Home Blog Page 962

બધા નેતા પરત ફર્યા પણ હજુ કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોને પરત ફરવાનું મુહર્ત આવ્યું નથી ?

0
  • જસ્ટિન ટ્રુડો અને તેમનું પ્રતિનિધિમંડળ કેનેડાના વડાપ્રધાનનું વિમાન ખરાબી થવાના કારણે જી-૨૦સમિટ સમાપ્ત થયાના ત્રણ દિવસ પછી પણ ભારતમાં રોકાયા છે.

જસ્ટિન ટ્રુડો અને તેમનું પ્રતિનિધિમંડળ કેનેડાના વડાપ્રધાનનું વિમાન ખરાબી થવાના કારણે G-20 સમિટ સમાપ્ત થયાના ત્રણ દિવસ પછી પણ ભારતમાં રોકાયા છે.

જસ્ટિન ટ્રુડો જી-૨૦ સમિટમાં હાજરી આપીને ઘરે જવા રવાના થવાના હતા. પરંતુ પ્રી-ફ્લાઈટ ચેકિંગ દરમિયાન પ્લેનમાં ટેક્નિકલ ખામી સામે આવી હતી. જેના કારણે કેનેડિયન આર્મ્ડ ફોર્સે એરક્રાફ્ટ એરબસ CFC001ને ઉડતા અટકાવી દીધું હતું. કેનેડાના વડાપ્રધાન કાર્યાલય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર જસ્ટિન ટ્રુડો અને તેમના પ્રતિનિધિમંડળને ભારતથી પરત લેવા માટે બેકઅપ એરક્રાફ્ટ CFC002 આવી રહ્યું છે.

જો કે ટ્રુડોના પ્લેનમાં ખરાબી આવી હોય તેવું આ પહેલીવાર નથી. આ પહેલા પણ ટ્રુડો અને તેમના ડેલિગેશનને એરક્રાફ્ટની ખામીને કારણે આવી જ સ્થિતિનો સામનો કરવો પડ્યો છે. અગાઉ ઓક્ટોબર ૨૦૧૬માં પણ ટ્રુડોના પ્લેનમાં કેટલીક ટેકનિકલ ખામી સર્જાઈ હતી અને ટેકઓફના અડધા કલાક બાદ જ ઓટાવા પરત ફરવું પડ્યું હતું. તે સમયે જસ્ટિન ટ્રુડો કેનેડા-યુરોપિયન યુનિયન કોમ્પ્રિહેન્સિવ ઈકોનોમિક એન્ડ ટ્રેડ એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કરવા બેલ્જિયમ જઈ રહ્યા હતા.

કેનેડાના વડાપ્રધાન કાર્યાલય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર બેકઅપ એરબસ CFC002 ભારતના રસ્તામાં છે. ફ્લાઈટ ટ્રેકિંગ સોફ્ટવેર અનુસાર એરબસે રવિવારે સ્થાનિક સમય અનુસાર રાત્રે ૮ વાગ્યે CFB ટ્રેન્ટનથી રવાના થયું હતું અને સોમવારે વહેલી સવારે ઈંગ્લેન્ડમાં રોકાયું.

હાલમાં એરબસ CFC002 ભારત તરફ આવી રહ્યું છે. વડાપ્રધાન ટ્રુડોના પ્રેસ સચિવ મોહમ્મદ હુસૈને એક નિવેદનમાં જણાવ્યું હતું કે અમે આવતીકાલે સવારે પ્રસ્થાન તરફ કામ કરી રહ્યા છીએ. પરંતુ પરિસ્થિતિ હજુ પણ અસ્થિર છે.

આ પણ વાંચો :-

 

 

Sanya Malhotra House : મુંબઈમાં કરોડોના લક્ઝરી એપાર્ટમેન્ટમાં રહે છે ‘જવાન’ની એક્ટ્રેસ સાન્યા મલ્હોત્રા

  • ફિલ્મ ‘જવાન’માં પોતાના દમદાર અભિનયથી લોકોના દિલ જીતનાર એક્ટ્રેસ સાન્યા મલ્હોત્રા મુંબઈમાં એક લક્ઝરી હાઉસમાં રહે છે.

