સાળંગપુર વિવાદ અંગે ભાજપના ધારાસભ્યે કહ્યું કે સ્વામિનારાયણ સંસ્થા તો પૈસા ભેગા કરવાની…..

Share this story
  • સાળંગપુરમાં કષ્ટભંજન દેવ મંદિરમાં હનુમાનજીની પ્રતિમા નીચે ભીંત ચિત્રોને લઈને મોટો વિવાદ થયો હતો. સંતો-હિન્દુ સંગઠનોના વિરોધ બાદ આખરે સરકારની મધ્યસ્થીથી આ ભીંત ચિત્રોને હટાવી લેવાયા.

સાળંગપુરમાં કષ્ટભંજન દેવ મંદિરમાં હનુમાનજીની પ્રતિમા નીચે ભીંત ચિત્રોને લઈને મોટો વિવાદ થયો હતો. સંતો-હિન્દુ સંગઠનોના વિરોધ બાદ આખરે સરકારની મધ્યસ્થીથી આ ભીંત ચિત્રોને હટાવી લેવાયા. વિવાદ દરમિયાન કોઈપણ ધારાસભ્ય કે નેતા આ મામલે નિવેદન આપવાથી બચી રહ્યા હતા. હવે ભાજપના ધારાસભ્યનું પહેલીવાર સામે નિવેદન સામે આવ્યું છે. જેમાં તેઓ સ્વામિનારાયણ સંપ્રદાયને પૈસા ભેગા કરવાની સંસ્થા કહી રહ્યા છે.

કાલોલના ભાજપના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણનું જાહેર મંચ પર આપેલું નિવેદન સામે આવી રહ્યું છે. પોતાના મતવિસ્તારના કાર્યક્રમમાં તેઓ સ્ટેજ પરથી તેમણે કહ્યું, એના મંદિરમાં કોઈ દાડો જય નહીં બોલવાનું. હું એકવાર સોખડા ગયો હતો અને સત્સંગમાં મેં કીધું હતું, તમે સદગુરુને માનો છો, એક જણો કે ના. કેમ? જેને જેને સદગુરૂનો દોષ લાગ્યો હોય તે ધરતી પર રહ્યા નથી. અને આ સંપ્રદાય કોઈ જ્ઞાનનો અખાડો નથી. સ્વામિનારાયણ સંસ્થા છે, પૈસા ભેગા કરવાની સંસ્થા છે.

ધારાસભ્ય આગળ કહે છે, કોઈ ધર્મનું જ્ઞાન નથી. એટલા બધા વ્યાભિચારી સંત રોજ સમાચારમાં આવે છે. અનેક મંદિરોમાં ઝઘડા ચાલે છે. આપણે દેવી-દેવતાઓના નામ પર તેનો સંપ્રદાય ચલાવે છે. વિગતો મુજબ, આ કાર્યક્રમ ગત સપ્તાહે યોજાયો હતો. જેમાં તેમણે આ પ્રકારનું નિવેદન આપ્યું હતું જે હવે વાયરલ થઈ રહ્યું છે.

આ પણ વાંચો :-