખાય છે. વધુ આકર્ષક પ્રોફાઇલ માટે તેમાં ગોળાકાર ખૂણાઓ સાથે મોટા ચોરસ હેડલેમ્પ્સ છે. Xiaoma એરોડાયનેમિક વ્હીલ્સનો ઉપયોગ કરે છે જે રેન્જ વધારવામાં ઉપયોગી થઈ શકે છે. આમાં પાછળના ભાગમાં ટેલ લેમ્પ્સ અને બમ્પર એક જ થીમના છે.

Bestune Xiaoma ની રેન્જ :

Bestune Xiaoma એફએમઈ પ્લેટફોર્મ પર આધારિત છે. આમાં EV અને રેન્જ એક્સ્ટેન્ડર ડેડિકેટેડ ચેસિસ સામેલ કરવામાં આવ્યા છે. અગાઉ આ પ્લેટફોર્મ પર NAT નામની રાઈડ-હેલિંગ ઇવી બનાવવામાં આવી હતી. FME પ્લેટફોર્મ બે સબ-પ્લેટફોર્મ ધરાવે છે. A1 અને A2. A1 સબ-પ્લેટફોર્મ સબકોમ્પેક્ટ્સ અને કોમ્પેક્ટ્સને પૂરી કરે છે જેનું વ્હીલબેઝ ૨૭૦૦-૨૮૫૦ mm છે. A2 નો ઉપયોગ ૨૭૦૦-૩૦૦૦ mm વ્હીલબેઝવાળી કાર માટે થાય છે. EV માટે રેન્જ ૮૦૦ Km અને એક્સટેન્ડર માટે ૧૨૦૦ Kmથી વધુ છે. બંને પ્લેટફોર્મ ૮૦૦ V આર્કિટેક્ચરને સપોર્ટ કરે છે.

Bestune Xiaomaનું ડાયમેન્શન

Bestune Xiaomaમાં ડાયમેન્શન માઈક્રો-ઈવીને પાવર કરતી સિંગલ ૨૦ kW ઈલેક્ટ્રિક મોટર છે. તે પાછળના શાફ્ટ પર મૂકવામાં આવે છે. તેમાં વપરાયેલી બેટરી એ લિથિયમ-આયર્ન ફોસ્ફેટ (LFP) યુનિટ છે. જે ગોશન અને REPT દ્વારા પૂરી પાડવામાં આવે છે.

પાવરટ્રેન વિશે વધુ વિગતો હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. સલામતીની દ્રષ્ટિએ ડ્રાઈવર સાઇડ એરબેગ બેસ્ટ્યુન શાઓમીમાં ઉપલબ્ધ છે. તેમાં ૩ દરવાજા છે. Bestune Xiaoma માં ૩,૦૦૦mm લાંબી, ૧,૫૧૦mm પહોળી અને ૧૬૩૦mm ઊંચી છે. તેનું વ્હીલબેઝ ૧,૯૫૩mm છે.

આ પણ વાંચો :-

૧૩ સપ્ટેમ્બર / આ રાશિ જાતકોને વાદ-વિવાદથી બચજો અને ધન માનનો વ્યય નક્કી, જુઓ આજનું રાશિ ભવિષ્ય

  • તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? તો કઈ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલીભર્યો રહેશે અને કોની માટે આજનો દિવસ શુભ રહેશે.

મેષ (અ.લ.ઈ.)  
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ કામકાજમાં પ્રસન્નતા જળવાઈ રહેશે. સ્નેહીના સંપર્કથી લાભ થશે. વ્યવસાયમાં વૃદ્ધિ થશે. પરિવારના સુખમાં વૃદ્ધિ થશે.

વૃષભ (બ.વ.ઉ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ સરકારી કામમાં સફળતા મળશે. કરેલા કાર્યો ફળદાયી બનશે. નોકરી બાબતે સારા સમાચાર મળશે. ધંધામાં લાભ મેળવી શકશો.

મિથુન  (ક.છ.ઘ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ કામમાં નિરાશાનો અનુભવ થશે. સંતાનના પ્રશ્નોમાં ચિંતા જણાશે. ઈષ્ટમિત્રોનો સહયોગ મળશે. ધર્મપ્રત્યેની શ્રદ્ધામાં વધારો થશે.

કર્ક  (ડ.હ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ ધન માનનો વ્યય જણાશે. નોકરીમાં પરેશાની રહેશે. માનસિક તણાવ જણાશે. વ્યવસાયમાં પ્રગતિ અને લાભ જણાશે.