ફિલ્મ ‘જવાન‘માં પોતાના દમદાર અભિનયથી લોકોના દિલ જીતનાર એક્ટ્રેસ સાન્યા મલ્હોત્રા મુંબઈમાં એક લક્ઝરી હાઉસમાં રહે છે. સાન્યા મલ્હોત્રા પણ શાહરૂખ ખાનની તાજેતરમાં રિલીઝ થયેલ બમ્પર હિટ ‘જવાન’માં મહત્વની ભૂમિકામાં જોવા મળી છે. સાન્યાએ તેના એક્શનથી ભરપૂર પાત્રને ખૂબ સારી રીતે નિભાવ્યું છે. આજે અમે તમને સાન્યા મલ્હોત્રાનું ઘર બતાવીશું.

Sanya Malhotra House: મુંબઇમાં 14 કરોડના લક્ઝરી એપાર્ટમેન્ટમાં રહે છે 'જવાન'ની એક્ટ્રેસ સાન્યા મલ્હોત્રા

સાન્યા મલ્હોત્રાએ ગત દિવાળીએ પોતાના સપનાનું ઘર ખરીદ્યું હતું. લગભગ સાડા ૧૪ કરોડ રૂપિયાની કિંમતના આ ઘરની ખાસ વાત એ છે કે તે હૃતિક રોશન જેવી સેલિબ્રિટીઓની પાડોશી છે. મુંબઈના પોશ વિસ્તાર જુહુ વર્સોવા લિંક રોડ પર સ્થિત આ એપાર્ટમેન્ટને સાન્યાએ ખૂબ જ સુંદર રીતે સજાવ્યું છે. જેની તસવીરો તે અવારનવાર સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.

Sanya Malhotra House: મુંબઇમાં 14 કરોડના લક્ઝરી એપાર્ટમેન્ટમાં રહે છે 'જવાન'ની એક્ટ્રેસ સાન્યા મલ્હોત્રા

સાન્યાના ઘરમાં તમને ફ્લોર પર લાકડાનું કામ અને દિવાલો પર સફેદ પેઈન્ટિંગ જોવા મળશે. ઘરમાં અરીસાની દીવાલ પણ છે. જ્યાં એક્ટ્રેસ અવારનવાર ફોટોશૂટ કરાવે છે. સાન્યાના ઘરની બાલ્કની પણ ઘણી મોટી છે. જ્યાં અભિનેત્રીએ ઝૂલાની સાથે વૃક્ષારોપણ પણ કર્યું છે. આ લક્ઝુરિયસ હાઉસ પહેલા સાન્યા વન BHK એપાર્ટમેન્ટમાં રહેતી હતી.

આ પણ વાંચો :-

 

એવો તે શું આરોપ લાગ્યો કે ટીએમસીના સાંસદ નુસરત જહાંની ED દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી ? આવો જાણીએ સમગ્ર ઘટના

0
  • કેન્દ્રીય એજન્સી આ કેસમાં ECIR દાખલ કરી ચૂકી છે. આરોપ છે કે નુસરત જહાંની કંપનીએ રહેણાંક ફ્લેટ આપવાનું વચન આપીને રોકાણકારોને કરોડો રૂપિયાની છેતરપિંડી કરી હતી.

અભિનેત્રીમાંથી રાજનેતા બનેલી તૃણમૂલ કોંગ્રેસના લોકસભા સાંસદ નુસરત જહાંની ઈડી દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે. નુસરતની કોલકાતામાં ED ઓફિસમાં છેતરપિંડી કેસમાં પૂછપરછ કરવામાં આવી રહી છે. ઈડીએ નુસરત જહાંને હાજર થવા માટે સમન્સ મોકલ્યું હતું.

ઈડીએ નુસરત જહાંને શંકાસ્પદ કોર્પોરેટ કંપનીના ડિરેક્ટર તરીકેના તેના અગાઉના જોડાણ અંગે પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું છે. જેમાં વરિષ્ઠ નાગરિકોને વ્યાજબી દરે રહેણાંક ફ્લેટ આપવાનું વચન આપીને કરોડો રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી હતી. તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્ય તાપસ રોયે કહ્યું કે આ મામલે માત્ર નુસરત જહાં જ જવાબ આપવા સક્ષમ છે. પક્ષ તરફથી ટિપ્પણી કરવા માટે કંઈ નથી.

