HomeAstrology૧૩ મે, ૨૦૨૪/ આ રાશિ માટે પરિવારના તમામ સભ્યો સાથે આનંદ-ઉત્સાહ વધતો,...

૧૩ મે, ૨૦૨૪/ આ રાશિ માટે પરિવારના તમામ સભ્યો સાથે આનંદ-ઉત્સાહ વધતો, આજ દિવસે દરમ્યાન આવકનું પ્રમાણ ઘટતું, જાણો આજનું રાશિ ભવિષ્ય

Date:

Related stories

Video : નેપાળમાં એવરેસ્ટ નજીક બે હેલિકોપ્ટર વચ્ચે ભયાનક ટક્કર, ભારતીય નાગરિકનું મોત; અનેક લોકો ઘાયલ

નેપાળના વિશ્વપ્રસિદ્ધ માઉન્ટ એવરેસ્ટ વિસ્તારમાં મંગળવાર, 3 નવેમ્બર 2026ના...

અમરેલીમાં સળગેલી તુફાન ગાડીમાંથી બે મજૂરોના મૃતદેહ મળ્યા, હત્યાની આશંકાથી પોલીસ તપાસ તેજ

અમરેલી: અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના ગુંદરણ ગામની સીમમાં એક...

૩ નવેમ્બર ૨૦૨૬નું રાશિફળ: જાણો મંગળવારે મેષથી મીન રાશિ સુધીનો દિવસ કેવો રહેશે

​મેષ (Aries): રાશિ સ્વામી મંગળવારના પ્રભાવથી તમારા સાહસ, પુરુષાર્થ...

ધનતેરસ પહેલાં સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો, ખરીદદારોને મળી શકે રાહત

ધનતેરસ અને દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે...
spot_img

મેષઃ

ગઇકાલની જેમ આજે પણ દિવસ આનંદથી પસાર થાય. આર્થિક પાસુ થોડું નબળુ થતુ જણાય. શેરબજારના રોકાણમાં ધ્યાન રાખવું જરૂરી. માતાને ગેસ ટ્રબલ, સાંધામાં દુઃખાવાની ફરિયાદ રહે. સામાન્ય શરદી-ખાંસીનો ઉપદ્રવ રહે.

વૃષભઃ

કરેલા કાર્યમાં સઘર્ષે સફળતા મળે. કુટુંબમાં થોડો વિખવાદ રહે. તીર્થ યાત્રા-પ્રવાસ શક્ય બને. રોકાણોમાંથી આવક મળતી જણાય. આદ્યાત્મિક ઉન્‍નતિ થતી જણાય. શુભ કાર્યોનું આયોજન શક્ય બને. આરોગ્ય જળવાશે.

મિથુનઃ

વાણી વિલાસ સાચવી ને કરવો. બચત ઘસાતી જણાય. ગળાના રોગોની કાળજી રાખવી. ભાઇ-બહેનોના મનનો તાગ મેળવવો અશક્ય લાગે. હીમોગ્લોબીન ઘટે, થાક લાગે. બહેનોને માસિક વધારે આવવાની સમસ્યા ઉદભવે.

કર્કઃ

ખંતીલા, કરકસરીયાં, ચોક્કસ, વ્યવસ્થિત તથા આત્મવિશ્વાસનો અનુભવ થાય. ઓઇલ, કેરોસીન, નહેરને લગતા, જેલને લગતા તથા ગવર્મેન્ટ સપ્લાયરના ધંધાવાળાને લાભ. બપોર બાદ થોડો થાકનો અનુભવ થતો જણાય.

સિંહઃ

આત્મવિશ્વાસ ઘટતો જણાય. ખર્ચનું પ્રમાણ વધે. સફેદવસ્તુ, કાપડ, દવાની સાથે સંકળાયેલ ધંધાર્થીઓને વિચારોનું પ્રમાણ વધે. સત્તા, હોદ્દો, માન મળે. પિતૃસુખ સારૂ મળે.

કન્યાઃ

કોઇની ‌ઉપરવિશ્વાસ મુકતા પહેલા વિચાર કરવો. વિશ્વાસુ વ્યક્તિ દ્વારા જ વિશ્વાસઘાતના ભોગ બનાય. સોબતથી સાચવવું. ધારેલી આવક અટકતી જણાય. અપમાન સહન કરવું પડે. ડાબી છાતીની કાળજી રાખવી.

તુલાઃ

મન ઉપર ચિંતાનો ભાર વધારે રહે. સ્ત્રીવર્ગ તરફથી લાભ. આર્થિક પલ્લુ મજબૂત બનતુ જણાય. પરિવારના સભ્યોની વિશેષ જવાબદારી ઉઠાવવી પડે. લીવર નબળુ રહે. અપચનની સમસ્યા રહે. નોકરી-ધંધા માટે શુભ.

વૃ‌શ્ચિકઃ

મહેનત જેટલું જ ફળ મળતુ જણાય. યાત્રા-પ્રવાસ થોડી મુશ્કેલી સાથે સફળ રહે. આર્થિક બાબતોથી અસંતોષ રહે. પરિવારના સભ્યો સાથે આનંદ. આરોગ્ય સારૂં રહેશે. નોકરી-ધંધામાં સફળતા મળતી જણાશે.

ધનઃ

નાણાંભીડ વર્તાય. માનસિક અશાંતિ રહે. શરદી-ખાંસી કફનો ઉપદ્રવ થાય અને જો હોય તો એમાં વધારો થતો જણાય. પરિવારમાં ગુસ્સા ભર્યું વાતાવરણ રહે. ભાગ્યનો સાથ ન મળે. ભાગીદારીવાળા ધંધામાં વિશેષ ધ્યાન આપવું.

મકરઃ

નોકરીના ઇન્ટરવ્યુમાં સફળતા મળે. ધનલાભના યોગ બને છે. વ્યાજની આવક માટે રોકાણ કરી શકાય. દામ્પત્ય જીવનમાં મધુરતાનો અનુભવ થાય. સંતાનની તબિયતની કાળજી રાખવી. શરદી-તાવથી સાવચેતી રાખવી.

કુંભઃ

આત્મવિશ્વાસ વધે. પરંતુ પછી થોડ‌ી ચિંતામાં વધારો થાય. આર્થિક પાસુ મજબૂત બનતુ જણાય. માતૃસુખ સારૂ મળે. દવાના ધંધાવાળાને લાભ. જળાશયથી દૂર રહેવું. પાણીથી થતા રોગોથી ધ્યાન રાખવું.

મીનઃ

સંતાનની પ્રગતિથી આનંદ થાય. નવું વાંચવાનો જાણવાનો પ્રસંગ બને. ધાર્મિક આયોજનનો શક્ય બનતા જણાય. મિત્રો તરફથી લાભ મળે. લક્ષ્મીની વખતસર હેરફેર થતી જણાય. જમણાહાથમાં દુઃખાવો રહે.

Subscribe

Latest stories