સિંહ (મ.ટ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ કામકાજમાં સફળતા મળશે. ધંધામાં નવી તકો મળશે. નોકરીમાં બઢતીની તકો મળશે. પારિવારિક સંબંધોમાં લાભ થશે.

કન્યા (પ.ઠ.ણ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ ધંધાના કામમાં સફળતા મળશે. પ્રતિસ્પર્ધી પક્ષથી વિજય મેળવશો. આત્મવિશ્વાસમાં વધારો થશે. ઘરમાં આનંદનું વાતાવરણ જળવાશે.

તુલા  (ર.ત.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ ભાગીદારો સાથે વૈચારિક મતભેદ જણાશે. નવા સંબંધોમાં નિરાશા જણાશે. નોકરીમાં નવી તકો મળશે. સંતાનપક્ષે શુભ સમાચાર મળશે.

વૃશ્ચિક (ન.ય.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ પરિશ્રમ પછી પણ કામ અધૂરું જણાશે.  સ્વજનોના હસ્તક્ષેપથી મન વિચલિત જણાશે. નોકરીમાં સહયોગીઓનો સહકાર મળશે. વ્યવસાયમાં ધનલાભ થશે.

ધન (ભ.ધ.ફ.ઢ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ આજે ભાગ્ય અનુકૂળ જણાય છે. રાજનૈતિક ક્ષેત્રમાં પ્રગતિ જણાશે. વિકાસના કાર્યોમાં ગતિ આવશે. દિવસ આનંદમાં પસાર થશે.

મકર (ખ.જ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ વાદ-વિવાદના કામથી બચવું. આર્થિક સ્થિતિમાં મધ્યમ સુધારો જણાય છે. ધંધામાં પ્રગતિ અને ધનલાભ થશે. પરિવારમાં સામાન્ય અશાંતિ જણાશે.

કુંભ  (ગ.શ.ષ.સ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ કામની સફળતામાં ખુશી અનુભવશો. નોકરીમાં પ્રમોશન અથવા શાંતિ મળશે. સ્વજનોનો સહયોગ મળશે. ધંધામાં સુધારો જોવા મળશે.

મીન (દ.ચ.ઝ.થ) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ માનસિક તણાવ જણાશે. કામમાં મધ્યમ સફળતા મળશે. વિરોધીઓથી સાવધાન રહેવું. ખર્ચ બાબતે સંભાળવું.

આ પણ વાંચો :-

નવી સંસદ માટે નવો ડ્રેસ કોડ, હવે કર્મચારીઓ અલગ-અલગ ડ્રેસમાં જોવા મળશે

0
  • ગણેશ ચતુર્થીના દિવસથી નવા સંસદ ભવન ખાતે વિશેષ સત્ર યોજાશે. ૧૮ તારીખે જુના સંસદ ભવન ખાતે સંસદનું વિશેષ સત્ર શરૂ થશે. નવા સંસદ ભવનમાં કર્માચારીઓ માટે નવો ડ્રેસ કોડ લાગુ કરવામાં આવ્યો છે.

દેશના નવા સંસદ ભવનમાં હવે ડ્રેસ કોડ લાગુ થવા જઈ રહ્યો છે. ડ્રેસને લગતા નવા નિયમોને કારણે હવે સંસદ ભવનના કર્મચારીઓ ખાસ પ્રકારનો પોશાક પહેરતા જોવા મળશે. સૂત્રોના જણાવ્યા અનુસાર સંસદના કર્મચારીઓ માટે નવો ડ્રેસ ડિઝાઈન કરવામાં આવ્યો છે. કર્મચારીઓનો આ ડ્રેસ ઘણો આકર્ષક તો હશે જ પરંતુ તે ભારતીય સંસ્કૃતિની ઝલક પણ દર્શાવશે. ગણેશ ચતુર્થીના દિવસે નવા સંસદ ભવનમાં કાર્યવાહી શરૂ થશે.

નેહરુ જેકેટને ડ્રેસ કોડમાં સ્થાન :

ડ્રેસ કોડ મુજબ સંસદ ભવનના માર્શલ્સ હવે સફારી સૂટને બદલે ક્રીમ રંગના કુર્તા અને પાયજામા પહેરેલા જોવા મળશે. જ્યારે મહિલા કર્મચારીઓ નવી ડિઝાઈનની સાડીઓમાં જોવા મળશે. આ સિવાય સચિવાલયમાં કામ કરતા કર્મચારીઓ બંધ નેક સૂટને બદલે ગુલાબી અથવા મજેન્ટા રંગના નેહરુ કટ જેકેટ પહેરશે. જેકેટ સાથે પહેરવામાં આવેલ શર્ટ પણ ડાર્ક ગુલાબી રંગનો હશે અને તેના પર કમળનું ફૂલ બનેલું હશે. જ્યારે તેમનું પેન્ટ ખાખી કલરનું હશે.