તમને જણાવી દઈએ કે ૨૦૧૪-૧૫માં ૪૦૦ થી વધુ વરિષ્ઠ નાગરિકોએ એક કંપનીમાં પૈસા જમા કરાવ્યા હતા. આ દરમિયાન દરેક વ્યક્તિ પાસેથી ૫.૫ લાખ રૂપિયા લેવામાં આવ્યા હતા અને બદલામાં તેમને ૧૦૦૦ ચોરસ ફૂટનો ફ્લેટ આપવાનું વચન આપવામાં આવ્યું હતું. જો કે તેમ કરવામાં આવ્યું ન હતું અને ન તો કોઈને ફ્લેટ મળ્યો હતો કે ન તો પૈસા પરત કરવામાં આવ્યા હતા.

નુસરત જહાં ઉપરાંત ઈડીએ આ કોર્પોરેટ કંપની ૭ સેન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઈવેટ લિમિટેડના અન્ય ડિરેક્ટર રાકેશ સિંહને પણ સમન્સ પાઠવ્યા છે. બંનેને ૧૨ સપ્ટેમ્બરના રોજ કોલકાતાની ઉત્તરી બહારના સોલ્ટ લેકમાં સ્થિત કેન્દ્રીય એજન્સીની કેન્દ્ર સરકારની ઓફિસ (CGO) કોમ્પ્લેક્સ ઓફિસમાં હાજર થવા માટે કહેવામાં આવ્યું છે.

આ વર્ષે ઓગસ્ટમાં જ્યારે આ જ કંપની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી ત્યારે નુસરત જહાંનું નામ સામે આવ્યું હતું. તેમના પતિ યશ દાસગુપ્તાએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ED તેમની પત્નીને ક્યારેય સમન્સ નહીં મોકલે કારણ કે તેમની સામેના આરોપોમાં કોઈ તથ્ય નથી. દાસગુપ્તાએ 5 ઓગસ્ટે કહ્યું હતું કે કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારના આરોપો પાયાવિહોણા છે. મને ખાતરી છે કે ED તેને બોલાવશે નહીં.

ઓગસ્ટની શરૂઆતમાં આ મામલો મીડિયામાં સામે આવ્યાના થોડા દિવસો બાદ જહાંએ મીડિયાને કહ્યું કે તેણે માર્ચ ૨૦૧૭માં કોર્પોરેટ કંપનીમાંથી રાજીનામું આપી દીધું હતું. તેણે એવો પણ દાવો કર્યો હતો કે તેણે આ કોર્પોરેટ પાસેથી લગભગ રૂ.૧.૧૬ કરોડની લોન લીધી હતી અને માર્ચ ૨૦૧૭માં જ તેણે રૂ.૧.૪૦ કરોડથી વધુની રકમ વ્યાજ સાથે ચૂકવી દીધી હતી.

આ પણ વાંચો :-

 

હોસ્પિટલમાં તબીબો ચાલુ ઓપરેશન ફોટો સેશન તસ્વીરો સોશિયલ મીડિયોમાં મુક્તા વિવાદ

0
  • જામનગરમાં આવેલી જી.જી હોસ્પિટલ ફરી એકવાર વિવાદોમાં સપડાઈ છે. હોસ્પિટલમાં ઓપરેશન થિયેટરમાં ફોટો સેશન કરતા તબીબોની તસવીર વાયરલ કરતા ભારે ચકચાર મચી ગઈ છે.

જામનગરમાં આવેલી જી.જી હોસ્પિટલ ફરી એકવાર વિવાદોમાં સપડાઈ છે. હોસ્પિટલમાં ઓપરેશન થિયેટરમાં ફોટો સેશન કરતા તબીબોની તસ્વીર વાયરલ કરતા ભારે ચકચાર મચી ગઈ છે. તબીબો અને તેમની ટીમે ફોટા પાડી સોશ્યલ મીડિયા એકાઉન્ટમાં મૂકતા હોબાળો મચી ગયો હતો. આ ગંભીર ઘટના બહાર આવતા ઉચ્ચ તબીબો પણ ચોંકી ઉઠ્યા હતા.

વિગતો મુજબ, સૌરાષ્ટ્રની સૌથી મોટી જી.જી હોસ્પિટલમાં ૪ દિવસ પહેલા એક મહિલાને બ્રેઈન સ્ટ્રોકનો હુમલો આવતા ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં મોડી રાત્રે તેના પર સર્જરી કરવામાં આવી હતી. દરમિયાન ન્યૂરોસર્જન તથા તબીબની ટીમ દ્વારા ચાલુ ઓપરેશને જ મહિલાનું મગજ ખુલેલી હાલતમાં રાખી સાથે પોતાના ફોટો પડાવ્યા હતા અને ઓપરેશન સફળ થયું હોવાના ચિહ્નો બતાવ્યા હતા.

