શું તમે બેન્કમાં જાવ છો ત્યારે કર્મચારી કરે છે માથાકૂટ ? તો હવે તમે કરો આ જગ્યાએ ફરિયાદ 

Share this story
  • બેંકમાં કર્મચારીઓની બેદરકારીના કારણે થતી મુશ્કેલીઓની ફરીયાદ કરવા પર સ્થાનિક બ્રાંચ મેનેજર કોઈ કાર્યવાહી ન કરે તો તમે બેંકિંગ લોકપાલને પોતાની મુશ્કેલીઓ જણાવીને સમસ્યાનું સમાધાન લાવી શકો છો.

તમે તમારા કોઈ પણ કામ માટે બેંકમાં જાઓ અને ત્યાં હાજર કર્મચારી તમારૂ કામ કરવામાં બેદરકારી બતાવે તો ખૂબ મુશ્કેલી થાય છે. પરંતુ તમારા કામને ડયુટીના કલાકોમાં ન કરી આપતા કર્મચારીઓ પર હવે તરત એક્શન લઈ શકાય છે. RBIએ બેંક ગ્રાહકોને ઘણા પ્રકારના અધિકાર આપ્યા છે અને તમામ સુવિધાઓ આપી છે. જેના દ્વારા તમે કોઈ પણ મુશ્કેલીઓની ફરિયાદ કરી શકો છો.

RBIએ ગ્રાહકોને આપ્યા છે ઘણા અધિકાર  :

હકીકતે બેંક ગ્રાહકોને આ પ્રકારની મુશ્કેલીઓનો સામનો જાણકારીના અભાવમાં કરવો પડે છે. કારણ કે આવી સ્થિતિ આવે ત્યારે તેમની પાસે કયા કયા અધિકાર છે તેના વિશે વધારે લોકોને જાણકારી નથી. જ્યારે તમને આ પ્રકારની બેદરકારી લાગે તો તમે કર્મચારીઓ પર કાર્યવાહી કરાવી શકો છો.

બેંક ગ્રાહકોને ઘણા એવા અધિકાર મળ્યા છે. જેની જાણકારી સામાન્ય રીતે કસ્ટમર્સને નથી હોતી. ગ્રાહકોની સાથે બેંક યોગ્ય વ્યવહાર કરે તે જરૂરી છે. બેંકમાં ગ્રાહકનું કામ ન થાય તો તે પોતાના અધિકારનો ઉપયોગ કરીને ફરિયાદ નોંધાવી શકે છે.

કરો આ કામ :

પોતાના અધિકારોની જાણકારીના અભાવમાં ગ્રાહક કર્મચારીઓના બેદરકારી ભર્યા વર્તનનો શિકાર થઈને પોતાના કામ માટે આમતેમ ભટકે છે અને કલાકો સુધી રાહ જુએ છે. પરંતુ તમારી સાથે જો આગળ આ પ્રકારનો કોઈ મામલો સામે આવે તો જાણી લો કે તમે તે કર્મચારીની ફરીયાદ સીધી બેંકિંગ લોકપાલને કરી શકો છો અને સમસ્યાનું સમાધાન મેળવી શકો છો.

તમારે બસ એટલું કરવાનું રહેશે કે આવી મુશ્કેલી આવવા પર શાંત રહીને બેસવાની જરૂર નથી. પરંતુ કોઈ બેંક કર્મી તમારા કામને કરવામાં મોડુ કરે તો સૌથી પહેલા બેંકના મેનેજર કે નોડલ ઓફિસરની પાસે જઈને તમારી ફરિયાદ નોંધાવો.