લોકસભા અને રાજ્યસભામાં પણ માર્શલના ડ્રેસમાં ફેરફાર :

આ ઉપરાંત લોકસભા અને રાજ્યસભામાં પણ માર્શલના ડ્રેસમાં ફેરફાર કરવામાં આવ્યા છે. તે હવે મણિપુરી પાઘડી પહેરશે. જ્યારે સંસદ ભવનની સુરક્ષા માટે તૈનાત સુરક્ષા કર્મચારીઓને સફારી સૂટને બદલે કેમોફ્લેઝ ડ્રેસ આપવામાં આવશે.

કર્મચારીઓના નવા યુનિફોર્મની ડિઝાઈન નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેક્નોલોજી NIFT દ્વારા તૈયાર કરવામાં આવી છે. વિશેષ સત્રના પહેલા દિવસે ૧૮ સપ્ટેમ્બરે દેશના જૂના સંસદ ભવનમાં બેઠક યોજાશે. આ પછી ૧૯ સપ્ટેમ્બરે ગણેશ ચતુર્થીના દિવસે પૂજા કર્યા પછી નવી સંસદમાં ઔપચારિક રીતે પ્રવેશ કરવામાં આવશે.

આ પણ વાંચો :-

અલ્યા ચોકલેટ તો પાછી આપ… ધોનીએ ચાહકને ઓટોગ્રાફ આપ્યા પછી કર્યું એવું કે વાયરલ થયો વીડિયો..

0
  • આ વીડિયોમાં ધોની તેના ફેન્સને ઓટોગ્રાફ આપી રહ્યો છે અને તેના બદલામાં ચોકલેટ માંગી રહ્યો છે. આ વીડિયો X (Twitter) પર @mufaddal_vohra નામના યુઝરે ૧૧ સપ્ટેમ્બરે શેર કર્યો હતો.

મહેન્દ્ર સિંહ ધોનીએ ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે પરંતુ હજુ પણ લોકોના દિલ પર રાજ કરે છે. હાલમાં તે પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે યુએસમાં ગોલ્ફ રમતા જોવા મળ્યો હતો. જ્યાં તે વેકેશન મનાવી રહ્યો હતો. ત્યાંથી તેનો એક વીડિયો સામે આવ્યો છે જે વાયરલ થયો છે. આ વીડિયોમાં ધોની તેના ફેન્સને ઓટોગ્રાફ આપી રહ્યો છે અને તેના બદલામાં ચોકલેટ માંગી રહ્યો છે.

આ વીડિયો X (Twitter) પર @mufaddal_vohra નામના યુઝરે ૧૧ સપ્ટેમ્બરે શેર કર્યો હતો. જે ક્રિકેટના મોટા ફેન ગણાય છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે ધોની સૌથી પહેલા પોતાના ફેન્સને ઓટોગ્રાફ આપે છે. તે ધોનીનો આભાર માને છે અને જવા લાગે છે. પરંતુ ધોની તેના હાથમાં ચોકલેટ જુએ છે અને તે તેની પાસેથી ચોકલેટ માંગે છે. આ જોઈને આસપાસના લોકો હસવા લાગ્યા. બાદમાં ધોની ચોકલેટ લે છે અને ટાટા કહીને ચાલ્યો જાય છે. વીડિયોમાં તમે ધોનીને કહેતા સાંભળી શકો છો.

વીડિયો શેર કરતી વખતે મુફદ્દલ વોહરાએ લખ્યું, એક ચાહકને ઓટોગ્રાફ આપ્યા બાદ એમએસ ધોની- ચોકલેટ પાછી આપો.” વીડિયોને અત્યાર સુધીમાં ૬ લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. ઘણા લોકો ફની કોમેન્ટ પણ કરી રહ્યા છે.

આ વર્ષે IPLની ૧૬મી સિઝનમાં ધોનીની ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સ વિજેતા બની છે. આ પછી જૂન ૨૦૨૩માં ધોનીએ પોતાના ઘૂંટણનું ઓપરેશન કરાવ્યું. તેથી ધોની IPL ૨૦૨૪માં રમશે કે નહીં તે અંગે સસ્પેન્સ છે.

આ પણ વાંચો :-