તબીબે આ બાદ ઓપરેશન થિયેટરમાં કરેલા ફોટો સેશનને સોશિયલ મીડિયા પર મૂક્યું હતું. જે બહાર આવતા ભારે હોબાળો મચી ગયો હતો. દર્દીનો જીવ જોખમમાં મૂકીને આ રીતે ચાલુ ઓપરેશને ફોટોગ્રાફી નિયમોનું ઉલ્લંઘન છે. એવામાં કોલેજ મેનેજમેન્ટ પણ બંને તબીબો પર પગલાં લેવાની તૈયારીમાં છે.

આ પણ વાંચો :-

જી-૨૦ સમિટ પાછળ કેન્દ્ર સરકારે ચાર હજાર કરોડનો ખર્ચ કર્યા હોવાનો થઈ રહ્યો છે દાવો ! આવો જાણીએ દાવામાં કેટલું સત્ય છે તે..

0
  • દિલ્હીમાં જી-૨૦ સમિટનું સફળ આયોજન કરવામાં આવ્યું છે. જી-૨૦ સમિટમાં કેન્દ્ર સરકારે ફાળવેલ રકમ કરતા ૩૦૦ ટકા રકમનો વધુ ખર્ચ કર્યો છે. કેન્દ્ર સરકારે વિપક્ષના આરોપને ખોટો ગણાવીને જવાબ આપ્યો છે.

દિલ્હીમાં જી-૨૦ સમિટનું સફળ આયોજન કરવામાં આવ્યું છે. તમામ દેશના રાષ્ટ્રાધ્યક્ષ જી-૨૦ સમિટમાં શામેલ થવા માટે દિલ્હી આવ્યા હતા અને ભારતે તમામ દેશ સાથે દ્વિપક્ષીય ચર્ચા કરી છે. ભારત-મિડલ ઈસ્ટ યૂરોપ ઈકોનોમિક કોરિડોર જેવી મહત્ત્વપૂર્ણ જાહેરાત પણ કરવામાં આવી છે.

વિપક્ષ તરફથી આરોપ મુકવામાં આવ્યો છે. જી-૨૦ સમિટમાં કેન્દ્ર સરકારે ફાળવેલ રકમ કરતા ૩૦૦ ટકા રકમનો વધુ ખર્ચ કર્યો છે. કેન્દ્ર સરકારે વિપક્ષના આરોપને ખોટો ગણાવીને જવાબ આપ્યો છે. સરકાર તરફથી શું નિવેદન આપવામાં આવ્યું તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે.

TMC સાંસદે શું આરોપ મુક્યો?

મમતા બેનર્જીની પાર્ટી TMC સાંસદ સાકેત ગોખલેએ ટવિટ કરીને જણાવ્યું છે કે, ‘મોદી સરકારે ફાળવેલ રકમ કરતા જી-૨૦માં ૩૦૦ ટકા રકમનો વધુ ખર્ચ કર્યો છે.’

સવાલ- અગાઉના કેન્દ્રીય બજેટમાં જી-૨૦ શિખર સંમેલન માટે કેટલી રકમની ફાળવણી કરવામાં આવી હતી?

જવાબ- ૯૯૦ કરોડ રૂપિયા

સવાલ- કેન્દ્ર સરકારે કેટલો ખર્ચ કર્યો?

જવાબ- ૪,૧૦૦ કરોડથી વધુ. જે બજેટની રકમ કરતા ૩૦૦ ટકા વધુ (૩,૧૧૦ કરોડથી વધુ) છે. તે પૈસા ક્યાં ગયાં? બાજપે આ વધારાના ૩,૧૧૦ કરોડ રૂપિયાની ચૂકવણી શા માટે ના કરવી જોઈએ. જે સ્પષ્ટપણે વર્ષ ૨૦૨૪ની ચૂંટણી માટે પીએમ મોદીની જાહેરાત અને પર્સનલ PR માટે બિનજરૂરી ખર્ચ હતો?

કેન્દ્ર સરકારનો જવાબ :

સરકારની ફેક્ટ ચેકિંગ ટીમ PIBએ ફેક્ટ ચેક કર્યું છે અને આ આરોપોને નકારી દીધા છે. PIB અનુસાર માત્ર શિખ સંમેલન માટે નહીં પરંતુ લાંબા ગાળાના ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સંપત્તિમાં રોકાણ પણ શામેલ હતું.

કોંગ્રેસે સવાલ ઊભા કર્યા

કોંગ્રેસે પણ એક વિડીયોમાં જણાવ્યું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમની છબી જાળવી રાખવા માટે લોકસભા ચૂંટણી પહેલા પોસ્ટર લગાવવા માટે વધારાનો ખર્ચ કર્યો છે. પ્રધાનમંત્રીએ શહેરના ગરીબોને કવર કરીને  મહેમાનો માટે ચાંદી અને સોનાની પરતવાળા ટેબલવેર સહિત અન્ય વ્યવસ્થા કરી છે.

આ પણ વાંચો :-

 

પાક. સામે ભારતે મેળવી જીત, જીતના ફટાકડા સુરતમાં ફોડતાં બે જૂથો વચ્ચે અથડામણ

0
  • સોમવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે શ્રીલંકાના કોલંબોમાં વન-ડે મેચ રમાઈ હતી. જેમાં ભારતીય ટીમે ૨૨૮ રનના મોટા અંતરે ઐતિહાસિક જીત મેળવી.

સોમવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે શ્રીલંકાના કોલંબોમાં વન-ડે મેચ રમાઈ હતી. જેમાં ભારતીય ટીમે ૨૨૮ રનના મોટા અંતરે ઐતિહાસિક જીત મેળવી.

જીત બાદ મોડી રાત્રે સુરતના સૈયદપુરા માર્કેટ વિસ્તારમાં ફટાકડા ફોડવાને લઈને બે જૂથો વચ્ચે અથડામણની ઘટના બની હતી. જેમાં એક-બે વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા હોવાની વિગતો સામે આવી રહી છે. ઘટનાને લઈને પોલીસ સ્થળ પર પહોંચી હતી. જે બાદ બંને પક્ષોએ સામ સામે પોતાની ફરિયાદ નોંધાવી હતી.

આ મામલે બંને પક્ષોએ સામ સામે ફરિયાદ નોંધાવી છે. એક પક્ષનો આરોપ છે કે તે ફટાકડા ફોડી રહ્યાં હતા, ત્યારે બીજા પક્ષે ઝઘડો કર્યો હતો. ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા શાહરુખ મીર્ઝાએ લાલગેટ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ સોમવારે રાત્રે ૧૧ વાગ્યે તે સૈયદપુરા મટન માર્કેટ ખાતે પોતાના મહોલ્લામાં ઊભો હતો. દરમિયાન કેટલાક છોકરા ત્યાં ક્રિકેટ રમી રહ્યા હતા.

આ સમયે સુમીત વાઢેર, વિજય અને પપ્પુએ સુતળી બોમ્બ સળગાવીને છોકરાઓ પર ફેંકતા તેને અટકાવ્યા હતા. જેથી સુમીતે ગાળો આપી ઝઘડો કર્યો અને છરી બતાવીને ત્રણેય મિત્રો શાહરુખને માર મારવા લાગ્યા હતા અને જાનથી મારી નાખવાની ધમકી આપી. જોકે લોકો એકઠા થઈ જતા તમામ ભાગી ગયા બાદમાં શાહરુખને પેટમાં દુખાવો અને ઉલટી થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

આ પણ વાંચો :-

 

મેટ્રિમોનિયલ સાઈટ પર મળેલી ગર્લફ્રેન્ડ લૂંટેરી દુલ્હન નીકળી, પાટીદાર યુવકને…

0
  • સોશિયલ મીડિયા સાઈટ પર અજાણ્યા લોકો સાથેની મિત્રતા ક્યારેક ભારે પડી જાય છે. અમદાવાદના પાટીદાર યુવકે યુવતીના સંપર્કમાં આવીને ૧.૩ કરોડ રૂપિયા ગુમાવ્યા.

આજકાલ લોકો સોશિયલ મીડિયા સાઈટ પર ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ અને મેટ્રિમોનિયલ સાઈટ પર વર-વધૂ શોધે છે. પરંતું આવામાં ક્યારેક લોકોને ફ્રોડનો સામનો કરવો પડે છે. દેશમાં ઠગબાજો હવે ઓનલાઈન સંપર્ક કરીને લોકોને છેતરી રહ્યાં છે. આવામાં હવે મેટ્રિમોનિયલ સાઈટ પણ બાકાત નથી. અમદાવાદના સોફ્ટવેર એન્જિનિયર યુવકને મેટ્રિમોનિયલ સાઈટ પર મળેલ એક યુવતી ૧.૩ કરોડનો ચૂનો ચોપડીને જતી રહી.

પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદના કુલદીપ પટેલ નામના યુવકે ફરિયાદ નોંધાવી છે. તેની ફરિયાદ મુજબ તેઓ અદિતિ નામની યુવતીને મેટ્રિમોનિયલ સાઈટ પર મળ્યો હતો. અદિતિ નામની યુવતીએ તેને કહ્યું કે તે યુકેમાં ઈમ્પોર્ટ એક્સપર્ટનો વ્યવસાય કરે છે. જેમાં સારો નફો મળી રહે છે. અદિતિના સંપર્કમાં આવ્યા બાદ કુલદીપે તેના પર વિશ્વાસ રાખીને બાનોકોઈનમાં રોકાણ કરવાનો નિર્ણય લીધો હતો. જેમાં અદિતિએ તેને કસ્ટમર કેરમાં વાત કરાવી હતી. જેના બાદ તેણે કુલદીપનું વેબસાઈટ પર રજિસ્ટ્રેશન પણ કરાવ્યુ હતું.

કુલદીપને બોનોકોઈનમાં સારુ રોકાણ મળશે તેવી આશા જાગી હતી. તેથી તેણે પહેલા ૧ લાખનું રોકાણ કર્યુ હતુ. ક્રિપ્ટો કરન્સીમાં રોકાણમાં તેને સીધો ૭૮ ડોલરનો ફાયદો થયો હતો. જેથી તેને બાદમાં વધુ નફાની લાલચ જાગી હતી. ૨૦ જુલાઈથી ૩૧ ઓગસ્ટ દરમિયાન કુલદીપે કુલ ૧૮ વાર અલગ અલગ રોકારણ કર્યું. પરંતુ ૧૮ સપ્ટેમ્બરના રોજ તેને ખાતુ ચેક કર્યુ તો તેનુ એકાઉન્ટ ફ્રીઝ થયેલુ હતું. તે રૂપિયા ઉપાડી ન શક્યો.

આ બાદ કુલદીપે કસ્ટમર કેરનો સંપર્ક કર્યો તો તેને એકાઉન્ટ ડી-ફ્રીઝ કરવા બીજા ૩૫ લાખનું રોકાણ કરવાનું કહેવામાં આવ્યું. જેથી તેણે અદિતિનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, તો તેણે કોઈ જવાબ ન આપ્યો. આમ અમદાવાદનો એન્જિનિયર ક્રિપ્ટો કરન્સી કૌભાંડનો ભોગ બન્યો હતો. એક યુવતીના સંપર્કમાં આવીને તેણે કુલ ૧.૩ કરોડ રૂપિયા ગુમાવ્યા છે.

મહિલા કૌભાંડી હોવાનું બહાર આવ્યું હતું અને તેણે જાળમાં ફસાઈને તેના તમામ પૈસા ગુમાવી દીધા હતા. ગાંધીનગર સ્થિત એક કંપનીમાં કામ કરતા સોફ્ટવેર એન્જિનિયરે શનિવારે સાયબર ક્રાઈમ પોલીસનો સંપર્ક સાધ્યો હતો અને મહિલા સામે ફરીયાદ દાખલ કરાવી હતી.

આ પણ વાંચો :-

આ રાજ્યમાં વરસાદ કહેર વરસાવી શકે છે, હવામાન વિભાગની થઈ ચૂકી છે આગાહી

0
  • ચોમાસુ ફરી એકવાર પાછું ફર્યું છે. દિલ્હી, ઉત્તરાખંડ અને યુપીમાં ભારે વરસાદ થયો હતો. આગામી દિવસોમાં હવામાન કેવું રહેશે તે અંગે પણ હવામાન વિભાગે આગાહી કરી છે.

ઉત્તરાખંડ, દિલ્હી અને ઉત્તર પ્રદેશ સહિત દેશના ઘણા ભાગો હવામાનની અસરનો સામનો કરી રહ્યા છે. યુપીમાં વરસાદની વિવિધ ઘટનાઓમાં ૧૧ લોકોના મોત થયા છે. જ્યારે ઉત્તરાખંડમાં આગામી ૭૨ કલાક સુધી ભારે વરસાદને લઈને યલો અને ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

સૌથી પહેલા વાત કરીએ રાજધાની દિલ્હીની. સોમવારે દિલ્હીમાં આખો દિવસ ભેજયુક્ત અને હળવો વરસાદ પડ્યો હતો. તે જ સમયે મહત્તમ તાપમાન ૩૩.૫ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જે વર્ષના આ સમય માટે સામાન્ય છે. દિલ્હીમાં વર્ષની શ્રેષ્ઠ હવાની ગુણવત્તા નોંધાયાના એક દિવસ પછી હવાની ગુણવત્તા બગડી અને સંતોષકારક શ્રેણીમાં નોંધાઈ હતી.

ઉત્તરાખંડમાં ફરી એકવાર વરસાદનો કહેર :

ઉત્તરાખંડમાં ફરી ચોમાસાનો વરસાદ જારી રહ્યો છે. હવામાન કેન્દ્રના જણાવ્યા અનુસાર હાલમાં વરસાદથી રાહત મળવાની કોઈ શક્યતા નથી. રાજ્યમાં આગામી ૭૨ કલાકમાં ભારે વરસાદને લઈને યલો અને ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. હવામાન કેન્દ્રના જણાવ્યા અનુસાર, રાજ્યના દેહરાદૂન, ચંપાવત, નૈનીતાલ, ઉધમ સિંહ નગર, ટિહરી, પૌરી, બાગેશ્વર, ચમોલી, અલ્મોડા, ઉત્તરકાશી, હરિદ્વાર અને બાગેશ્વર જિલ્લામાં કેટલાક સ્થળોએ ભારે ગાજવીજ સાથે મૂશળધાર વરસાદની સંભાવના છે.

જેના કારણે આ જિલ્લાઓમાં ચેતવણી આપવામાં આવી છે. યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે અને સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા જારી કરાયેલી આગાહી મુજબ, આગામી ત્રણ-ચાર દિવસ સુધી રાજ્યમાં મુશળધાર વરસાદની સંભાવના છે. જેના માટે હવામાન વિભાગે ૧૪ સપ્ટેમ્બર સુધી યલો અને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.

આ પણ વાંચો :-

WhatsAppમાં છે કામ લાગે તેવી ટ્રિક, ડિલીટ કરેલા ફોટો-વીડિયો સરળતાથી જોઈ શકાશે, આવી રીતે કરો રિકવર

0
  • Whatsapp માં એવા કેટલાય ફીચર્સ અને હેક્સ છે જેનો ઉપયોગ કરીને તમે ડિલીટ કરેલ ફોટો અને વીડિયોને સેકન્ડોમાં રિકવર કરી શકશો. જાણી લો આ ધમાકેદાર ટ્રીક.

વોટ્સએપ દુનિયાભરમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતા મેસેજિંગ એપમાંનું એક છે. આપણે આ પ્લેટફોર્મ પર દિવસમાં અનેકવાર ફોટો અને વીડિયો શેર કરતાં હોઈએ છીએ પરંતુ ક્યારેક ભૂલથી આપણાંથી કોઈ જરૂરી ફોટો કે વીડિયો ડિલીટ થઈ જાય છે. જો તમારી સાથે પણ એવું થયું છે તો હવે ચિંતા ન કરશો. આ ટ્રિકની મદદથી તમે ડિલીટ કરેલા ફોટો-વીડિયો સરળતાથી પાછા મેળવી શકશો.

ફોન ગેલેરી :

ડિફોલ્ટરૂપે Whatsappનાં તમામ ફોટોઝ અને વીડિયોઝ એન્ડ્રોઈડ અને આઈફોન બંનેની ફોન ગેલેરીમાં સેવ થઈ જાય છે. તેથી જો મીડિયા ફાઈલ્સ વોટ્સએપથી ડિલીટ થઈ જાય તો પણ ફોન ગેલેરીમાંથી તમને મળી શકશે.

ફાઈલ એક્સપ્લોર :

આ ફીચર માત્ર એન્ડ્રોઈડ યૂઝર માટે જ ઉપલબ્ધ છે. એન્ડ્રોઈડ યૂઝર્સ ફાઈલ એક્સપ્લોરરમાં જઈને Whatsappનાં ફોલ્ડરમાં જઈને મીડિયા ફાઈલ્સથી ડિલીટ થઈ ગયેલ ફોટોઝ-વીડિયોઝ રિકવર કરી શકે છે.

Whatsapp બેકઅપ :

જો તમે વોટ્સએપ ચેટ અને મીડિયાને ડેઈલી, વીકલી અથવા તો મંથલી બેઝ પર ગૂગલ ડ્રાઈવ કે iCloud પર બેકઅપ કરો છો તો ડિલીટ થયેલ ફાઈલ્સને તમે વોટ્સએપને ડિલીટ કરી ફરી ડાઉનલોડ કરીને મેળવી શકશો. ફરીથી વોટ્સએપ લોગ ઈન કરતાં સમયે રિકવરનો ઓપ્શન આવશે તેના પર ક્લિક કરીને તમે ફોટોઝ-વીડિયોઝ રિકવર કરી શકશો.

ડિલીટ મીડિયા ઓપ્શનને બંધ કરી શકાય :

ક્યારેક-ક્યારેક જ્યારે આપણે ચેટ ક્લિયર કરીએ છીએ તો ભૂલથી કોઈ જરૂરી મીડિયા ફાઈલ્સ પણ ડિલીટ થઈ જાય છે. તેનાથી બચવા માટે ચેટ ક્લિયર કરતાં સમયે તમારે ડિલીટ મીડિયા ઓપ્શનને બંધ કરી દેવાનું. જેનાથી તમારી ચેટ્સ અને ડિલીટ થયેલી મીડિયા ફાઈલ્સ ગેલેરીમાં સેવ રહેશે.

આજકાલ લોકો મેસેજ સેન્ડ કરીને ડિલીટ કરી દે છે. તમે અન્ય એપની મદદથી પણ તેને રિકવર કરી શકો છો. પ્લે સ્ટોર પરથી તમે WAMR નામક એપ ડાઉનલોડ કરીને ડિલીટ થયેલ ફોટો-વીડિયો અને ચેટ રિકવર કરી શકશો.

આ પણ વાંચો :-

LICની આ પોલિસીમાં ૨૦૦૦ રૂપિયાનું રોકાણ કરીને લાખ રૂપિયાનું ફંડ બનશે

0
  • LIC દ્વારા ગ્રાહકોને વિવિધ યોજનાઓ ઓફર કરવામાં આવે છે. લોકો તેમની ઈચ્છા અને જરૂરિયાત મુજબ પ્લાન પસંદ કરી શકે છે અને રોકાણ શરૂ કરી શકે છે. અહીં અમે તમને LICના એક મહત્વપૂર્ણ પ્લાન વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

ભારતીય જીવન વીમા નિગમ (LIC) લોકોને જીવન વીમા યોજનાઓની વિશાળ શ્રેણી પૂરી પાડે છે. આ યોજનાઓ દ્વારા, લોકો લાંબા ગાળા માટે રોકાણ કરી શકે છે અને તેમના જીવન પર નાણાકીય કવરેજ પણ મેળવી શકે છે. LIC ના જીવન વીમા દ્વારા લોકોને જીવન દરમિયાન અને જીવન પછી બંને લાભો મળે છે. આવી સ્થિતિમાં આજે અમે તમને LICના એક મહત્વપૂર્ણ પ્લાન વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જેને ઓછા પૈસામાં પણ શરૂ કરી શકાય છે અને સારું વળતર મળી શકે છે.

અમે અહીં જે પ્લાન વિશે વાત કરી રહ્યા છીએ તેનું નામ છે LIC’s New Endowment Plan (914). આ પ્લાન દ્વારા લોકો ૩૫ વર્ષ સુધી LIC ખોલાવી શકાય છે. આ યોજના દ્વારા આવરી લેવામાં આવતી વ્યક્તિની ઉંમર ઓછામાં ઓછી ૮ વર્ષ અને મહત્તમ ૫૫ વર્ષ હોવી જોઈએ. જ્યારે આ યોજના માટે લઘુત્તમ વીમા રકમ ૧ લાખ રૂપિયા હોવી જોઈએ.

આટલું ફંડ બનાવી શકાય છે :

આવી સ્થિતિમાં ૯ લાખ રૂપિયાની વીમા રકમની પોલિસી માટે વ્યક્તિએ ૩૫ વર્ષ માટે કુલ ૮,૨૩,૦૫૨ રૂપિયાનું પ્રીમિયમ ચૂકવવું પડશે. તેના વળતરમાં વ્યક્તિને ૩૫ વર્ષ પછી પાકતી મુદત પર ૪૩,૮૭,૫૦૦ રૂપિયા મળશે. આવી સ્થિતિમાં વ્યક્તિ ૩૫ વર્ષ માટે ૨૦૦૦ રૂપિયાનું માસિક પ્રીમિયમ ચૂકવીને ૪૩ લાખ રૂપિયાથી વધુનું ફંડ બનાવી શકે છે.

આ પણ વાંચો :-